Mumbai Drug Bust: એરપોર્ટ પર રોકી હતી વર્લ્ડ કપ ટ્રોફી, હવે ક્રૂઝ પર કરી Raid- જાણો કોણ છે NCBના સમીર વાનખેડે

સમીર વાનખેડે 2008 બેચેના IRS અધિકારી છે, જેમણે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ડ્રગ્સના કાવતરાની તપાસ કરી હતી.

Mumbai Drugs Raid: ગોવા જતી ક્રૂઝ પર દરોડો પાડી બોલિવૂડને હલાવી દેનાર NCB અધિકારી Sameer Wankhede કોણ છે?

 • Share this:
  મુંબઈ. બોલિવુડની (Bollywood) દુનિયામાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે અને તેનું કારણ છે નાર્કોટિક્સ કન્રોguલ બ્યૂરોના (NCB) અધિકારી સમીર વાનખેડે (Sameer Wankhede). ભારતીય રેવન્યૂ સર્વિસના અધિકારી (Indian Revenue Services) સમીર વાનખેડે જ એ અધિકારી છે, જેમણે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં અભિનેત્રી રિયા ચક્રવર્તીની વિરુદ્ધ ડ્રગ્સના કાવતરાની તપાસ કરી હતી અને હવે તેઓ ફરી એકવાર મુંબઈમાં એક ક્રૂઝ શિપ પર દરોડાને લઈને ચર્ચામાં છે જ્યાં બોલિવૂડ પર ફરીથી શંકાન સોય છે. સંયોગથી વાનખેડેનું એક વિશેષ બોલિવૂડ કનેક્શન પણ છે. તેમણે લોકપ્રિય મરાઠી અભિનેત્રી ક્રાંતિ રેડકર સાથે લગ્ન કર્યા છે. રેડકરે વર્ષ 2003માં રિલીઝ થયેલી ફિલ્મ ગંગાજલમાં અભિનેતા અજય દેવગણ સાથે કામ કર્યું છે. વાનખેડે અને ક્રાંતિએ માર્ચ 2017માં લગ્ન કર્યા હતા. વાનખેડે વર્ષ 2008ની બેચના IRS અધિકારી છે.

  તેમનું પહેલું પોસ્ટિંગ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ અધિકારી તરીકે થઈ હતી. છેલ્લા બે વર્ષમાં તેમના નેતૃત્વવાળી એક ટીમે તપાસમાં 17,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં સફળતા મળી હતી. વર્ષ 2008થી 2020 સુધી તેઓ એર ઇન્ટેલિજન્સ યૂનિટના ઉપાયુક્ત, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના એડિશનલ એસપી, DRIના સંયુક્ત આયુક્ત અને NCBના ઝોનલ નિદેશકના પદ પર રહી ચૂક્યા છે.

  જાણીતી હસ્તીઓને નહોતી આપ્યું કસ્ટમ ક્લિયરન્સ

  સીમા શુલ્ક વિભાગમાં સેવા કરવા દરમિયાન તેમણે કથિત રીતે અનેક જાણીતી હસ્તીઓને ત્યાં સુધી કસ્ટમ ક્લિયરન્સ નહોતી આપી જ્યાં સુધી તેમણે વિદેશી કરન્સીમાં ખરીદવામાં આવેલા સામાનનો ખુલાસો નહોતો કર્યો અને તેની પર ટેક્સ નહોતો ચૂકવ્યો. તેમણે ટેક્સી ચૂકવણી નહીં કરવા માટે 2,000થી વધુ હસ્તીઓની વિરુદ્ધ કેસ નોંધ્યા છે.

  આ પણ વાંચો, Mumbai Drug Bust: શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન અટકાયતમાં, ડ્રગ્સ લેવાની કરી કબૂલાત- NCB સૂત્ર

  વર્ષ 2013માં વાનખેડેએ ગાયક મીકા સિંહને મુંબઈ એરપોર્ટ પર વિદેશી કરન્સી સાથે પકડ્યો હતો. અધિકારીએ અનુરાગ કશ્યપ, વિવેક ઓબેરોય અને રામગોપાલ વર્મા સહિત અનેક બોલિવૂડ સેલેબ્સના સ્વામિત્વવાળી સંપત્તિઓ પર દરોડા પાડ્યા છે. વર્ષ 2011માં સોનાથી બનેલી ક્રિકેટ વિશ્વ કપ ટ્રોફીને પણ કસ્ટમ ડ્યૂટી આપ્યા બાદ જ મુંબઈ એરપોર્ટથી લઈ જવા દીધી હતી.

  આ પણ વાંચો, રાજસમંદમાં Rave Party પર પોલીસની મોટી કાર્યવાહી, 30 યુવક-યુવતીઓ વાંધાજનક સ્થિતિમાં ઝડપાયા

  આ વખતે તેમની આગેવાનીમાં NCBએ શનિવાર સાંજે મુંબઈમાં એક પેસેન્જર ક્રૂઝ શિપ પર દરોડા પાડ્યા અને એક રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો જ્યાં ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ક્રૂઝ પર અનેક લોકો સવાર હતા. ક્રૂઝ ગોવા તરફ જઈ રહ્યું હતું. ક્રૂઝ પર સવાર કેટલાક લોકો પાસેથી પ્રતિબંધિત માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યું છે. NCBના સૂત્રો મુજબ, પકડાયેલા લોકોમાં શાહરૂખ ખાનનો (Shah Rukh Khan) દીકરો આર્યન (Aaryaan Khan) પણ સામેલ છે.
  Published by:Mrunal Bhojak
  First published: