Home /News /national-international /

મુંબઈઃ DRIએ મુંબઈ એરપોર્ટ પરથી રૂ.31 લાખની વિદેશી કરન્સી ઝડપી

મુંબઈઃ DRIએ મુંબઈ એરપોર્ટ પરથી રૂ.31 લાખની વિદેશી કરન્સી ઝડપી

મુંબઈઃ DRIએ મુંબઈ એરપોર્ટ પરથી રૂ.31 લાખની વિદેશી કરન્સી ઝડપી.

    મુંબઈઃ DRI દ્વારા ફરી વિદેશી કરન્સીના સ્મગલિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. DRIની ટીમે દુબઈથી ભારતમાં લાવવામાં આવી રહેલી રૂ.31 લાખની વિદેશી કરન્સીને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડી છે.

    મળતી વધુ વિગત મુજબ, DRI દ્વારા હજી બે દિવસ પહેલાં જ અમદાવાદ એરપોર્ટ પરથી એરપોર્ટથી 25.25 લાખની વિદેશી કરન્સી ઝડપી પાડી ભારતથી બેંગકોક સુધી ચાલી રહેલા વિદેશી કરન્સી અને ગોલ્ડ સ્મગ્લિંગનો પર્દાફાશ કર્યો કરવામાં આવ્યો હતો. પાડી હતી તેમ જ ગયા મહિને વોચ રાખી અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને બેંગલોરના એરપોર્ટ પરથી કુલ રૂ.5.50 કરોડથી વધુનું સોનું પકડી પાડ્યું હતું.

    મળેલી બાતમીને આધારે DRIએ વોચ રાખી મુંબઈ એરપોર્ટથી રૂ.31 લાખની વિદેશી કરન્સી ઝડપી પાડી હતી. વિદેશી કરન્સી દુબઈથી ભારતમાં લાવવામાં આવી રહી હતી એ દરમિયાન પકડાઈ હતી. આરોપીઓ દ્વારા અલગ-અલગ જગ્યાએ છુપાઈને વિદેશી સ્મગલિંગ કરાઈ રહ્યું હતું. પોલીસે આરોપી પાસેથી કરન્સી જપ્ત કરી વધુ આગળ તપાસ કરી રહી છે. DRI-પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે અને બધાં જ એરપોર્ટ પર વોચ ગોઠવી દેવામાં આવી છે. દેશમાં ઇલેક્શનને લઈ આવનારા સમયમાં હજી વધુ કરન્સી અને સોનું પકડાવાની સંભાવના DRI દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: DRI, મુંબઇ

    આગામી સમાચાર