Home /News /national-international /

રાયગઢમાં એસટી બસમાં બોમ્બ જેવી વસ્તુથી હડકંપ, એજન્સીઓ તપાસમાં લાગી

રાયગઢમાં એસટી બસમાં બોમ્બ જેવી વસ્તુથી હડકંપ, એજન્સીઓ તપાસમાં લાગી

બસમાંથી મળેલી શંકાસ્પદ વસ્તુ

મહારાષ્ટ્રના રાયગઢમાં એક એસટી બસમાં બોમ્બ જેવી વસ્તુ મળવાથી હડકંપ મચ્યો છે.

    ન્યૂઝ18 ગુજરાતીઃ મહારાષ્ટ્રના રાયગઢમાં એક એસટી બસમાં બોમ્બ જેવી વસ્તુ મળવાથી હડકંપ મચ્યો છે. મોડી રાત્રે મુંબઇ તરફ આવી રહેલી બસમાં અચાનક શંકાસ્પદ વસ્તુ નજરે પડી હતી. જેને જોઇને બોમ્બ હોવાની સંભાવના વ્યક્ત થઇ રહી હતી. જોકે, સ્થળ ઉપર પહોંચેલી મહારાષ્ટ્ર એટીએસ અને અન્ય એજન્સીઓએ તાત્કાલીક તપાસ શરૂ કરી દીધી હતી. જોકે, આ વસ્તુ બોમ્બ છે કે બીજું કંઇ છે એની તપાસ લગાવવામાં આવી રહી છે.

    મળતી માહિતી પ્રમાણે મુંબઇના આસપાસના વિસ્તારોમાં 24 કલાકમાં બોમ્બ કે બોમ્બ જેવી વસ્તુ મળવાની આ બીજી ઘટના છે. આ પહેલા મુંબઇ પાસે આવેલા મીરા રોડમાં એક લો ઇન્ટેન્સીટીવાળો બોમ્બ ફાટ્યો હતો. જેને લઇને મુંબઇ સહિત સમગ્ર રાજ્યમાં હાઇએલર્ટ જાહેર કર્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીના દિવેસ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા ઉપર આતંકી હુમલો થયો હતો. જેમાં એક સાથે 40 જવાનો શહીદ થયા હતા. આ ઘટનાના પગલે સમગ્ર દેશમાં સુરક્ષા સઘન બનાવાઇ હતી. અને સાથે સાથે દેશના લોકોમાં આ શરમજનક કૃત્યને લઇને ફિટકાર વર્ષાવી રહ્યા છે.

    આ પણ વાંચોઃ-કચ્છઃ વ્હોટ્સએપ કોલથી પાકિસ્તાન વાત કરતા યુવાનની પૂછપરછ

    બીજી તરફ દેશના લોકો શહીદોના પરિવારોની વ્હારે આવ્યા છે. દેશની તમામ સુરક્ષા એજન્સીઓ નાની નાની શંકાસ્પદ હિલચાલ ઉપર નજર રાખી રહી છે. આમ કચ્છમાં પણ શંકાસ્પદ બે યુવકોની અટકાય કરીને સઘન પૂછપરછ કરી રહ્યા છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Bomb, ST Bus, એટીએસ, પુલવામા એટેક, મુંબઇ

    આગામી સમાચાર