'બધા તબિયત સાચવજો, શરીર નાશવંત છે પરંતુ આત્મા અમર છે,' મુંબઈના મહિલા ડૉક્ટર કોરોના સામે જંગ હાર્યાં

'બધા તબિયત સાચવજો, શરીર નાશવંત છે પરંતુ આત્મા અમર છે,' મુંબઈના મહિલા ડૉક્ટર કોરોના સામે જંગ હાર્યાં
ડૉક્ટર મનિષા.

ડૉક્ટર મનિષા જાધવે રવિવારે ફેસબુક પર ભાવુક સંદેશ લખીને બધાને આવજો કહ્યું હતું, સોમવારે કોરોના સામે લડતાં લડતાં હારી ગયા.

  • Share this:
    મુંબઈ: "કદાચ ગુડ મૉર્નિંગનો આ મારો છેલ્લો સંદેશ છે. હવે હું તમને કદાચ અહીં આ પ્લેટફોર્મ પર નહીં મળી શકું." મુંબઈમાં એક 51 વર્ષીય મહિલા તબીબે (Woman doctor) સોમવારે કોરોનાની બીમારી (Coronavirus)માં દમ તોડી દીધો હતો. સેવરી ટીબી હૉસ્પિટલના સીનિયર મેડિકલ ઑફિસર ડૉક્ટર મનિષા જાધવે (Dr Manisha Jadhav) તેમની ફેસબુક વોલ પર આ અંતિમ પોસ્ટ કરી હતી. આ પોસ્ટ કર્યાંના બીજા જ દિવસમાં તેમનું કોરનાથી નિધન થયું હતું.

    રવિવારે ડૉક્ટર મનિષાએ પોતાની ફેસબુક વૉલ પર એક પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, "કદાચ ગુડ મૉર્નિંગનો આ મારો છેલ્લો સંદેશ છે. હવે હું તમને કદાચ અહીં આ પ્લેટફોર્મ પર નહીં મળી શકું. બધા પોતાની તબિયતનું ધ્યાન રાખજો. શરીરનો નાશ થાય છે, પરંતુ આત્મા અમર છે, આત્મા અવિનાશી છે."



    આ પણ વાંચો: રાજકોટ: હાઉસફૂલ હૉસ્પિટલમાં 9,000 રૂપિયા આપો અને બેડ મેળવો, લાલચુ યુવકનો વીડિયો વાયરલ

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ડૉક્ટર મનિષા પોતાની ડૉક્ટર તરીકેની ફરજ ખૂબ જ સારી રીતે નિભાવવા માટે જાણીતા હતી. આ ઉપરાંત તેઓ વહીવટી કામમાં પણ એટલા જ કુશળ હતા. ડૉક્ટર મનિષાએ કોરોનાને કારણે તેમનો જીવ ગુમાવવો પડ્યો છે.

    આ પણ વાંચો: કોરોના રસી મૂકાવો અને બે કિલો ટામેટા મફત મેળવો! રસીકરણને પ્રોત્સાહન આપવા અનોખી યોજના

    ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં 18,000 ડૉક્ટર કોરોના સંક્રમિત થયા છે, જેમાંથી 168 ડૉક્ટરોનાં નિધન થયા છે.



    મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ

    અહીં મંગળવારે 62,097 નવા દર્દી નોંધાયા છે, જ્યારે 54,224 દર્દી સાજા થયા છે. આ દરમિયાન કુલ 519 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં અત્યારસુધી કુલ 39.60 લાખ લોકો મહામારીની ઝપટમાં આવી ગયા છે, જેમાંથી 32.13 લાખ દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી મહારાષ્ટ્રમાં કુલ 61,343 લોકોનાં મોત થાય છે. હાલ રાજ્યમાં 6.83 લાખ લોકોની સારવાર ચાલી રહી છે.



    આ પણ વાંચો: રાજકોટ: દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે જ કાળમુખો કોરોના માતાપિતાને ભરખી ગયો

    દેશમાં એક જ દિવસમાં 2020 લોકોનાં મોત

    ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે (Coronavirus second wave) દેશમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં એક જ દિવસમાં કોરોના વાચસના આશરે ત્રણ લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેસમાં પ્રથમ વખત કોરોનાથી 24 કલાકમાં જ 2020 લોકોનાં મોત થયા છે. આ દરમિયાન 1.66 લાખ લોકો કોરોનાથી સાજા થયા છે. કોરોના વાયરસથી હાલ દેશમાં 1.56 કરોડ લોકો સંક્રમિત (Coronavirus India) થઈ ચૂક્યા છે. જેમાંથી 1.32 કરોડ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના વાયરસના કુલ મોત (Death)નો આંકડો 1.82 લાખને પાર થઈ ગયો છે. હાલ દેશમાં 21.50 લાખ સક્રિય દર્દીઓ છે.

    આ પણ વાંચો: કોરોનાનો કહેર: મહિલા ડૉક્ટરે રડતાં રડતાં કહ્યું,- 'પહેલા આવી સ્થિતિ ક્યારેય નથી જોઈ'

    દૈનિક મોતના કેસમાં ભારત ફરી એકવાર વિશ્વમાં ટોચ પર પહોંચી ગયું છે. બીજા નંબર પર બ્રાઝીલ અને ત્રીજા નંબર પર અમેરિકા છે. બ્રાઝીલમાં હાલ દૈનિક 1,500 લોકોનાં મોત થઈ રહ્યા છે. જ્યારે અમેરિકામાં દૈનિક 400-500 લોકોનાં મોત થઈ રહ્યા છે. મંગળવારે ભારતમાં 2020 લોકોનાં મોત થયા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:April 21, 2021, 13:51 pm

    ટૉપ ન્યૂઝ