મુંબઇથી હનીમૂન માટે Qatar ગયેલા કપલને સંબંધીએ ડ્રગ્સ તસ્કરીમાં ફસાવ્યા,10 વર્ષની થઇ જેલ

મુંબઇથી હનીમૂન માટે Qatar ગયેલા કપલને સંબંધીએ ડ્રગ્સ તસ્કરીમાં ફસાવ્યા,10 વર્ષની થઇ જેલ
પ્રતિકાત્મક તસવીર

આ પછી એનસીબીએ આ મામલાની તપાસ કરી તો જાણવા મળ્યું કે તબસ્સુમ રિયાઝ ડ્રગ તસ્કરી સાથે જોડાયેલી છે.

 • Share this:
  પશ્ચિમ એશિયાઇના દેશ કતાર (Qatar)માં મુંબઇથી ગયેલા એક કપલને ડ્રગ્સ (Drugs Peddling) ના આરોપમાં દસ વર્ષની સજા સંભળાવવામાં આવી. આને લઇને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) રાજનૈતિક ચેનલ્સ દ્વારા આ કપલને ભારત લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ કપલ 2019માં હનીમૂન મનાવવા માટે કતાર ગયું હતું. કતાર એરપોર્ટ પર સિક્યોરિટી ચેક પછી તેમની પાસેથી 4 કિલો હશીશ મળ્યું. આ પછી કતારની ડ્રગ ઇનફોર્સમેન્ટ એજન્સીએ આ બંને પર તસ્કરીનો આરોપ મૂકીને તેમની ધરપકડ કરી.

  કતારમાં દુબઇની જેમ જ ડ્રગ્સ મામલે ખૂબ જ કડક નિયમો છે. આવા કેસમાં ત્યાં સ્પીડી ટ્રાયલ પણ કરવામાં આવે છે. અને સુનવણી પછી કતારના સુપ્રીમ જ્યુડિશયરી કાઉન્સિલે આ કપલને 10 વર્ષ માટે સશ્રમ કારાવાસની સજા સંભળાવી છે. આ કપલનું નામ મોહમ્મદ શરીફ અને ઓનિબા શકીર છે. બંને પર 6 લાખ રિયાલનું દંડ પણ લગાવવામાં આવ્યો છે.  આ તરફ ભારતમાં ઓનિબાના પિતાએ કતાર સ્થિત ભારતીય એમ્બેસીની પત્ર લખીને આ અંગે જાણકારી આપી છે કે તેમની પુત્રી અને જમાઇ નિર્દોષ છે. બંનેને જાણીજોઇને ફસાવવામાં આવ્યા છે. આ સિવાય સપ્ટેમ્બર 2019માં તેમણે એનસીબીના હેટ રાકેશ અસ્થાનાને પણ પત્ર લખ્યું હતો. અને તેમના જમાઇના સંબંધી તબસ્સુમ રિયાઝની વાત કરતા કહ્યું હતું કે તેમણે કપલને એક બેગ આપ્યું હતું જેમાં ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. આ બેગ કતારમાં એક ઓળખીતાને આપવાની વાત કહીને કપલના હાથે મોકલવામાં આવ્યું હતું. તે સંબંધી કહ્યું બેંગમાં જર્દા અને પાન મસાલા છે.

  વધુ વાંચો : Neha Kakkarની ચોળાઇ પીઠી, રોહનપ્રીત સિંહ સાથે રોમેન્ટિક ફોટો થયા વાયરલ

  આ પછી એનસીબીએ આ મામલાની તપાસ કરી તો જાણવા મળ્યું કે તબસ્સુમ રિયાઝ ડ્રગ તસ્કરી સાથે જોડાયેલી છે. અને પશ્ચિમ એશિયામાં તેના સારા સંબંધ હતા. આ પર એનસીબી કતારના પ્રશાસન સાથે વાત કરીને તેમને આ મામલે સમજાવાનો પ્રયાસ કર્યો છે કે આ કપલ નિર્દોષ છે અને તેમને પાછા ભારત મોકલવામાં આવે.

  ત્યારે ખરેખરમાં આ એક આંખો ખોલે અને વિચારતા કરી દે તેવી ઘટના છે. જેનાથી લોકોએ ખરેખરમાં શીખ લેવા જેવી છે. કારણ કે વિદેશમાં ડ્રગ્સ કેસમાં હનીમૂન કરવા માટે ગયેલા કપલને પોતાના જ સંબંધીએ ખોટી રીતે ફસાવ્યા છે. અને વાત ચોંકવનારી છે.
  Published by:Chaitali Shukla
  First published:October 23, 2020, 21:51 pm

  ટૉપ ન્યૂઝ