સબૂત માંગે છે રાહુલ ગાંધી, તેમના ગળામાં બોમ્બ બાંધી પાક મોકલી દો: પંકજા મુંડે

આવા લોકોને બોમ્બથી બાંધી દેવા જોઈએ અને હેલિકોપ્ટરમાંથી ફેંકી દેવા જોઈએ. ત્યારે આ લોકોને ખબર પડી જશે.

News18 Gujarati
Updated: April 22, 2019, 6:21 PM IST
સબૂત માંગે છે રાહુલ ગાંધી, તેમના ગળામાં બોમ્બ બાંધી પાક મોકલી દો: પંકજા મુંડે
આવા લોકોને બોમ્બથી બાંધી દેવા જોઈએ અને હેલિકોપ્ટરમાંથી ફેંકી દેવા જોઈએ. ત્યારે આ લોકોને ખબર પડી જશે.
News18 Gujarati
Updated: April 22, 2019, 6:21 PM IST
બીજેપી નેતા પંકજા મુંડેએ કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈકના પૂરાવા માંગનારા રાહુલ ગાંધીના ગળામાં બોમ્બ બાંધી પાકિસ્તાન મોકલી દેવા જોઈએ. મહારાષ્ટ્રના જાલનામાં એક કાર્યક્રમમાં પંકજા મુંડેએ કહ્યું કે, આજકાલ કોઈ પણ ઉભુ થઈ જાય છે અને નરેન્દ્ર મોદીને પ્રશ્ન કરે છે કે સર્જિકલ સ્ટ્રાઈક ક્યાં થઈ, કેટલા લોકો મર્યા?

રવિવારે મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ રાવ સાહેબ દાનવેની એક સભામાં પંકજા મુંડેએ કહ્યું કે, અમે આપણા સૈનિકો પર કાયરતા ભર્યા હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઈક કરી, તે પૂછે છે કે, સર્જિકલ સ્ટ્રાઈક ક્યાં થઈ, હું કહું છું કે, રાહુલ ગાંધીના ગળામાં બોમ્બ બાંધી દો અને તેમને ત્યાં મોકલી દો, આજ કાલ કોઈ પણ ઉભુ થઈ જાય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રશ્ન કરવા લાગે છે. મોદી આવા લોકોને ઓળખતા પણ નથી, તો પણ એ લોકો પૂછે છે કે, સર્જિકલ સ્ટ્રાઈક ક્યાં થઈ હતી, કેટલા લોકો મર્યા, આવા લોકોને બોમ્બથી બાંધી દેવા જોઈએ અને હેલિકોપ્ટરમાંથી ફેંકી દેવા જોઈએ. ત્યારે આ લોકોને ખબર પડી જશે.

પંકજા મુંડેએ કહ્યું કે, આ લોકો દેશની સેના પર શંકા કરે છે. આવા લોકોએ સમજવું જોઈએ કે, જે રીતે બોર્ડર પર આપણા જવાનો સંઘર્ષ કરે છે તેજ રીતે લોકતંત્રના સિપાહી તરીકે તેમણે પણ લડવું જોઈએ. વર્ષ 2016માં જમ્મુ-કાશ્મીરના ઉરીમાં સેનાના કેમ્પ પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં સેનાના 20 જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ ભારતે સપ્ટેમ્બર 2016માં પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને આતંકી ઠેકાણાઓને નેસ્તોનાબૂદ કરી દીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતની કાર્યવાહીમાં 30થી 35 આતંકવાદીઓ મર્યા હતા.

બીજેપીના વરિષ્ઠ નેતા રહેલા ગોપીનાથ મુંડેની દીકરી પંકજા મુંડે મહારાષ્ટ્ર સરકારમાં ગ્રામિણ વિકાસ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી છે. પંકજા મુંડેની બહેન પ્રીતમ મુંડે આ વખતે બીડ ચૂંટણી વિસ્તારમાંથી ચૂંટણી લડી રહી છે. અહીં 18 એપ્રિલે મતદાન થઈ ચુક્યું છે.
First published: April 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...