'ટૂંકા સ્કર્ટ નહીં' : મુંબઈની કોલેજના આદેશથી સ્ટુડન્ટ્સ પરેશાન

News18 Gujarati
Updated: March 25, 2019, 1:29 PM IST
'ટૂંકા સ્કર્ટ નહીં' : મુંબઈની કોલેજના આદેશથી સ્ટુડન્ટ્સ પરેશાન
પ્રતિકાત્મક તસવીર

વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું હતું કે, "કોલેજ સંચાલકોના આવા નિર્ણયને અમે વખોડી કાઢીએ છીએ. અમારે કેવા કપડાં પહેરવા અને કેવા ન પહેરવા તેની આઝાદી પર આ તરાપ છે."

  • Share this:
મુંબઈ : કોલેજમાં ટૂંકા સ્કર્ટ નહીં પહેરવા અને વિવિધ ઇવેન્ટ્સમાં પુરુષ વિદ્યાર્થીઓ સાથે નહીં બેસવાના આદેશ બાદ મહારાષ્ટ્રની એક મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ સંચાલકો સામે વિરોધ પ્રગટ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે મુંબઈની જેજે હોસ્પિટલની ગ્રાન્ટ મેડિકલ કોલેજે કોલેજમાં 21મી માર્ચના રોજ યોજાયેલા હોળી ઉત્સવ બાદ વિદ્યાર્થિનીઓ માટે એક આદેશ જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓએ આ વાતનો વિરોધ કરવા માટે આખા કપડાં પહેર્યાં હતા અને મોઢું પણ ઢાંકી રાખ્યું હતું.

વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, "ડીન ડો. અજય ચંદનવાલે અને વોર્ડન શિલ્પા પાટીલે આવો આદેશ જાહેર કર્યો છે. તેમનું કહેવું છે કે વિદ્યાર્થિનીઓએ ટૂંકા સ્કર્ટ ન પહેરવા જોઈએ. એટલું જ નહીં કોલેજની ઇવેન્ટ્સ દરમિયાન વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓથી અલગ બેસવું જોઈએ તેમજ રાત્રે 10 વાગ્યા પહેલા હોસ્ટેલ પર પહોંચી જવું જોઈએ."

વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું હતું કે, "કોલેજ સંચાલકોના આવા નિર્ણયને અમે વખોડી કાઢીએ છીએ. અમારે કેવા કપડાં પહેરવા અને કેવા ન પહેરવા તેની આઝાદી પર આ તરાપ છે. અમુક વિદ્યાર્થીઓની સજા તમામ વિદ્યાર્થીઓને શા માટે આપવામાં આવે છે."

વિદ્યાર્થીઓના આવા આક્ષેપ અંગે ડીન ડો. અજય ચંદનવાલાએ જણાવ્યું હતું કે, "અમે વિદ્યાર્થિનીઓ પાસેથી ફક્ત એટલી જ અપેક્ષા રાખીએ છીએ કે તેઓ શોભે તેવા કપડાં પહેરીને આવે. મેં તમામ વિદ્યાર્થીઓને આવો સંદેશ પાઠવ્યો છે. હોળી દરમિયાન હોબાળો થયો હતો. અમારા આદેશ અંગે જો વેરભાવ કે વિરોધાભાસ હશે તો અમે વિદ્યાર્થીઓને સાંભળવા માટે તૈયાર છીએ."
Published by: Vinod Zankhaliya
First published: March 25, 2019, 1:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading