જ્યારે મુંબઈના 40 માળના બિલ્ડિંગ પરથી વહેવા લાગ્યું 'ઝરણું'

News18 Gujarati
Updated: September 5, 2019, 3:02 PM IST
જ્યારે મુંબઈના 40 માળના બિલ્ડિંગ પરથી વહેવા લાગ્યું 'ઝરણું'
બિલ્ડિંગ પરથી નીચે આવી રહેલું પાણી.

મુંબઈમાં વરસાદને કારણે 40 માળના બિલ્ડિંગ પરથી નીચે પડી રહેલા પાણીને જોઇને એવું લાગે કે કોઈ ઝરણું વહી રહ્યું છે.

  • Share this:
દેશની આર્થિક રાજધાની મુંબઈ, સતત પડી રહેલા વરસાદને કારણે બેહાલ છે. ગુરુવારે વરસાદ બંધ થયો છે પરંતુ પરિસ્થિતિ સામાન્ય થતા થોડો સમય લાગી શકે છે. વરસાદ બંધ થતાં લોકોને પહેલાની સરખામણીમાં રાહત જરૂર થઈ છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર થંભી ગયો હતો. સાથે જ તંત્ર તરફથી લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપામાં આવી છે. આ દરમિયાન એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો દક્ષિણ મુંબઈ (South Mumbai)ની એક બહુમાળી ઇમારત (Skyscraper)નો છે. સતત વરસાદને કારણે 40 માળની ઇમારત પરથી ઝરણા (Water fall)ની જેમ પાણી નીચે પડી રહ્યું છે. જે બાદમાં લોકોની ભીડ એકઠી થઈ હતી અને લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.

લોકોએ કહ્યુ- પ્રવાસન સ્થળ બનાવી દો

ટ્વિટર પર ઇમારતનો વીડિયો વાયરલ થયા બાદ અમુક લોકોએ તેની મજાક ઉડાવી હતી જ્યારે અમુક લોકોએ આ ઘટનાને ગંભીર ગણાવી હતી. એક યૂઝરે ટ્વિટર પર લખ્યું કે આને પર્યટન સ્થળ બનાવી દેવું જોઈએ અને આ માટે ટિકિટ પણ રાખવી કરવી જોઈએ. એક મહિલાને આને ગંભીર ગણાવીને પૂછ્યું કે શું આ વાસ્તવમાં કફ પરેડ વિસ્તાર છે, આવું કેવી રીતે થઈ શકે? આ ઇમારતમાં રહેતા રોહને જણાવ્યું કે હું આ ઇમારતના 23માં માળે રહું છું. અમને એવું લાગ્યું કે જાણે અમારી ઇમારતમાંથી કોઈ ઝરણું વહી રહ્યું છે.

ભારે વરસાદની ચેતવણી

આ પહેલા સતત વરસાદને કારણે મુંબઈના હાલ બેહાલ થયા હતા. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી હતી. તે સાથે જ તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. બીએમસીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતુ કે જે સ્કૂલોમાં બાળકો પહોંચી ગયા છે તેમને વિનંતી છે કે સાવચેતી રાખો અને બાળકોને તેમના ઘર સુધી પહોંચાડવાની યોગ્ય વ્યવસ્થા કરો. મુંબઈમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. એટલું જ નહીં ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ હતી. જોકે, ગુરુવારે વરસાદ બંધ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
First published: September 5, 2019, 12:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading