Home /News /national-international /દાઉદનો સૌથી નજીકના સાથી ફારૂક ટકલાની CBIએ દુબઈથી કરી ધરપકડ

દાઉદનો સૌથી નજીકના સાથી ફારૂક ટકલાની CBIએ દુબઈથી કરી ધરપકડ

  મુંબઈ બોમ્બ બ્લાસ્ટ 1993નો આરોપી અને દાઉદનો સૌથી નજીકનો સાથી માનવામાં આવતો ફારૂક ટકલાની CBIએ દુબઈથી ધરપકડ કરી છે. અને તેને મુંબઈ લાવવામાં આવ્યો છે. ફારૂક દાઉદનો ડાબો હાથ માનવામાં આવે છે. બતાવવામાં આવી રહ્યું છે કે ફારૂક ટકલાએ મુંબઈ બ્લાસ્ટની યોજનાની તૈયારી કરી હતી.

  CBI ફારૂક ટકલાને ટાડા કોર્ટમાં રજૂ કરશે અને તેની કસ્ટડી લેવાની કોશિશ કરશે. કારણ કે સીબીઆઈને ફારૂક પાસેથી વધુ જાણકારી મળે તેવી આશા છે. CBI ફારૂક પાસેથી તેના સાથીઓ વિશે અને દાઉદ સાથે જોડાયેલી જાણકારી મેળવવાની કોશિશ કરશે.

  મહત્વનું છે કે 1993 મુંબઇ બ્લાસ્ટના આરોપી અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહીમના નજીક માનવામાં આવે છે. 1993 બ્લાસ્ટ બાદ 1995મા ફારૂકની વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ રજૂ કરાઇ હતી. 1993 બાદ ફારૂક ટકલા ભારતથી ભાગી ગયો હતો. ત્યારે CBIએ ફારૂકની દુબઈથી ધરપકડ કરી છે. અને ગુરૂવારે સવારે એર ઇન્ડિયાના વિમાનથી ફારૂકને મુંબઇ લાવામાં આવ્યો છે. ફારૂકને
  સીબીઆઈ ઓફિસ લઇ જવામાં આવ્યો હતો.  કોણ છે ફારૂક ટકલા?

  ફારૂક ટકલાનો જન્મ 17 ફેબ્રુઆરી 1961માં મુંબઈમાં થયો હતો.
  ફારૂક પર ષડયંત્ર,હત્યા,આતંકી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે.
  નોટિસ કંટ્રોલ નંબર- A-385/7-1995

  શું હતો મામલો?

  12 માર્ચ, 1993ના રોજ મુંબઇમાં એક પછી એક 12 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જે બોમ્બ બ્લાસ્ટમાં 257 લોકોના મોત થયા હતા, જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. કહેવાય છે કે આ બોમ્બ બ્લાસ્ટમાં 27 કરોડ રૂપિયાની સંપત્તિ નષ્ટ થઇ હતી. આ કેસમાં 129 લોકોની વિરૂદ્ધ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે 2007માં ટાડા કોર્ટે 100 લોકોને સજા સંભળાવી હતી. જ્યારે યાકુબ મેમણને 2015માં ફાંસીની સજા આપવામાં આવી હતી.બ્લાસ્ટ સાથે જોડાયેલ બીજા એક કેસમાં જ ફિલ્મ અભિનેતા સંજય દત્ત ગેરકાયદે હથિયાર રાખવામાં દોષિત ઠર્યો હતો અને તેને ટાડા કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવી હતી. જ્યારે બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ દાઉદ ઇબ્રાહીમ 1995થી ભાગેડુ છે.

  મહત્વનું છે દાઉદનો ભાઈ ઇકબાલ કાસકરની ગયા વર્ષે ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજે દાઉદના સૌથી નજીકના ગણાતા સાથી ફારૂક ટકલાની ધરપકડ CBI દ્વારા કરવામાં આવી છે.

  ભારત પરત ફરવા માગે છે દાઉદ!

  તમને જણાવી દયે કે દાઉદ ઇબ્રાહીમનો ભાઇ ઇકબાલ કાસકર અત્યારે મુંબઇ પોલીસની કસ્ટડીમાં છે. અને મંગળવારે સુનાવણી દરમિયાન કાસકરે કહ્યું હતું કે ધરપકડ પહેલાં તેની વાત દાઉદ સાથે થઇ હતી. કાસકરે કહ્યું કે જેના પરથી ફોન આવ્યો હતો તે ફોન પર ડિસ્પ્લે થઇ રહ્યો નહોતો. જો કે કાસકર એ એમ પણ કહ્યું કે દાઉદ ભારત આવવા માંગતો હતો, પરંતુ તેની કેટલીક શરતો હતી જેને સરકારે માન્ય રાખી નથી.

  મહત્વમું છે કે 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહિમ ભારત પરત ફરવા માંગે છે. તેણે પરત ફરવા માટે અમુક શરત મૂકી છે. મુંબઈની થાણે કોર્ટ બહાર મીડિયા સાથે વાતચીત કરતા કેસવાનીએ જણાવ્યું હતું કે, દાઉદની માંગણી છે કે તેને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવે, કારણ કે આ જેલ ખૂબ જ સુરક્ષિત છે.

  નોંધનીય છે કે કેસવાની દાઉદના ભાઈ ઇકબાલ ઇબ્રાહિમ કાસકરના વકીલ છે. કેસવાનીએ કહ્યું કે, 'દાઉદે પૂર્વ મંત્રી અને વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીના માધ્યમથી અમુક વર્ષ પહેલા પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ભારત સરકારે દાઉદની શરતો માની ન હતી.' તમને જણાવી દઈએ કે આર્થર રોડ જેલ એ જ જેલ છે જેમાં 26/11ના હુમલામાં સામેલ આતંકી અજમલ કસાબને ફાંસી પહેલા ચાર વર્ષ સુધી રાખવામાં આવ્યો હતો.

  છ મહિના પહેલા એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ કહ્યું હતું કે દાઉદ ભારત પરત ફરવા માંગે છે. ઠાકરેએ દાવો કર્યો હતો કે દાઉદ ફક્ત ભારત આવવા ઉત્સુક છે એટલું જ નહીં તેની મોદી સરકાર સાથે વાતચીત પણ ચાલી રહી છે. ઠાકરેએ એવું પણ કહ્યું હતું કે દાઉદ ખૂબ જ બીમાર છે, તે પોતાના અંતિમ શ્વાસ ભારતમાં લેવા માંગે છે.

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે દાઉદ ઈબ્રાહિમે પોતાના વકીલ મારફતે ભારતમાં આત્મસમર્પણ માટે રજૂઆત કરી છે. આવી રજૂઆતને ખોટી ગણાવતા સ્પેશ્યલ પ્રોસિક્યુટર ઉજ્જવલ નિકમે કહ્યું હતું કે, 'આ દાઉદની જૂની રીત છે. હવે દાઉદ પાસે કોઈ રસ્તો નથી. જેવી રીતે ભીખારી પાસે કોઈ વિકલ્પ નથી હોતો તેવી જ રીતે દાઉદ પાસે પણ હવે કોઈ વિકલ્પ નથી બચ્યો. દાઉદના વકીલને કોણે કહ્યું કે તે સરન્ડર કરવા માંગે છે? જો દાઉદે તેનો સંપર્ક કરીને તેને આ વાત કહી હોય તો આપણી તપાસ એજન્સીઓએ આ અંગે તપાસ કરવી જોઈએ. આ સમાચાર અફવા છે.'
  Published by:Nisha Kachhadiya
  First published:

  Tags: Dawood Ibrahim, Dubai, પોલીસ, સીબીઆઇ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन