Home /News /national-international /દુબઈ-મુંબઈ ઇન્ડિગો ફ્લાઇટમાં બે મુસાફરોનો દારૂ પીને હોબાળો, બોટલ ઉછાળી ક્રૂ મેમ્બર સાથે ગાળાગાળી કરી

દુબઈ-મુંબઈ ઇન્ડિગો ફ્લાઇટમાં બે મુસાફરોનો દારૂ પીને હોબાળો, બોટલ ઉછાળી ક્રૂ મેમ્બર સાથે ગાળાગાળી કરી

ફાઇલ તસવીર

Dubai Mumbai Indigo Flight ruckus: ફ્લાઇટ દુબઈથી મુંબઈ આવી રહી હતી ત્યારે બે મુસાફરોએ બોટલ ખોલી પીવાનું શરૂ કરી દીધું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ કે, જ્યારે તેમની પાસે બેસેલા મુસાફરોએ આ મામલે આપત્તિ વ્યક્ત કરી તો બંને નારાજ થઈ ગયા હતા અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી.

વધુ જુઓ ...
મુંબઈઃ ફ્લાઇટ્સમાં મુસાફરોનો હોબાળો, ગેરવર્તણૂક અને નિયમોના ઉલ્લંઘન કરતા કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે દુબઈથી મુંબઈ આવતી ઇન્ડિગો ફ્લાઇટમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં દુબઈથી કામ કરીને પરત ફરી રહેલા બે મુસાફરોએ દારૂ પીને હોબાળો મચાવ્યો હતો અને નશાની હાલતમાં ક્રૂ મેમ્બર અને સહયાત્રીઓ સાથે ગાળાગાળી કરી હતી. આ મામલે એરલાઇન્સની ફરિયાદ અંગે મુંબઈ પોલીસે બંને મુસાફરોની ધરપકડ કરી છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, દુબઈથી મુંબઈ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બે મુસાફરોએ દારૂ પીને હંગામો મચાવ્યો હતો. બંને વ્યક્તિ દુબઈમાં એક વર્ષથી કામ કરતા હતા અને ત્યારબાદ ભારત પરત ફરી રહ્યા હતા. ઘરે પાછા ફરવાની ખુશીમાં બંનેએ ફ્લાઇટમાં જ દારૂ પાર્ટી શરૂ કરી દીધી હતી અને નશાની હાલતમાં હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ ફ્લાઇટમાં હાજર રહેલા અન્ય મુસાફરો સહિત ક્રૂ મેમ્બરે આ મામલે આપત્તિ વ્યક્ત કરી તો તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી.

આ પણ વાંચોઃ આ દેશોમાં વિઝા વગર મળશે પ્રવેશ, એકદમ સસ્તામાં કરો વિદેશ યાત્રા

મુંબઈ પોલીસે એરલાઇન્સ સ્ટાફની ફરિયાદને આધારે ગુનો દાખલ કર્યો હતો અને નાલાસોપારાના જોન.જી ડિસોઝા અને કોલ્હાપુરના મનબેટના દત્તાત્રેય બાપરડેકરની બુધવારે ધરપકડ કરી હતી. બંને આરોપીઓએ પોલીસને જણાવ્યુ હતુ કે, તેમણે જશ્ન મનાવવા માટે હવામાં અડધી બોટલ જેટલો દારૂ ઉછાળ્યો હતો.

મુંબઈ પોલીસે આ કેસની ગંભીરતાને ધ્યાને રાખી આઇપીસીની કલમ અંતર્ગત બંને આરોપીઓને બીજાનું જીવન ખતરામાં મૂકવા અને સુરક્ષાને ધ્યાને રાખી સંબંધિત વિમાનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારનો મુંબઈનો સાતમો કિસ્સો છે.

આ પણ વાંચોઃ લંડનમાં ભારતીય ઉચ્ચાયોગ પાસે સખત સુરક્ષા વ્યવસ્થા, પ્રદર્શનકારીને રોક્યાં તો સ્યાહી ફેંકી

રિપોર્ટ પ્રમાણે, ફ્લાઇટ દુબઈથી મુંબઈ માટે રવાના થઈ હતી ત્યારે બંને મુસાફરોએ બોટલ ખોલી પીવાની શરૂઆત કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ કે, જ્યારે તેમની પાસે બેસેલા મુસાફરે આ મામલે આપત્તિ વ્યક્ત કરી તો બંને નારાજ થઈ ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા.

એરલાઇન્સે તેમની ફરિયાદમાં જણાવ્યુ છે કે, બાપરડેકર ઊભા થયા, છેલ્લી લાઇનની એક સીટમાં ગયા અને ચેતવણી આપી હોવા છતાં પીવાનું ચાલુ રાખ્યુ હતુ. જ્યારે ડિસોઝાએ તેમની સીટ પર જ પીવાનું ચાલુ રાખ્યુ હતુ. જ્યારે એક ક્રૂ મેમ્બરે તેમની બોટલ લઈ લીધી તો બંનેએ તેની સાથે ગાળાગાળી કરી હતી.

ક્રૂ મેમ્બરે આ મામલે કેપ્ટનને જાણકારી આપી હતી અને જેવું વિમાન મુંબઈમાં ઉતર્યું, બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. એરલાઇન્સની ફરિયાદને આધારે મુંબઈ પોલીસે બંનેને પકડીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
First published:

Tags: Indigo airlines, Mumbai News