Home /News /national-international /મુંબઈમાં મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ, ટૉપ મૉડલ અને ટીવી અભિનેત્રીની ધરપકડ, બે કલાકનો ભાવ બે લાખ રૂપિયા
મુંબઈમાં મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ, ટૉપ મૉડલ અને ટીવી અભિનેત્રીની ધરપકડ, બે કલાકનો ભાવ બે લાખ રૂપિયા
પ્રતીકાત્મક તસવીર: Shutterstock
Mumbai Top Model arrested: ક્રાઇમ બ્રાંચે ધરપકડ ન બતાવતા તેને રેસ્ક્યૂ ઑપરેશન ગણાવ્યું છે. તપાસ ટીમ આ મામલે ઈશા ખાન (Isha Khan) નામની મહિલાની ધરપકડ કરી છે. ઈશા આ સમગ્ર સેક્સ રેકેટ ચલાવતી હતી.
મુંબઈ: અશ્લીલ ફિલ્મો (Porn Movies) બનાવવાના આરોપમાં ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા (Raj Kundra) ની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન મુંબઈ ક્રાઇમ બ્રાંચે (Mumbai Crime Branch) જુહૂની એક હોટલમાંથી સેક્સ રેકેટ (Sex Racket at Juhu hotel)નો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાંચે જુહૂ સ્થિત એક પાંચ સિતારા (five star) હોટલમાંથી મુંબઈની એક ટૉપ મૉડલ અને જાણીતી ટીવી અભિનેત્રી (TV actress arrests for prostitution)ની ધરપકડ કરી છે. જોકે, આ તપાસને ક્રાઇમ બ્રાંચે ધરપકડ ન બતાવતા તેને રેસ્ક્યૂ ઑપરેશન ગણાવ્યું છે. તપાસ ટીમ આ મામલે ઈશા ખાન (Isha Khan) નામની મહિલાની ધરપકડ કરી છે. ઈશા આ સમગ્ર સેક્સ રેકેટ ચલાવતી હતી. મૉડલ અને અભિનેત્રીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે લૉકડાઉનને પગલે તેમણે આ ધંધામાં આવવા મજબૂર બની હતી. કારણ કે લૉકડાઉનને પગલે તેમને કામ મળી રહ્યું ન હતું અને મુંબઈમાં રહેવા માટે તેમને પૈસાની જરૂર હતી.
મુંબઈ પોલીસને જાણકારી મળી હતી કે ઈશા ખાન ખૂબ લાંબા સમયથી મુંબઈની મોટી હોટલોમાં સેક્સ રેકેટ ચલાવી રહી છે. જાણકારીના આધારે ક્રાઇમ બ્રાંચે એક ટીમ બનાવી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમના એક સભ્યએ બોગસ ગ્રાહક બનીને ઈશા ખાનનો સંપર્ક કર્યો હતો. જે બાદમાં ઈશાએ અનેક તસવીરો મોકલી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે બે યુવતીની તસવીર પસંદ કરી હતી. જેમાંથી એક જાહેરાતમાં કામ કરે છે અને એક ટીવી ધારાવાહિકમાં કામ કરી ચૂકી છે.
ઈશા ખાને જણાવ્યું કે દરેક છોકરી માટે બે કલાકનો ભાવ બે લાખ રૂપિયા લેશે. બે લાખમાંથી 50 હજાર ઈશા ખાનને મળવાના હતા. ક્રાઇમ બ્રાંચની ટીમે ઈશા અને બે છોકરીઓને જુહૂની એક હોટલમાં મળવા માટે બોલાવી હતી. ગુરુવારે રાત્રે જેવી ઈશા, મૉડલ તેમજ અભિનેત્રી હોટલ બહાર પહોંચી તો ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રણેયની ધરપકડ કરી લીધી હતી.
" isDesktop="true" id="1126188" >
લૉકડાઉનમાં કામ ન મળતા ધંધો કરવા લાગી
મૉડલ તેમજ અભિનેત્રીએ જણાવ્યું કે, કોરોનાને કારણે લગાવવામાં આવેલા લૉકડાઉનથી કામ મળી રહ્યું ન હતું. લૉકડાઉનને પગલે તેણી જે સીરિયલમાં કામ કરી રહી હતી તે બંધ થઈ ગઈ હતી. મુંબઈમાં રહેવા માટે પૈસાની જરૂરી હોવાથી તેણી આ ધંધામાં આવી ગઈ હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર