BMC એન્જિનિયરે પ્રેમ સંબંધ રાખવાની ના પાડી તો મહિલા બેંક અધિકારીએ આપી સોપારી

BMC એન્જિનિયરે પ્રેમ સંબંધ રાખવાની ના પાડી તો મહિલા બેંક અધિકારીએ આપી સોપારી
પ્રતીકાત્મક તસવીર

મહિલા બેંક અધિકારી પાસેથી કોન્ટ્રાક્ટ કિલરે એક લાખની સોપારી લીધી, આવી રીતે ફુટ્યો ભાંડો

  • Share this:
    દિવાકરસિંહ, મુંબઈઃ મુંબઈ પોલીસ (Mumbai police)એ એક પ્રતિષ્ઠિત બેંકની સહાયક પ્રબંધકની ધરપકડ કરી છે. આ ધરપકડનું કારણ સાંભળીને તમે ચોંકી જશો. આ મહિલા સહાયક પ્રબંધકનો મુંબઈ મહાનગરપાલિકા (BMC)માં કામ કરનારા એક સબ એન્જિનિયરની સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ જ્યારે એન્જિનિયરે તેની સાથે પ્રેમ સંબંધ રાખવાનો ઇન્કાર કર્યો તો મહિલા સહાયક પ્રબંધકને આ વાત પર ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે પોતાના કથિત પ્રેમીને મારી નાખવા માટે સોપારી આપી દીધી.

    મહિલા મુંબઈની એક પ્રતિષ્ઠિત બેંકમાં સહાયક પ્રબંધકના પદ પર કાર્યરત છે, જ્યારે જેને તેણે મારવાનો પ્લાન બનાવ્યો હતો તે બીએમસીમાં સબ-એન્જિનિયરના પદ પર કાર્યરત છે. આટલું જ નહીં, જે કોન્ટ્રાક્ટ કિલરે તેને મારવાની સોપારી લીધી હતી તે બીએસસી કેમીસ્ટ્રીનો સ્ટુડન્ટ છે. મહિલા સહાયક પ્રબંધક અને મહાનગરપાલિકા એન્જિનિયરની વચ્ચે પ્રેમ સંબંધ હતો. એન્જિનિયરે મહિલા સાથે પ્રેમ સંબંધ રાખવાનો ઇન્કાર કરી દીધો તો સહાયક મહિલા પ્રબંધકે ગુસ્સામાં તેને મારી નાખવાનો નિર્ણય કર્યો.



    આ પણ વાંચો, માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે સોના-ચાંદીના સિક્કા બહાર પાડ્યા, દિવાળીએ અહીંથી ખરીદી શકો શકો છો

    ઓડિશાના રહેવાસી બીએમસીના સ્ટુડન્ટ વિજય પ્રધાને આ સબ-એન્જિનિયરને મારવા માટે 1 લાખ રૂપિયાની સોપારી લીધી અને ટ્રેનથી મુંબઈ આવ્યો. રવિવારે આરોપી સહાયક પ્રબંધક અને હત્યારાને મળવા અને આગળની યોજના બનાવવા માટે પહોંચ્યો હતો. પરંતુ પોલીસે બંનેને સમયસર પકડી લીધા અને નિગમના સબ-ઇન્સપેક્ટરનો જીવ બચાવ્યો. મુંબઈ પોલીસના એસીપી ભીમરાવ ઈંદલકરે જણાવ્યું કે પોલીસને પોતાના સૂત્રોથી જ્યારે આ પ્લાનિંગની જાણકારી મળી, તેઓએ સમય બગાડ્યા વગર ઘટનાસ્થળે પહોંચી અને પ્લાનને અંજામ આપતા પહેલા જ બંનેની ધરપકડ કરી લીધી.

    આ પણ વાંચો, આ વર્ષે દિવાળી પર 10 રૂપિયાની એક નોટ આપને કરી દેશે માલામાલ, ખાતામાં આવશે હજારો રૂપિયા

    સૂચના મળતાં પોલીસ દ્વારા કરવામાં આવેલી તાત્કાલિક કાર્યવાહીથી એન્જિનિયરનો જીવ બચી ગયો, પરંતુ હવે પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગી છે. પોલીસ એવી પણ તપાસ કરી રહી છે કે મહિલાને સોપારી કિલરનો નંબર કોણે આપ્યો અને બંદૂક અને ગોળીઓ ક્યાંથી લીધી હતી.
    Published by:Mrunal Bhojak
    First published:November 11, 2020, 09:09 am