Home /News /national-international /મુંબઈ: બાંદ્રા વર્લી સી લિંક પર ભયાનક રોડ અકસ્માતમાં 5ના મોત, ધડાધડ એક પછી એક ગાડીઓના છોત્તરા ઉડ્યાં

મુંબઈ: બાંદ્રા વર્લી સી લિંક પર ભયાનક રોડ અકસ્માતમાં 5ના મોત, ધડાધડ એક પછી એક ગાડીઓના છોત્તરા ઉડ્યાં

રોડ અકસ્માત- મુંબઈ

રોડ અકસ્માત એટલો ભયંકર હતો કે, પાંચ ગાંડીઓનો છોત્તરાં ઉડી ગયા હતા. તો વળી દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને રાહત તથા બચાવ કાર્ય શરુ કરી દીધું હતું.

    મુંબઈ: મુંબઈના બાંદ્રા વર્લી સી લિંક પર વહેલી સવારે 3 કલાકે ભીષણ અકસ્માત થયો હતો. અહીં એક પછી એક ગાડીઓ ઉપરાઉપરી અથડાઈ હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે, તો વળી 12 લોકો જખ્મી થયા હતા. તમામ લોકો બાંદ્રાથી વર્લી તરફ જઈ રહ્યા હતા. કહેવાય છે કે, પહેલા બે ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને લેવા પહોંચેલી એમ્બ્યૂલન્સ સાથે અન્ય ત્રણ ગાડી અથડાઈ હતી. હાલમાં બાંદ્રાથી વર્લી તરફથી જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર: 3 દિવસમાં જ સેનાએ લીધો બદલો, SPOની હત્યા કરનારા 4 આતંકીઓને પતાવી દીધા, માહોલ ગંભીર

    આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે, પાંચ ગાડીઓના છોત્તરા ઉડી ગયા હતા. તો વળી દુર્ઘટનાની સૂચના મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરુ કર્યું હતું. આ દરમિયાન પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

    પહેલા એક ગાડીનો થયો હતો અકસ્માત


    હકીકતમાં મુંબઈના બાંદ્રા વર્લી સી લિંક પર એક ગાડીનો પહેલા અકસ્માત થયો હતો. આ દુર્ઘટનાાં ઘાયલોને હોસ્પિટલમાં મોકલવા માટે એમ્બ્યૂલન્સ ગઈ હતી. પણ ઘાયલોને એમ્બ્યૂલન્સ ત્યાંથી લઈને આવે તે પહેલા અન્ય ત્રણ ગાડી એમ્બ્યૂલન્સ સાથે અથડાઈ હતી. આ અથડામણમાં તમામ ગાડીઓના છોત્તરા ઉડી ગયા હતા.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Road Accidents, મુંબઇ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन