Mumbai: ધુળેટીના રંગ ઉતર્યા પણ નહોતા અને બાથરૂમમાંથી કપલના મૃતદેહ મળ્યા
મુંબઈના ઘાટકોપરમાં ધુળેટીરમ્યા બાદ કપલ બાથરૂમમાં મૃત હાલતમાં મળ્યું
Mumbai Couple Dead: તહેવારોની ઉજવણી પરિવારોમાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવતી હોય છે આવામાં મુંબઈમાં જે ઘટના બની તેણે સૌ કોઈને હચમચાવી નાખ્યા છે. મુંબઈમાં બનેલી ઘટનામાં દંપતીનો મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દંપતીનું કોઈ સંતાન નહોતું અને બન્ને ઘરમાં એકલા જ રહેતા હતા. એવું અનુમાન લગાવવાાં આવી રહ્યું છે કે બન્નેનું મોત નહાતી વખતે થયું છે.
મુંબઈઃ ઘાટકોપર (ઈસ્ટ)માં આવેલા મકાનમાં બાથરૂમમાં લગભગ 40 વર્ષની ઉંમરના દંપતીનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહો પર બહારની ઈજાના કોઈ નિશાન નથી. પોલીસ હવે પોસ્ટમોર્ટમની તપાસમાં શું આવે છે તેના આધારે આગળની તપાસ કરશે. જ્યારે ઘર ખોલીને બાથરૂમમાં પડેલા દંપતીને જોનારને ભારે આંચકો લાગ્યો હતો. આ પછી પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. શરુઆતની કાર્યવાહી બાદ બન્ને શબને પોસ્ટમોર્ટમ માટે રાજાવાડી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
મૃતકની ઓળખ પંતનગર વિસ્તારમાં કુકરેજા પેલેસના રહેવાસી દીપક શાહ (40) અને ટીના શાહ (35) તરીકે થઈ છે. દીપક ગાર્મેન્ટના વેપાર સાથે સંકળાયેલા હતા અને આ કપલ મંગળવારે પોતાના પાડોશી અને ફેમિલી મેમ્બર્સ સાથે ધુળેટી ઉજવી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત ખબર મુજબ પોલીસે જણાવ્યું કે તેઓ ધુળેટીની ઉજવણી કર્યા બાદ પોતાના ઘરે પરત ફર્યા હતા.
આ ઘટના વિશેની જાણકારી બપોરે લગભગ 1.30 વાગ્યે થઈ હતી જ્યારે પરિવારજનોએ શાહ સાથે સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. જ્યારે તેમના ઘરની બીજી ચાવીથી દરવાજો ખોલીને અંદર તપાસ કરી તો બન્ને દંપતી બાથરૂમમાં પડેલા મળ્યા હતા. દરવાજો ખોલીને તપાસ કરનારા દંપતીને આ જોઈને ભારે આંચકો લાગ્યો હતો. તેમણે આ અંગે પંતનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી, પોલીસની ટીમે ઘટના સ્થળ પર પહોંચી અને દંપતીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દંપતીનું કોઈ સંતાન નથી અને તેઓ ઘરમાં એકલા જ રહેતા હતા. હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેમનું મૃત્યુ નહાતી વખતે થયું છે. વરિષ્ઠ પોલીસ અધિકારી રવિદત્ત સાવંતે કહ્યું, "શરીર પર કોઈ ઈજાના નિશાન નથી. હજુ સુધી એક સ્પષ્ટ નથી થયું કે તેમનું મોત કઈ રીતે થયું. પોસ્ટમોર્ટમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર