બળજબરી શરીર સંબંધ બાંધતા પત્નીને મારી ગયો લકવો, પત્નીના આરોપ પર મુંબઈની સેશન કોર્ટે પતિને નિર્દોષ ગણાવ્યો

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

Mumbai Court on Marital Rape case: મહિલાએ કહ્યું કે બે જાન્યુઆરીએ જ્યારે તે પોતાના પતિ સાથે મહાબળેશ્વર ગઈ હતી. ત્યારે પતિએ તેની ઇચ્છા વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. મહિલા પ્રમાણે આ ઘટના બાદ તે ખુબ બીમારી રહેવા લાગી હતી.

 • Share this:
  મુંબઈઃ મુંબઈની સેશન કોર્ટે (Mumbai Sessions Court)  પત્નીની ઈચ્છા વગર બળજબરીથી સેક્સ કરવાના કેસમાં અજીબોગરીબ (Ajab-Gajab) નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું કે પત્ની સાથે બળજબરી સંબંધ બાંધનાર આરોપી પતિએ કોઈ ગેરકાનૂની કામ કર્યું નથી. મુંબઈની સેશન કોર્ટના આ નિર્ણયને એટલા માટે અજીબોગરી કહેવામાં આવે છે. તાજેતરમાં કેરલ હાઇકોર્ટે (keral highcourt) એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, મેરિટલ રેપ (Marital Rape) ક્રૂરતા છે અને આને છૂટાછેડાનો આધાર માની શકાય છે.

  મુંબઈના એડિશનલ સેશન જજ એસજે ધરાતની કોર્ટમાં મહિલાએ પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે તેના પતિએ તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધ્યો હતો. જેના કારણે તેને લકવો મારી ગયો હતો. આ ઉપર કોર્ટે કહ્યું કે આરોપી વ્યક્તિ મહિલાનો પતિ છે.

  એટલે એ કહેવું ખોટું છે કે પતિ હોવાના નાતે તેણે કોઈ ગેરકાનૂની કામ કર્યું છે. મહિલાએ પતિ ઉપર બળજબરી સંબંધ બાંધવા અને દહેજ માટે ત્રાસનો આરોપ લગાવ્યો હતો. જ્યારે આરોપી પતિએ જામીન માટે અરજી દાખલ કરી હતી.

  મળતી માહિતી પ્રમાણે મહિલાના લગ્ન 22 નવેમ્બર 2020ના દિવસે થયા હતા. લગ્નના કેટલાક દિવસ બાદ મહિલાએ પોતાના પતિ અને સાસરી પક્ષ ઉપર દહેજ માંગવાનો આરોપ લગાવીને એફઆઈઆર નોંધાવી હતી. આ સાથે જ મહિલાએ કહ્યું કે બે જાન્યુઆરીએ જ્યારે તે પોતાના પતિ સાથે મહાબળેશ્વર ગઈ હતી. ત્યારે પતિએ તેની ઇચ્છા વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

  મહિલા પ્રમાણે આ ઘટના બાદ તે ખુબ બીમારી રહેવા લાગી હતી અને જ્યારે તેણે તપાસ કરાવી તો ડોક્ટરે તેને કમરના નીચેના ભાગે લકવો મારી ગયો હોવાનું જણાવ્યું હતું. જોકે પતિને કોર્ટમાં બધા આરોપોને નકારી કાઢ્યા હતા. કહ્યું કે તેને ખોટા કેસમાં ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

  તેણે કહ્યું કે ક્યારેય પણ તેના અને તેના પરિવાર તરફથી દહેજ માંગ્યું નથી. બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ એડિશનલ સેશન જજ ધરાતે કહ્યું કે મહિલાને લકવો મારવો દુઃખની વાત છે પરંતુ આ માટે પતિ અને તેના પરિવારના લોકોને જવાબદાર ન ઠેરવી શકાય.

  આ પણ વાંચોઃ-Ahmedabad: દીકરીને પ્રેમી ભગાડી જતા માતાએ પોલીસ સાથે રમી ગેમ, સાસુના માસ્ટર પ્લાનમાં જમાઈ પણ ભરાયો

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમમાં આંધળી બનેલી માતાની કરતૂત! પ્રેમી સાથે સંબંધમાં નડતા પુત્રને દૂધમાં ઝેર પીવડાવી કરી હત્યા

  ઉલ્લેખનીય છે કે પતિ પત્ની વચ્ચેના ઝઘડાઓ ક્યારે મોટું સ્વરૂપ ધારણ કરતા હોય છે. અને આવા ઝઘડા પોલીસ સ્ટેશન કે કોર્ટ સુધી પહોંચતા હોય છે. ત્યારે મુંબઈની કોર્ટમાં ચાલેલો આ કેસ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
  Published by:ankit patel
  First published: