NIA ને સોંપવામાં આવી શકે છે મુંબઇ ડ્રગ્સ કેસની તપાસ, સૂત્રોનાં હવાલાથી ખબર
NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે
Mumbai Drugs Bust Case: આ મામલાની લિંક ઇન્ટરનેશનલ રેકેટ (International Racket) સાથે જોડાયેલી હોઇ શકે છે. આ હાઇપ્રોફાઇળ કેસમાં એક મોટું ષડયંત્ર અને દેશ પર સંભવિત ખતરાની જેમ જોતા આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી શકે છે. આ પહેલાં મુંબઇ ડ્રગ્સ કેસની તપાસ પર અનિયમિતતાનાં ઘણાં આરોપો લાગી ચુક્યાં છે.
મનોજ ગુપ્તા: મુંબઇ ડ્રગ્સ કેસ મામલે (Mumbai Drugs Bust Case)ની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NA)ને સોપવામાં આવી શકે છે. CNN ન્યૂઝ18નાં સૂત્રોનાં હવાલાથી આ ખબર આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ, આ કેસની લિંક ઇન્ટરનેશનલ રેકેટ (International Racket) સાથે જોડાયેલી છે. આ હાઇપ્રોફાઇલ કેસમાં એક મોટું ષડયંત્ર અને દેશ પર સંભવિત ખતરાની જેમ જોતા આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી શકે છે. આ પહેલાં મુંબઇ ડ્રગ્સ કેસની તપાસ પર અનિયમિતતાનાં ઘણાં આરોપો લાગી ચુક્યાં છે.
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, NIAની ટીમ મુંબઇ NCBનાં ઝોનલ ઓફિસમાં આવી હતી અને અહીં તેમણે બે કલાકનો સમય વીતાવ્યો હતો. મુંબઇનાં ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેનાં નેતૃત્વ ડ્રગ્સ કેસમાં રેઇડ પાડવામાં આવી હતી. પણ આ મામલે તપાસમાં ખુદ વાનખેડે પર ઘણાં આરોપો લાગ્યાં છે. કેસનો એક સાક્ષી પ્રભાકર સેલે વાનખેડે પર આ કેસથી દૂર કરવા માટે 25 કરોડ રૂપિયા આપવાનો આરોપ લગાવ્યો છે. જે બાદ તે પોતે અંડરગ્રાઉન્ડ થઇ ગયો છે. સૂત્રો તરફથી જણાવવામાં આવ્યું છે કે, તપાસ આપવાનું નોટિફિકેશન જલદી જ જારી થઇ શકે છે.
તો NCBએ આ કેસની તપાસ NIAને સોપવા પર આપત્તિ થઇ શકે છે. સૂત્રો મજુબ, NCBને લાગે છે કે, NIAનાં હસ્તક્ષેપ તેમનાં અધિકારને કમજોર કરશે અને ભવિષ્યની અન્ય તપાસમાં તેમની શાખ કમજોર થશે. એક અધિકારીએ કહ્યું કે, 'તેમને અત્યાર સુધીની તપાસમાં કોઇ જ આતંકવાદી એંગલ મળ્યું નથી.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર