Home /News /national-international /

Mumbai Drugs Case: ‘25 કરોડની ડીલ’થી કેસમાં નવો વળાંક આવ્યો, NCBના વાનખેડેએ સુરક્ષાની માંગ કરી

Mumbai Drugs Case: ‘25 કરોડની ડીલ’થી કેસમાં નવો વળાંક આવ્યો, NCBના વાનખેડેએ સુરક્ષાની માંગ કરી

આર્યન ખાન હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને મુંબઈની આર્થર રોડ જેલમાં છે. (Image- AFP)

વાનખેડેએ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ડ્રગ બસ્ટ કેસના સંબંધમાં તેમની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં કેટલાક ‘અજાણ્યા વ્યક્તિઓ’ સામેલ છે.

  મુંબઈ ડ્રગ્સ કેસમાં ફરી નવો વળાંક આવ્યો છે. રવિવારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ના એક સાક્ષીએ દાવો કર્યો છે કે, આ તપાસકર્તા એજન્સીએ તેને બ્લેન્ક પેપર પર સાઈન કરવાનું કહ્યું છે અને બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને છોડવા માટે 25 કરોડ રૂપિયાની લેતીદેતી થઈ છે. જોકે, એનસીબીએ આ આરોપોને ફગાવી દીધા છે.

  પ્રભાકર સેઇલ (40), 22 જુલાઈ 2021થી કિરણ ગોસાવીનો બોડીગાર્ડ છે. કિરણ ગોસાવી એ જ વ્યક્તિ છે જે રેવ પાર્ટીમાં પકડાયેલા આર્યન ખાનને એનસીબી ઓફિસ લઈ જતાં જોવા મળ્યા હતા. પ્રભાકર રાઘોજી સેઇલ આ કેસમાં પંચનામામાં પર સાઈન કરનારામાંથી એક છે. એક કથિત વિડીયોમાં પ્રભાકરે દાવો કર્યો છે કે તે વાનખેડેથી ડરી ગયો છે અને તેની જિંદગીને ખતરો છે.

  વિડીયોમાં તે જણાવે છે કે એનસીબી અધિકારીઓએ તેની પાસે કોરા કાગળ પર સહી કરાવી લીધી હતી. પ્રભાકર મરાઠીમાં કહે છે કે, ‘સમીર વાનખેડેને લાંચ મળ્યાની ચર્ચા પણ હતી...50 લાખ રૂપિયા રોકડા મેં એકઠાં કર્યા હતા.’

  પ્રભાકરે મીડિયાને જણાવ્યું કે, 3 ઓક્ટોબરે થયેલી રેડ બાદ જ્યારે આર્યન ખાનને એનસીબી ઓફિસ લાવવામાં આવ્યો હતો ત્યારે તેણે ગોસાવી અને સેમ ડીસુઝાની 25 કરોડ રૂપિયાની લાંચની વાત સાંભળી લીધી હતી પણ છેલ્લે વાત 18 કરોડ પર અટકી હતી કેમકે તેમને 8 કરોડ એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને આપવાના હતા.

  પ્રભાકરે જણાવ્યું કે રેઇડ બાદ એનસીબી અધિકારીઓ સાથે ગોસાવી આર્યન ખાનને સફેદ ઇનોવા કારમાં એનસીબી ઓફિસ લઈ ગયો હતો. પ્રભાકરે કહ્યું કે તે અને ડિસુઝા ગોસાવીની પાછળ બીજી કારમાં આવ્યા હતા. ત્યારબાદ ડિસુઝા અને ગોસાવી લોઅર પરેલ ગયા હતા, જ્યાં બ્લુ કલરની મર્સિડિઝ કાર આવી હતી જેમાં શાહરુખ ખાનની મેનેજર પૂજા દાદલાની હતી.

  ગોસાવી અને દાદલાની કારમાં બેઠાં અને વાતો કરવા લાગ્યા. એ બધા 15 મિનિટમાં ત્યાંથી નીકળી ગયા. પ્રભાકરે દવાઓ કર્યો કે ગોસાવીએ છેલ્લે તેને 21 ઓક્ટોબરે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તે દેશમાં નથી. તેણે કહ્યું કે તે પોલિસ સ્ટેશનમાં સરેન્ડર કરી દેશે.

  પ્રભાકરે નોટરાઇઝ્ડ એફિડેવિટ તૈયાર કરીને કોર્ટમાં સબમિટ કરી છે. તેણે એવું પણ જણાવ્યું કે ગોસાવીને બે વ્યક્તિઓએ 50 લાખ રૂપિયા પહોંચાડ્યા હતા અને પછી તેમણે 38 લાખ રૂપિયા પાછા આપી દીધા હતા.

  NCBએ આરોપો ફગાવ્યા

  સત્તાવાર નિવેદનમાં એનસીબીએ જણાવ્યું છે કે કેસના એક સાક્ષી તરીકે પ્રભાકરે તેનું નિવેદન સોશ્યલ મીડિયાને બદલે કોર્ટમાં નોંધાવવું જોઈએ. એનસીબી ડીડીજી મુથા અશોક દ્વારા સાઈન કરાયેલા નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે વાનખેડેએ આ આરોપોને નકાર્યા છે. ‘આ ઉપરાંત, સોગંદનામામાં અમુક વ્યક્તિઓ સામે તકેદારી સંબંધિત આક્ષેપો છે જે પ્રભાકર દ્વારા કરાયેલી સુનાવણી પર આધારિત છે. સોગંદનામાનું કેટલીક કન્ટેન્ટ તકેદારી બાબતોથી સંબંધિત હોવાથી હું એફિડેવિટને ડાયરેક્ટર જનરલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને મોકલીને અને આગળની જરૂરી કાર્યવાહી માટે વિનંતી કરું છું.’

  અગાઉ એનસીબીના એક ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે સીએનએન-ન્યૂઝ18 ને જણાવ્યું હતું કે, આ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા દાવાઓને ‘યોગ્ય પુરાવા અથવા પુરાવા દ્વારા સમર્થન આપવામાં આવતું નથી’. જો એનસીબી ખંડણીમાં સામેલ હોત, તેઓએ આ દાવાઓને બીજા સ્થાને સીડીઆર વિગતો, સીસીટીવી ફૂટેજ વગેરે પ્રદાન કરવા જોઈએ. જો દાવાઓ મુજબ પેમેન્ટ થયું હોય, તો શા માટે કથિત આરોપીને અરેસ્ટ તરીકે દર્શાવવામાં આવ્યા હતા’ અધિકારીએ ઉમેર્યું.

  સમીર વાનખેડેએ સુરક્ષાની માગણી કરી

  દરમિયાન, વાનખેડેએ રવિવારે મુંબઇ પોલીસ કમિશનરને વિનંતી કરી હતી કે તેની વિરુદ્ધ ‘બાહ્ય હેતુ’ના આધારે ખોટી રીતે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવે. વાનખેડેએ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ડ્રગ બસ્ટ કેસના સંબંધમાં તેમની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં કેટલાક ‘અજાણ્યા વ્યક્તિઓ’ સામેલ છે.

  વાનખેડેએ તેમના પત્રમાં જૈનના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે તેમણે પ્રભાકરનું સોગંદનામું NCBના ડિરેક્ટર જનરલને મોકલી આપ્યું છે અને જરૂરી કાર્યવાહીની વિનંતી કરી છે.

  તો શિવસેનાએ આ સનસનીખેજ વિડીયોને ચોંકાવનારો કહ્યો છે. વિડીયો શેર કરીને શિવસેના લીડર સંજય રાઉતે પોલિસને સુઓમોટો અરજી કરવાનું કહ્યું છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Aryan Khan, Latest News, NCB, NCB Latest News, Sameer Wankhede

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन