Air Indiaની ફ્લાઈટમાં એક મુસાફરે મહિલા પર કર્યો પેશાબ, જાણો કોણ છે આરોપી
મુસાફરે મહિલા પર કર્યો પેશાબ
પોલીસને એરલાઈન્સ દ્વારા 28 ડિસેમ્બરે આ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ તેઓએ કેસમાં વધુ વિગતો મેળવવા માટે પીડિતાનો સંપર્ક કર્યો હતો. જ્યારે એર ઈન્ડિયાએ પોલીસ સાથે મહિલાની વિગતવાર ફરિયાદ શેર કરી, ત્યારે 4 જાન્યુઆરી, 2023 ના રોજ આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, મહિલાએ 27 નવેમ્બર 2022ના રોજ જ એરલાઈન્સને તેની લેખિત ફરિયાદ કરી હતી.
મુંબઈ: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં કથિત રીતે અશ્લીલતાનો ભોગ બનેલા 70 વર્ષીય પેસેન્જરને ન્યાય આપવા માટે, દિલ્હી પોલીસે બુધવારે આરોપી વિરુદ્ધ FIR નોંધી છે. આરોપીની ઓળખ મુંબઈના રહેવાસી વેપારી શેખર મિશ્રા તરીકે થઈ છે, જેની ઉંમર 45-50ની વચ્ચે હોવાનું જાણવા મળી રહ્યું છે.
શેખર મિશ્રા પર 26 નવેમ્બર, 2022ના રોજ ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક સહ-યાત્રી પર તેના કપડા ઉતારવાનો અને પેશાબ કરવાનો આરોપ છે. પોલીસે પીડિત મહિલાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ FIR નોંધી છે, જે તેણે અગાઉ એરલાઈન્સને સુપરત કરી હતી.
જો કે, પોલીસને એરલાઇન દ્વારા 28 ડિસેમ્બરે આ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ તેઓએ કેસમાં વધુ વિગતો મેળવવા માટે પીડિતાનો સંપર્ક કર્યો હતો. જ્યારે એર ઈન્ડિયાએ પોલીસ સાથે મહિલાની વિગતવાર ફરિયાદ શેર કરી, ત્યારે 4 જાન્યુઆરી, 2023 ના રોજ આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. મહિલાએ 27 નવેમ્બર 2022ના રોજ જ એરલાઈન્સને તેની લેખિત ફરિયાદ કરી હતી. આરોપી પર મહિલાની શીલ ભંગ કરવા, દારૂના નશામાં ગેરવર્તન કરવા, સાર્વજનિક સ્થળે અભદ્ર કૃત્ય તેમજ વિમાન નિયમો હેઠળ IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસ આરોપીની ધરપકડ કરવા મુંબઈ જઈ શકે છે. લેન્ડિંગ બાદ પોલીસ અને સુરક્ષા અધિકારીથી માહિતી છુપાવવા બદલ પોલીસ એરલાઈન સામે કાર્યવાહી પણ શરૂ કરશે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર