મુંબઈ : 100 વર્ષ જૂનું હતું કેસરબાઈ બિલ્ડિંગ, 2012માં તોડવાનો આદેશ કરાયો હતો

News18 Gujarati
Updated: July 16, 2019, 4:06 PM IST
મુંબઈ : 100 વર્ષ જૂનું હતું કેસરબાઈ બિલ્ડિંગ, 2012માં તોડવાનો આદેશ કરાયો હતો
ધરાશાયી થયેલું કેસરબાઈ બિલ્ડિંગ

MHADAના જણાવ્યા પ્રમાણે આ બિલ્ડિંગનો સમાવેશ ખતરનાક બિલ્ડિંગમાં થતો નથી. અહીં સવાલ એ ઉભો થાય છે કે બિલ્ડિંગની હાલત આટલી ખરાબ હતી તો પણ તેને ખતરનાક બિલ્ડિંગની યાદીમાં સામેલ કરવામાં કેમ ન આવ્યું.

  • Share this:
મુંબઈના ડોંગરી વિસ્તારમાં મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સતત વરસાદને પગલે ચાર માળનું એક બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. બિલ્ડિંગના કાટમાળ નીચે આશરે 50 લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA)ના ચેરમેન ઉદય સામંતના કહેવા પ્રમાણે બિલ્ડિંગ આશરે 100 વર્ષ જૂનું હતું. બિલ્ડિંગનો અડધાથી વધારેનો ભાગ જર્જરિત થઈ ગયો હતો. બીએમસીએ સાત વર્ષ પહેલા એટલે કે 2012માં આ બિલ્ડિંગને તોડી પાડવાનો આદેશ કરાયો હતો. જોકે, બિલ્ડિંગ તોડી પાડવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

ઉદય સામંતે ન્યૂઝ18 સાથે વાતચીત કરતા જણાવ્યું કે, મને ખબર છે ત્યાં સુધી દુર્ઘટનામાં 12 લોકોનાં મોત થયા છે. ઘાયલોને જેજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

BSB ડેવલપર્સનું બિલ્ડિંગ

પ્રાપ્ત વિગત પ્રમાણે આ બિલ્ડિંગ BSB ડેવલપર્સનું છે. આ બિલ્ડિંગને 2012માં NOC આપવામાં આવી હતી. MHADAના જણાવ્યા પ્રમાણે આ બિલ્ડિંગનો સમાવેશ ખતરનાક બિલ્ડિંગમાં થતો નથી. અહીં સવાલ એ ઉભો થાય છે કે બિલ્ડિંગની હાલત આટલી ખરાબ હતી તો પણ તેને ખતરનાક બિલ્ડિંગની યાદીમાં સામેલ કરવામાં કેમ ન આવ્યું.સાંકડી શેરીઓને કારણે બચાવ કામગીરીમાં પરેશાનીડોંગરી વિસ્તારમાં કેસરબાઈ નામનું આ બિલ્ડિંગ સાંકડી શેરીમાં આવ્યું છે. આ માટે બચાવ કામગીરી માટે ખૂબ મુશ્કેલી નડી રહી છે. આ દરમિયાન સ્થાનિક લોકો પણ પોલીસ અને ફાયર બ્રિગેડને મદદ કરી રહ્યાં છે. કાટમાળ નીચેથી દબાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.

તપાસ કરાવીશું : સીએમ

દુર્ઘટના બાદ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, "100 વર્ષ જૂનું બિલ્ડિંગ છે. અહીં રહેતા લોકોને આ બિલ્ડિંગને ફરીથી બાંધવાની મંજૂરી મળી હતી. જોકે, હાલ અમારું લક્ષ્ય લોકોને બચાવવાનું છે. જ્યારે તમામ વાત સામે આવશે ત્યારે તેની તપાસ કરવામાં આવશે."
First published: July 16, 2019, 3:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading