મુંબઈ બિલ્ડિંગ દુર્ઘટના : હજુ કાટમાળ નીચે અનેક દબાયા હોવાની આશંકા, 14નાં મોત

News18 Gujarati
Updated: July 17, 2019, 9:03 AM IST
મુંબઈ બિલ્ડિંગ દુર્ઘટના : હજુ કાટમાળ નીચે અનેક દબાયા હોવાની આશંકા, 14નાં મોત
મુંબઈ બિલ્ડિંગ દુર્ઘટના

'લોકોનાં મોતનાં સમાચાર જાણીને હું ખૂબ દુઃખી છું,' રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુઃખ વ્યક્ત કર્યું.

  • Share this:
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સતત પડી રહેલા વરસાદને કારણે મંગળવારે અચાનક એક ચાર માળનું બિલ્ડિંગ પડી ગયું હતું. તેના કાટમાળ નીચે દબાવાથી અત્યાર સુધી 14 લોકોનાં મોત થયા છે. હજુ અનેક લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે. એવામાં મોતનો આંકડો વધી શકે છે.

હાલ, બચાવ અને રાહત કામ ચાલુ છે. અત્યાર સુધી એક બાળક સહિત નવ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તેમને સારવાર માટે જેજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. (આ પણ વાંચો : 100 વર્ષ જૂની હતું કેસરબાઈ બિલ્ડિંગ, 2012માં તોડવાનો આદેશ કરાયો હતો)

રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુંબઈ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે લોકોનાં મોત વિશે જાણીને હું દુઃખી છું. પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદના અને ઘાયલો બહુ ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું. ઉલ્લેખનીય છે કે મુંબઈના ડોંગરી વિસ્તારમાં મંગળવારે સવારે 11:40 વાગ્યે એક બિલ્ડિંગ પડી ગયું હતું. આ બિલ્ડિંગનું નામ કેસરબાઈ છે. આ બિલ્ડિંગ ટંડેલ શેરીમાં આવેલું હતું. આ બિલ્ડિંગ અંદાજે 80-100 વર્ષ જૂનું હતું. બીએમસીએ આ બિલ્ડિંગના સમારકામ માટેની ચેતવણી આપી હતી.

દૂર દૂર સુધી અવાજ સંભળાયા

કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગ પડવાનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. ધૂળની ડમરી પણ ઉડતી જોવા મળી હતી. ઘાયલોને હબીબ અને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી પોલીસ અને ફાયર બ્રિગેડે અને એનડીઆરએફે બચાવ કામગીરી શરૂ કરી હતી.દુર્ઘટના સમયે પોતાના ઘરોમાં હતા લોકો

પ્રાપ્ત વિગત પ્રમાણે ચાર માળનું બિલ્ડિંગ તૂટી પડ્યું ત્યારે લોકો પોતાનાં ઘરોમાં હતા. ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુર્ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે. દુર્ઘટનાના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને એનડીઆરએફની ત્રણ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બિલ્ડિંગ જ્યાં હતું તે શેરી ખૂબ સાંકડી હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી નડી રહી છે. સ્થાનિક લોકો પણ મદદ માટે આગળ આવ્યા છે.
First published: July 17, 2019, 9:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading