મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં બોમ્બની ધમકી મળી
ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને મંગળવારે ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં અજાણ્યા ફોન કરનારે સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપી હતી. ફોન કરનારે ફોન પર કહ્યું કે તેણે સ્કૂલમાં ટાઈમ બોમ્બ લગાવ્યો છે.
મુંબઈઃ મુંબઈમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ વખતે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને મંગળવારે ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં અજાણ્યા ફોન કરનારે સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપી હતી. ફોન કરનારે ફોન પર કહ્યું કે તેણે સ્કૂલમાં ટાઈમ બોમ્બ લગાવ્યો છે અને તેણે આટલું કહેતાં જ કોલ કટ કરી દીધો. આ પછી ગભરાટ ફેલાયો હતો અને પોલીસને તેની જાણ કરવામાં આવી હતી.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, સવારે 4.30 વાગ્યે સ્કૂલની લેન્ડલાઈન પર ધમકીનો કોલ આવ્યો હતો. ફોન કરનારે દાવો કર્યો હતો કે તેણે સ્કૂલમાં ટાઈમ બોમ્બ પ્લાન્ટ કર્યો હતો. આ પછી તેણે ફોન કાપી નાખ્યો. આ ઘટના બાદ તરત જ સ્કૂલે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો અને સમગ્ર વાત જણાવી. શાળાની ફરિયાદના આધારે, બીકેસી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 505 (1) (બી) અને કલમ 506 હેઠળ અજાણ્યા કોલર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને પોલીસને થોડી સફળતા પણ મળી છે. મુંબઈ પોલીસે કહ્યું કે ફોન કરનારને ટ્રેસ કરી લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ધમકીભર્યો કોલ આવ્યો હતો, જેમાં ફોન કરનારે હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપી હતી અને અંબાણી પરિવારને પણ ધમકી આપી હતી.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર