Mumbai Drugs Case: આર્યન પોતાના મિત્ર અરબાઝ પાસેથી લેતો હતો ડ્રગ્સ, વિતરણમાં મુખ્ય રોલ- NCB

આર્યન ખાન

Mumbai Drugs Case: આર્યનના વકીલ સતીશ માનશિંદે (Satish Maneshinde) સતત એવું કહી રહ્યા છે કે તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.

  • Share this:
    મુંબઈ: મુંબઈ ડ્રગ્સ કેસ (Mumbai drugs case)માં ધરપકડ કરવામાં આવેલા બોલિવૂડ બાદશાહ શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ની જામીન અરજી પર મુંબઈની ખાસ અદાલતમાં સુનાવણી ચાલી રહી છે. બુધવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. એનસીબીનું કહેવું છે કે આર્યન ખાન પાસે ભલે ડ્રગ્સ નથી મળ્યું પરંતુ તે ષડયંત્રમાં સામેલ છે. મેજિસ્ટ્રેટ કોર્ટ તરફથી જામીન અરજી ફગાવવામાં આવ્યા બાદ આજે વિશેષ અદાલતમાં સુનાવણી થઈ છે. મેજિસ્ટ્રેટ કોર્ટે અધિકાર ક્ષેત્રમાં ન હોવાનું જણાવીને આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી.

    બુધવારે એનસીબી તરફથી કોર્ટમાં જવાબ દાખલ કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ જણાવ્યું કે, આર્યન ખાન ષડયંત્રમાં સામેલ હતો. આર્યન કૉન્ટ્રાબેન્ડની ખરીદીની આરોપ છે. કૉન્ટ્રાબેન્ડ અરબાઝ મર્ચન્ટ (Arbaaz Merchant) પાસેથી મળી આવ્યું હતું. મર્ચન્ટની અરજી પણ પણ સુનાવણી થઈ રહી છે.

    આરોપી નંબર-1 આર્યન ખાનના રોલ અંગે એનસીબીએ પોતાના જવાબમાં વિસ્તારથી જણાવ્યું કે-

    1) આર્યન ખાને અરબાઝ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હતું.

    2) તપાસ દરમિયાન જે પુરાવા સામે આવ્યા છે તે પ્રમાણે આર્યન ખાન ડ્રગ્સની ખરીદી અને તેના વિતરણમાં સંડોવાયેલો છે.

    3) આરોપી નંબર 17 અચીત કુમાર અને આરોપી નંબર 19 શિવરાજ હરીજન આર્યન અને અરબાઝને ડ્રગ્સ પૂરું પાડે છે.

    4) આર્યન અને અરબાઝ સાથે ફરતા હતા. NDPSની કલમ 29 લગાવવા માટે આટલું પૂરતું છે.

    5) તપાસ પ્રમાણે અરબાઝ અને આર્યને સાથે મુસાફરી કરી તેનાથી એક વાત સ્પષ્ટ છે કે બંને સમાન ઇરાદા માટે ક્રૂઝ પર ગયા હતા.

    6) ભલે આરોપીઓ પાસેથી ડ્રગ્સ મળ્યું ન હોય અથવા ખૂબ ઓછા પ્રમાણમાં ડ્રગ્સ મળ્યું હોચ પરંતુ અપરાધના ષડયંત્રમાં આ આરોપીઓની ભાગીદારી તપાસનો આધાર બને છે.

    આ પણ વાંચો:  ડ્રગ્સ રાખવાં કે સેવન કર્યાનો ગુનો સાબિત થાય તો શું સજા થઇ શકે, જાણો શું કહે છે ભારતીય કાયદો

    આર્યન નિર્દોષ હોવાનું વકીલનું રટણ

    બીજી તરફ આર્યનના વકીલ સતીશ માનશિંદે સતત એવું કહી રહ્યા છે કે આર્યનને ફસાવવામાં આવ્યો છે. તેની પાસેથી કોઈ જ નશીલો પદાર્થ નથી મળ્યો. આથી એનસીબીએ તેને કસ્ટડીમાં રાખવાનો કોઈ અધિકાર નથી. મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટ તરફથી કોર્ટમાં પહોંચેલા વરિષ્ઠ વકીલ તારક સૈયદે કહ્યુ કે, જ્યારે આરોપીઓ આખું જહાજ ખરીદી શકે છે તો તેઓ ત્યાં પાંચ ગ્રામ ચરસ વેચવા શા માટે જાય?

    એનસીબી અધિકારીએ લગાવ્યા આરોપ

    એનસીબી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ આરોપ લગાવ્યો છે કે અમુક લોકો તેમની ગતિવિધિ પર નજર રાખી રહ્યા હતા. બીજી તરફ સરકાર તરફથી વાનખેડે પર નજર રાખવામાં આવી રહી હોવાની વાતનો ઇન્કાર કરવામાં આવ્યો છે. વાનખેડેએ ત્રીજી ઓક્ટોબરના રોજ ક્રૂઝ શિપ પર થયેલા દરોડાંની આગેવાની કરી હતી.

    આ પણ વાંચો: આર્યનની ધરપકડ બાદ શાહરુખ ખાનને ઝટકો, BYJU'Sએ તમામ જાહેરાત અટકાવી

    મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વલસે પાટિલે કહ્યુ કે, ડ્રગ કેસની તપાસ કરી રહેલા સમીર વાનખેડેને ટ્રેક કરવાનો કોઈ આદેશ જાહેર કરવામાં આવ્યા નથી. તેમણે કહ્યું, "અમે પોલીસ કે રાજ્યના ગુપ્ત વિભાગને સમીર વાનખેડેનો પીછો કરવાનો કોઈ આદેશ નથી કર્યો. તેમણે મહારાષ્ટ્ર પોલીસ ડીજીને ફરિયાદ કરી છે. અમે આ કેસની તપાસ કરીશું."
    Published by:Vinod Zankhaliya
    First published: