મુંબઈ: રેલવે સ્ટેશન (Railway stations) પર ક્યારેક ખોટી ઉતાવળમાં મુસાફરો (Railway passengers)એ પોતાનો જીવ ગુમાવવા પડતો હોય છે. અનેક વખતે ફટાફટ પહોંચડવાના ચક્કરમાં લોકો પ્લેટફોર્મ બ્રિજ (Platform bridge)નો ઉપયોગ કરવાને બદલે પાટા કૂદીને બીજા પ્લેટફોર્મ પર પહોંચી જતા હોય છે. લોકોને લાગે છે કે પાટા કૂદીને તેએ સરળતાથી બીજા પ્લેટફોર્મ (Railway platform) પર પહોંચી શકે છે. જોકે, અનેક વખત આવી ભૂલ ભારે પડે છે. લોકો દુર્ઘટનાનો ભોગ બની જતા હોય છે. આવો જ એક બનાવ મુંબઈના દહિસર રેલવે સ્ટેશન (Dahisar railway station) પર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. અહીં એક 60 વર્ષીય વૃદ્ધનો જીવ માંડ માંડ બચ્યો હતો. અંતિમ ક્ષણે એક પોલીસકર્મી તેમને બચાવવા દોડી આવ્યો હતો.
15 સેકન્ડનો આ વીડિયો જોઈને તમારે રુવાંટા ઊભા થઈ જશે. સીસીટીવીમાં આ આખો બનાવ કેદ થઈ ગયો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્ટેશન પર કોઈ જ ભીડ નથી. 60 વર્ષીય વૃદ્ધ સામેના પ્લેટફોર્મ પરથી આવીને આ તરફના પ્લેટફોર્મ પર ચઢવાનો પ્રયાસ કરે છે. આ માટે તેમણે એક પ્લેટફોર્મ પરથી પાટા પર કૂદકો માર્યો હતો. આ દરમિયાન તેમનું એક જોડું નીકળી જાય છે. જે બાદમાં તે જોડું હાથમાં લઈને બીજી તરફ જાય છે. જોડું પહેરીને તેઓ ફરીથી ટ્રેક પાર કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન વૃદ્ધને ખબર નથી રહેતી કે એક ટ્રેન જમણી તરફ આવી રહી છે.
એ એક સેકન્ડ
આ દરમિયાન મહારાષ્ટ્ર પોલીસના એક કર્મીની નજર વૃદ્ધ પર પડી જાય છે. તે દોડીને તેમની પાસે પહોંચે છે. ત્યારે જ પ્લેટફોર્મ પર અચાનક ટ્રેન આવી જાય છે. બિલકુલ અંતિમ ક્ષણમાં જ પોલીસકર્મીએ તે વૃદ્ધને બે હાથથી ઉપર ખેંચી લીધા હતા. જે બાદમાં ટ્રેન ત્યાંથી પસાર થાય છે. જો એક સેકન્ડનું પણ મોડું થતું તો વૃદ્ધનો જીવ ચાલ્યો જતો.
#WATCH | Maharashtra: A constable of Mumbai Police helped a 60-year-old man, who got stuck at a railway track, save his life at Dahisar railway station in Mumbai yesterday. pic.twitter.com/lqzJYf09Cj
આ બનાવ પહેલી જાન્યુઆરીના રોજ સવારે 11 વાગીને 36 મિનિટે બન્યો હતો. વૃદ્ધ કોણ છે તેના વિશે હાલ કોઈ માહિતી સામે આવી નથી. આ અંગેનો વીડિયો હાલ વાયરલ થઈ ગયો છે. વૃદ્ધના કિસ્મત સારા હતા કે તેમનો જીવ બચી ગયો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર