Home /News /national-international /દારૂ પીધા પછી યુવતીએ કરી દીધો કાંડ! 980 કિલોમીટર દૂરથી મંગાવી દીધી આ વસ્તુ, મોડા મોડા ભાન થયુ
દારૂ પીધા પછી યુવતીએ કરી દીધો કાંડ! 980 કિલોમીટર દૂરથી મંગાવી દીધી આ વસ્તુ, મોડા મોડા ભાન થયુ
alcoholalcohol
ZOMATO DELIVERED FOOD TO MUMBAI FROM BENGALURU: મુંબઈમાં એક યુવતીએ શુક્રવારે રૂ. 2,500 ની કિંમતની બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો. આ બાબતમાં કેસ શું હતો તે જાણીને તમને નવાઈ લાગશે.
ગયા વર્ષે ફૂડ ડિલિવરી સર્વિસ ઝોમેટો (Zomato)માં બિરયાની ખૂબ ફેવરિટ રહી હતી. દેશમાં પ્રતિ મિનિટ 186 ઓર્ડરની ડિલિવરી બિરયાનીની થઈ હતી. ત્યારે મુંબઈમાં એક યુવતીએ શુક્રવારે રૂ. 2,500 ની કિંમતની બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો. આ બાબતમાં કેચ શું હતો તે જાણીને તમને નવાઈ લાગશે. આ યુવતીએ બિરયાનીનો ઓર્ડર બેંગલુરુની રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કર્યો હતો! યુવતીએ (હેન્ડલ @subiii) ઓર્ડર પેજના સ્ક્રીનશોટ સાથે ટ્વિટ કર્યું હતું કે, શું મેં નશાની હાલતમાં બેંગ્લોરથી 2500 રૂપિયાની કિંમતની બિરયાની મંગાવી હતી?
જો કે બાદમાં ટ્વીટ અને એકાઉન્ટ ડિલીટ કરવામાં આવ્યા હતા.
સ્ક્રીનશૉટ મુજબ ઑર્ડર બેંગલુરુમાં મેઘના ફૂડ્સ તરફથી આપવામાં આવ્યો હતો, આ સ્થળને ઘણા લોકોએ 'શ્રેષ્ઠ' ગણાવ્યું છે. શનિવારે એવું ટ્વીટ કરવામાં આવ્યું હતું કે આ ઓર્ડર રવિવારે આવી જશે. આશ્ચર્યમાં પડેલી ઝોમેટોની ટ્વીટર (Zomato Twitter) ટીમ પણ આમાં જોડાઈ અને ટ્વીટ કર્યું: "Subii, એકવાર ઓર્ડર તમારા ઘર આવશે ત્યારે તમને હેંગઓવર થશે. અમને અનુભવ વિશે ચોક્કસથી જણાવજો.
કેવી લાગી બિરયાની? ઓર્ડર આવ્યા બાદ @subiii એ બિરયાની, સાલન, સલાડ અને પાપડના ફોટોગ્રાફ્સ સાથે ટ્વિટ કર્યું હતું કે તે 'અત્યાર સુધીનો શ્રેષ્ઠ નિર્ણય હતો.... જેના પર ઝોમેટોએ ટ્વીટ કરતા કહ્યું, "... મારો પગાર ક્યાં છે?"
ઘણા લોકોએ @subiii ની રેસ્ટોરન્ટની પસંદગીની પ્રશંસા કરી હતી. એક વ્યક્તિએ કહ્યું, મેઘના ફૂડ્સ શ્રેષ્ઠ છે (કદાચ બિરયાની ઝોન પછી).બીજાએ લખ્યું, મેઘનાની બિરયાની ખરેખર બહું જ યાદ આવે છે, હું આ નશામાં લીધેલા નિર્ણયને સંપૂર્ણ રીતે સમર્થન આપું છું. આ પોસ્ટે શહેરમાં 'શ્રેષ્ઠ' બિરયાની વિશે પણ ચર્ચા જગાવી હતી, જેમાં કોલકાતા અને હૈદરાબાદ ટોચના દાવેદારોમાં છે.
રાજ્યોમાં ઓર્ડર કેવી રીતે આપવામાં આવ્યો તે અંગે મૂંઝવણમાં રહેલા લોકો માટે જણાવી દઈએ કે ઝોમેટો 'ઇન્ટરસિટી લિજેન્ડ્સ' સેવા પ્રદાન કરે છે જે ગ્રાહકોને મુખ્ય ભારતીય શહેરોની કેટલીક રેસ્ટોરાંમાંથી પસંદગીની વિશેષતાઓ ઓર્ડર કરવાની મંજૂરી આપે છે. આ ઓર્ડરને ડિલિવર કરવામાં થોડા દિવસો લાગતા હોય છે. તેથી તે મુજબ પ્લાન કરો.
કંપનીએ સર્વિસની માહિતી આપતા જણાવ્યું હતું કે, "ઝોમેટો લીજેન્ડસ (Zomato Legends) એ ઝોમેટો દ્વારા આપવામાં આવેલી એક નવી ઓફર છે જે મોબાઇલ રેફ્રિજરેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શહેરોના સુપ્રસિદ્ધ રેસ્ટોરન્ટ્સમાંથી ભારતની સૌથી પ્રતિષ્ઠિત વાનગીઓની ડિલિવરી સુનિશ્ચિત કરે છે. મોબાઇલ રેફ્રિજરેશન ટેક્નોલોજીનો ઉપયોગ વાનગીની શેલ્ફ લાઇફ વધારે છે.
ઝોમેટો વિશે અન્ય એક સમાચારમાં વિનય સતી નામના આન્તરપ્રિન્યોરે 'ચોંકાવનારા કૌભાંડ 'નો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. તેણે ઝોમેટો એજન્ટો કંપની સાથે કેવી રીતે છેતરપિંડી કરવી તે જણાવ્યું છે. જોના પર ઝોમેટોના સીઈઓ દીપિન્દર ગોયલે કહ્યું, આ અંગે અમે વાકેફ છીએ અને હાલ આ લૂપહોલ્સનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર