Home /News /national-international /

Mumbai: બાન્દ્રામાં ઈમારત ધરાશાયી, એક મજૂરનું મૃત્યુ, 16 ઘાયલ, આદિત્ય ઠાકરેએ કર્યું ટ્વિટ

Mumbai: બાન્દ્રામાં ઈમારત ધરાશાયી, એક મજૂરનું મૃત્યુ, 16 ઘાયલ, આદિત્ય ઠાકરેએ કર્યું ટ્વિટ

બાંદ્રામાં ઈમારત ધરાશાયી, એક મજૂરનું મૃત્યુ, 16 ઘાયલ, 5 લોકોનું સફળ રેસક્યું

Mumbai Building collapse in Bandra: મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં સ્થિત બાંદ્રા પશ્ચિમના શાસ્ત્રી નગરમાં બે માળનું (G+2) માળખું તૂટી પડ્યું. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઘણા લોકો ફસાયાની પ આશંકા કરવામાં આવી રહી છે.

વધુ જુઓ ...
    મહારાષ્ટ્રના મુંબઈ (Mumbai, Maharahstra) શહેરમાં સ્થિત બાંદ્રા (Bandra) પશ્ચિમના શાસ્ત્રી નગરમાં બે માળનું (G+2) માળખું તૂટી પડ્યું. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા (Mumbai Building collapse in Bandra). ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, BMCએ જણાવ્યું છે કે દુર્ઘટના બાદ લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. મુંબઈ પોલીસ (Mumbai Police) ના ડીસીપી મંજુનાથ સિંગેએ એએનઆઈને જણાવ્યું હતું કે આજે રાત્રે લગભગ 12.15 વાગ્યે ઈમારત ધરાશાયી થઈ હતી જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હવે સલામત છે. આ તમામ બિહારના મજૂરો છે. બચાવ કામગીરી ચાલી રહી છે.



    આ પણ વાંચો: દર્દનાક સજા : દીકરીએ લેસન ન કર્યું, માતાએ ધગ-ધગતા તડકામાં હાથ-પગ બાંધી ધાબે છોડી દીધી

    ફાયર બ્રિગેડ અને અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. અકસ્માતની માહિતી મળતાં જ ચાર ફાયર ટેન્ડર, પોલીસ, એક એમ્બ્યુલન્સ અને નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. BMCના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે 3 થી 4 લોકો ફસાયા હોવાની આશંકા છે. આવી સ્થિતિમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે મધરાતે બનેલી ઘટના બાદ વિસ્તારમાં અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો.

    જ્યારે મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ (Maharashtra Minister Aaditya Thackeray) આ ઘટના વિશે ટ્વિટ કર્યું. ટ્વીટ કરતાં તેણે લખ્યું કે હમણાં જ બાંદ્રા વેસ્ટમાં બિલ્ડિંગ ધરાશાયી થવા વિશે સાંભળ્યું. BMCની ટીમ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે છે અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

    આ પણ વાંચો: રાતના 10 વાગ્યા બાદ હવે નહીં થઈ શકે કોઈ લગ્ન સમારંભ! જાણો કયા શહેરમાં લાગુ કરવામાં આવ્યો આ નિયમ?




    સાથે એ પણ લખ્યું છે કે હોસ્પિટલમાંથી ઘાયલોની ચોક્કસ સંખ્યાની રાહ જોવાઈ રહી છે. તેઓ બધા ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા. અપડેટ્સ માટે અધિકારીઓના સંપર્કમાં રહેશે. આ સિવાય તેમણે ટ્વીટ કરીને લખ્યું કે ભાભા હોસ્પિટલના AMO તરફથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના અપડેટ મુજબ, બાંદ્રા વેસ્ટ હાઉસની ઘટનાને કારણે એક વ્યક્તિએ કમનસીબે પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં 16 દર્દીઓને નાની-મોટી ઇજાઓ સાથે દાખલ કરવામાં આવ્યા છે અને હું તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Mumbai News

    આગામી સમાચાર