મુંબઈ: ત્રણ રેલવે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના બંગલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ફાઇલ તસવીર.

Mumbai Bomb Threat Call: મુંબઈ પોલીસના મુખ્ય કંટ્રોલ રૂમમાં શુક્રવારે રાત્રે ફોન આવ્યો કે મુંબઈમાં અનેક ઠેકાણે બોમ્બ રાખવામાં આવ્યા છે.

 • Share this:
  મુંબઈ: મુંબઈ પોલીસને શહેરના ત્રણ મોટા રેલવે સ્ટેશન (3 Railway station of Mumbai) અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના બંગલા (Amitabh Bachchans bungalow)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb threat) મળી છે. ધમકીભર્યાં ફોન કૉલ બાદ પોલીસે સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરી છે. જોકે, પોલીસને તલાશી દરમિયાન કંઈ મળ્યું નથી. હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

  સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાતચીત કરતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મુંબઈ પોલીસના મુખ્ય કંટ્રોલ રૂમને શુક્રવારે રાત્રે ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનાર વ્યક્તિએ કહ્યુ હતુ કે, છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST), ભાયખલા, દાદર રેલવે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના જુહૂ સ્થિત બંગલામાં બોમ્બ રાખવામાં આવ્યો છે.

  આ પણ વાંચો: HDFC બેંકના ગ્રાહકો ધ્યાન આપે, ખાસ સેવા આજ સાંજથી રવિવાર રાત સુધી રહેશે બંધ 

  પોલીસે ચલાવ્યું તલાશી અભિયાન

  અધિકારીએ કહ્યુ કે, 'કૉલ મળ્યા બાદ રેલવે પોલીસ, રેલવે સુરક્ષા દળ, બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વૉડ, ડૉગ સ્ક્વૉડ અને સ્થાનિક પોલીસે આ જગ્યાએ પર તલાશી અભિયાન ચલાવ્યું હતું.'

  પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, 'આ જગ્યાઓ પર તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી.' હાલ આ જગ્યાઓ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. વધુ તપાસ કરવામાં આવી રહી છે.

  આ પણ વાંચો: UPSCની પરીક્ષામાં ઇન્ટરવ્યૂમાંથી બહાર થતાં યુવક-યુવતીનો આપઘાત, ચાર કલાકના અંતરાલમાં લટકતાં મળ્યાં

  ડેલ્ટા વેરિએન્ટે મહારાષ્ટ્રની ચિંતા વધારી

  એક તરફ શુક્રવારે રાત્રે ચાર જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે તો બીજી તરફ ડેલ્ટા વેરિએન્ટે પણ સરકારની ચિંતા વધારી છે. મહારાષ્ટ્રમાં ડેલ્ટા વેરિએન્ટ્સની અસર વધી રહી છે. નાશિકમાં ડેલ્ટા વેરિએન્ટ્સના 30 કેસની પુષ્ટિ થઈ છે. હાલ તેમના નમૂનાને જીનોમ સિક્વેન્સિંગ માટે પુણે લેબમાં મોકલવામાં આવ્યા છે. કોરોના સંક્રમણથી બહાર નીકળી રહેલા મહારાષ્ટ્રમાં હાલ અનલૉક ચાલુ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે.

  આ પણ વાંચો: 18મી ઓગસ્ટ સુધી રોકાણની સારી તક, ઓછા સમયમાં કરો મોટી કમાણી- જાણો વિગત

  સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા નાશિક જિલ્લા હૉસ્પિટલમાં સર્જન ડૉક્ટર કિશોર શ્રીનિવાસે જણાવ્યું કે, "નાશિકમાં ડેલ્ટા વેરિએન્ટ્સથી 30 લોકો સંક્રમિત થયા છે. 28 દર્દી ગ્રામ્ય વિસ્તારના છે." આ કેસ સામે આવ્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડના પ્રતિબંધોને વધારે કડક બનાવવામાં આવ્યા છે. અમુક રિપોર્ટ્સ પ્રમાણે ચોથી ઓગસ્ટ સુધી ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 83 કેસ સામે આવી ચૂક્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: