CST ઓવરબ્રિજ દુર્ઘટના: મુંબઈમાં એક વર્ષમાં આ બીજી મોટી ઘટના, જવાબદાર કોણ?

News18 Gujarati
Updated: March 14, 2019, 10:25 PM IST
CST ઓવરબ્રિજ દુર્ઘટના: મુંબઈમાં એક વર્ષમાં આ બીજી મોટી ઘટના, જવાબદાર કોણ?
જે લોકોના પોતાના પરિજન આવી દુર્ઘટનામાં શિકાર બન્યા છે, તે લોકો પ્રશ્ન પુછે છે કે આખરે આ મોતના જવાબદાર કોણ છે?

જે લોકોના પોતાના પરિજન આવી દુર્ઘટનામાં શિકાર બન્યા છે, તે લોકો પ્રશ્ન પુછે છે કે આખરે આ મોતના જવાબદાર કોણ છે?

  • Share this:
ગુરૂવારે મુંબઈના સીએસટી રેલવે સ્ટેશન પાસે સ્ટેશનની બહાર બનાવવામાં આવેલો ફૂટ ઓવર બ્રિજ ધરાશાયી થયો. આ દુર્ઘટનામાં કુલ પાંચ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 36 લોકો ઘાયલ થયાની સમાચાર મળી રહ્યા છે. આવી જ ઘટના ગત વર્ષે પણ બની હતી. જીહાં, અંધેરીના જીકે ગોખલે રોડ પર ઓવર બ્રિજ ધરાશાયી થતા બે લોકોના મોત નિપજ્યા હતા.

તો મુંબઈના પરેલ-એલફિન્સ્ટન સ્ટેશન પાસે બનાવવામાં આવેલા પુલ પર વધારે ભીડના કારણે ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 22 લોકોના મોત થયા હતા, જ્યારે 30 લોકો ઘાયલ થયા હતા. એવું બતાવવામાં આવ્યું કે, આ પુલ પર વધતા ભારની ફરિયાદ જુની હતી. શુક્રવારે બારે વરસાદના પગલે ભીડ એક સાથે આવી અને ભાગદોડ મચી ગઈ.

વર્ષ દર વર્ષે વારંવાર બની રહેલી આ ઘટનાઓ માટે આકરે જવાબદાર કોણ? સીએસટી રેલવે સ્ટેશનની ઘટના બાદ આ પ્રશ્ન જ્યારે રેલવેને પુછવામાં આવ્યો તો, તેમણે આરોપ પ્રત્યારોપનો ખેલ શરૂ કરી દીધો. દુર્ઘટના પર રેલવેનો જવાબ હતો કે, ઓવરબ્રિજ બીએમસીનો હતો, અમે પીડિતો માટે પોતાનો સહયોગ આપી રહ્યા છીએ. રેલવેના ડોક્ટર અને કર્મી રાહત અને બચાવ કાર્યોમાં બીએમસી સાથે સહયોગ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, દર વર્ષે થઈ રહેલી આવી દુર્ઘટનાઓમાં બંને જવાબદાર સંસ્થાઓ દ્વારા દોષનો ટોપલો બીજા પર નાખવાનો સીલસીલો શરૂ થઈ જાય છે. વર્ષ બદલાઈ જાય છે, દુર્ઘટનાનું કારણ બદલાઈ જાય છે પરંતુ નથી બદલાતો તો બીએમસી અને રેલવેનો જવાબ. એવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે, અંધેરી બ્રિજ દુર્ઘટના બાદ બીએમસી અને રેલવેએ દોષનો ટોપલો એક બીજા પર ઢોળ્યો હતો. બીએમસીના મુખ્ય અધિકારીએ કહ્યું હતું કે, પુલ બીએમસીએ બનાવ્યો હતો પરંતુ, તેની સારસંભાળની જવાબદારી રેલવેની હતી. જ્યારે, પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાપકરે કહ્યું હતું કે, પુલ બીએમસીએ બનાવ્યો હતો, અને તેની જાળવણીની જવાબદારી પણ બીએમસીની જ છે.

બીએમસી અને રેલવેના આ બ્લેમગેમમાં ખબર નથી કે, હજુ કેટલા લોકોના જીવની બલી ચઢશે. પરંતુ, જે લોકોના પોતાના પરિજન આવી દુર્ઘટનામાં શિકાર બન્યા છે, તે લોકો પ્રશ્ન પુછે છે કે આખરે આ મોતના જવાબદાર કોણ છે?
First published: March 14, 2019, 10:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading