Home /News /national-international /VIDEO: ફૂટ ઓવરબ્રિજ પર આ વ્યક્તિએ ચલાવી ઓટો રિક્ષા, જોઈ લોકોએ કહ્યું- 'બસ આજ જોવાનું બાકી હતું'

VIDEO: ફૂટ ઓવરબ્રિજ પર આ વ્યક્તિએ ચલાવી ઓટો રિક્ષા, જોઈ લોકોએ કહ્યું- 'બસ આજ જોવાનું બાકી હતું'

મુંબઈ ફૂટ ઓવરબ્રિજ રીક્ષા વીડિયો વાયરલ

મુંબઈ (Mumbai)-અમદાવાદ હાઈવે પર રોડ ક્રોસ કરવા માટે થોડે દૂર જવાને બદલે એક વ્યક્તિ ઓટો (auto rickshaw) લઈને ફૂટ ઓવરબ્રિજ પર ચડી ગયો અને બ્રિજ પર થઈ બીજી બાજુ પહોંચી ગયો હતો. વીડિયો વાયરલ (Video Viral) થયા બાદ પોલીસ હવે ઓટો ચાલકને પકડવા પ્રયાસ કરી રહી છે

વધુ જુઓ ...
    પાલઘર : દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai) કલાકારો માટે જાણીતી છે, પરંતુ માત્ર મુંબઈ જ નહીં પરંતુ સમગ્ર મહારાષ્ટ્રમાં એક-એકથી ચઢીયાતા કલાકારો જોવા મળે છે. વાસ્તવમાં અમે આ વાત વાયરલ થઈ રહેલા વીડિયોને જોઈને કહી રહ્યા છીએ અને કદાચ તમે પણ તેને જોયા પછી એવું જ કહેશો. એ સાચું છે કે, મહારાષ્ટ્રમાં કલાકારોની કોઈ કમી નથી. હાલના સમયમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ફૂટ ઓવરબ્રિજ પર ઓટો રિક્ષા (auto rickshaw) ચલાવતો જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વાયરલ વીડિયો (Video Viral) મહારાષ્ટ્રના પાલઘરનો છે.

    મળતી માહિતી મુજબ વ્યસ્ત મુંબઈ-અમદાવાદ હાઈવે પર રોડ ક્રોસ કરવા માટે થોડે દૂર જવાને બદલે એક વ્યક્તિ ઓટો લઈને ફૂટ ઓવરબ્રિજ પર ચડી ગયો અને બ્રિજ પર થઈ બીજી બાજુ પહોંચી ગયો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હવે ઓટો ચાલકને પકડવા પ્રયાસ કરી રહી છે.

    ઓટો રાહદારી ફૂટ ઓવરબ્રિજ પર ચલાવી હતી

    વાયરલ થઈ રહેલા આ 18 સેકન્ડના વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક વ્યક્તિ ફૂટ ઓવરબ્રિજ પર ઓટો ચલાવતો જોવા મળે છે, જે ચાલવા માટે બનાવવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ એક ફૂટ ઓવરબ્રિજ છે જેમાં ઓટો સરળતાથી ચઢી શકે છે. વીડિયોમાં તે સરળતાથી નીચે ઉતરતો પણ જોવા મળી રહ્યો છે.



    ડ્રાઇવરે ક્રોસિંગ માટે રેમ્પનો ઉપયોગ કર્યો હતો

    પોલીસ અધિકારીએ કહ્યું કે, વીડિયો જોઈને એવું લાગે છે કે આ ઘટના મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં બની હતી અને ડ્રાઈવરને પકડવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું, “અમે વધુ માહિતી માટે વીડિયોનો અભ્યાસ કરી રહ્યા છીએ. ડ્રાઇવરે ફૂટ ઓવરબ્રિજ પર તેની ઓટોરિક્ષા ચલાવવા માટે રેમ્પનો ઉપયોગ કર્યો હતો.

    આ પણ વાંચો - 'હાલ શાકભાજી લઈ આવી, થાકી છુ', પતિનું મગજ છટક્યું - દોડાવી-દોડાવી મારી, પતિની હેવાનીયત CCTVમાં કેદ

    વીડિયો પર લોકો પોત-પોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો તેને પસંદ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને ખોટું કહી રહ્યા છે. આ વીડિયો Roads of Mumbai નામના એકાઉન્ટ પરથી ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, આ બધું જોવાનું બાકી હતું. વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખ 10 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે લગભગ પાંચ હજાર લોકોએ તેને લાઈક કર્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Mumbai News, Mumbai Police

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन