Home /News /national-international /'CM શિંદેના પુત્રએ મને મારવા માટે સોપારી આપી', સંજય રાઉતે ફડણવીસને પત્ર લખીને કર્યો મોટો દાવો

'CM શિંદેના પુત્રએ મને મારવા માટે સોપારી આપી', સંજય રાઉતે ફડણવીસને પત્ર લખીને કર્યો મોટો દાવો

મને CM શિંદેના પુત્રએ મને મારવા માટે સુપારી આપી

મહારાષ્ટ્રના શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે (Sanjay Raut) ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસને (Devendra Fadnavis) પત્ર મોકલીને કહ્યું છે કે, તેમના જીવને ખતરો છે. સીએમ શિંદેના પુત્રએ મને મારવાનો કોન્ટ્રાક્ટ ગુંડાઓને આપ્યો છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Maharashtra, India
મુંબઈ: મહારાષ્ટ્રના શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે (Sanjay Raut) કહ્યું છે કે, સીએમ એકનાથ શિંદેના પુત્રએ તેમની હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. સાંસદ સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસને (Devendra Fadnavis) પત્ર લખ્યો છે. તેણે કહ્યું કે, તેનો જીવ જોખમમાં છે. પત્રમાં લખ્યું છે કે, તેને માહિતી મળી છે કે થાણેનો એક મોટો ગુંડો રાજ ઠાકુર અને તેની ગેંગ તેને મારવા માંગે છે. આ મામલે ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, તેમને (સંજય રાઉત)ને સુરક્ષાની જરૂર છે કે, તેઓને ધમકીઓ મળી છે, તે પહેલા જાણવાની જરૂર છે.

આ પણ વાંચો: Shiv Sena: શિવસેનાનું નામ અને નિશાન શિંદે જૂથને પરમેનન્ટ, ચૂંટણી પંચનો આદેશ

ફડણવીસે કહ્યું કે, મેં તેમનો પત્ર રાજ્યની ગુપ્તચર સંસ્થાને મોકલ્યો છે, તેમની ધમકીની ધારણા કેટલી છે, તે રિપોર્ટ તૈયાર થશે, પછી ડીજી નક્કી કરશે કે, સુરક્ષા આપવી કે નહીં. રોજ નવી સનસની ફેલાવવાથી કંઈ થતું નથી. જો રાજ્યમાં કોઈના જીવને ખતરો છે, તો અમારી સરકાર તેમને સુરક્ષા આપશે, પરંતુ ઓહાપો ન ફેલાવો.

પોલીસ કમિશનરને પણ પત્ર પાઠવ્યો

સંજય રાઉતે પણ આવો જ પત્ર મુંબઈ પોલીસ કમિશનર અને થાણે સિટી પોલીસ ઓફિસરને મોકલ્યો છે. તેણે લખ્યું છે કે, મેં તેની પુષ્ટિ કરી છે. હું એક જવાબદાર નાગરિક તરીકે તમને જાણ કરું છું. શિંદેના જૂથના ધારાસભ્ય સંજય શિરસાટે કહ્યું કે, સંજય રાઉત સસ્તી રણનીતિ અપનાવી રહ્યા છે. તેમના આરોપોને કોઈ સત્ય તરીકે સ્વીકારી શકે નહીં. તેઓ સ્ટંટ કરી રહ્યા છે, પરંતુ તેમના આરોપોની તપાસ થવી જોઈએ, જેથી સત્ય બહાર આવે.
First published:

Tags: Crime news, Eknath Shinde, Maharashtra News, Sanjay raut