Home /News /national-international /મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલનો મોટો ખુલાસો, 2435 કરોડ રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલનો મોટો ખુલાસો, 2435 કરોડ રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે ગુજરાતના ભરૂચ જિલ્લામાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.

પોલીસને લાગે છે કે આ એક મોટી આંતરરાજ્ય ડ્રગ ગેંગ છે, જે ઘણા રાજ્યોમાં ફેલાયેલી છે. આ ગેંગ ખાસ કરીને યુવાનોને નિશાન બનાવે છે. તમને જણાવી દઈએ કે આ ડ્રગ્સ હાઈપ્રોફાઈલ સર્કલમાં સપ્લાઈ કરવામાં આવે છે.

મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ (Mumbai Anti Narcotics Cell)ના વર્લી યુનિટે સૌથી મોટો ખુલાસો કર્યો છે. મુંબઈ શહેર (Mumbai)માં નાર્કોટિક્સ, ડ્રગ ઉત્પાદકો અને ગેરકાયદેસર રીતે ડ્રગ્સ ખરીદતી આંતર-રાજ્ય ગેંગનો પર્દાફાશ કરીને કેટલાક સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. જેમા 513 કિલોથી વધુ એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ (MD Drugs) જપ્ત કરવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત 1026 કરોડથી વધુ છે. આ સાથે જ એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ (MD Drugs)ની તૈયારીમાં વપરાતો 812 કિલોથી વધુ સફેદ પાવડર પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ સાથે ગુજરાત (Gujarat) રાજ્યમાંથી 397 કિલોથી વધુ બ્રાઉન સ્ટેન્ડિંગ સ્ટોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં 06 પુરુષ અને 01 મહિલા આરોપી છે. સાત આરોપીઓમાંથી 05 આરોપીઓને જેલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે આરોપીઓને વધુ પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

સાત આરોપીઓ પાસેથી કુલ મળીને 1218 કિલોથી વધુ એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ સાત આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2435 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ બનાવવામાં ઉપયોગી અનેક પ્રકારના રસાયણો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં (1) 20 લિટર બ્રોમિન (બ્રોમિન 2જી સ્ટેજ) જપ્ત કરવામાં આવ્યું છે. (2) મોનો મિથાઈલમાઈન 20 લીટર જપ્ત કરવામાં આવેલ છે. (3) એબ્રોમિન 485 એમએલ જપ્ત કરવામાં આવ્યું છે. (4) રીકવર થયેલ ક્લોરોફોર્મ (રિકવર ક્લોરોફોર્મ 20 લીટર) જપ્ત કરવામાં આવેલ છે.

આ કાર્યવાહી મુંબઈના ઘાટકોપર-માનખુર્દ માતા રમાબાઈ આંબેડકર રિક્રિએશન ગ્રાઉન્ડ, ગોવંડીના શિવાજીનગર રોડ નંબર 03 અને પાલઘર જિલ્લાના નાલાસોપારા પશ્ચિમમાં ચક્રધર નગર ઉપરાંત થાણે જિલ્લાના અંબરનાથ બદલાપુર રોડ પર કરવામાં આવી છે.

આ પણ વાંચો- ધોધમાર વરસાદ બાદ બારડોલીની મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ, 100 થી વધુ પરિવારોનું સ્થળાંતર

2 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું

મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે અગાઉ ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાંથી ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો, મુંબઈ પોલીસે અહીંથી લગભગ 513 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું, આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત 1,026 કરોડ રૂપિયા છે. છે. અને આ કાર્યવાહીના નિશાન પર, અન્ય સ્થળોએથી ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. કુલ મળીને 1218 કિલોથી વધુ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે, જેની કિંમત 2435 કરોડ રૂપિયા છે.

પકડાયેલા સાત આરોપીઓના નામ-

1) શમશુલ્લા ઓબેદુલ્હા ખાન ઉંમર 38 વર્ષ.
2) આયુબ ઇઝહર અહમદ શેખ, ઉંમર 33 વર્ષ.
3) રેશ્મા સંજયકુમાર ચંદન, ઉંમર 49 વર્ષ.
4) રિયાઝ અબ્દુલ સત્તાર મેમણ, ઉંમર 43 વર્ષ.
5) પ્રેમપ્રકાશ પારસનાથ ગાય, ઉંમર 52 વર્ષ.
6) કિરણ પવાર
7) ગિરિરાજ દીક્ષિત (આ ગુજરાતમાંથી પકડાયેલ આરોપી છે)

મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે ગુજરાતના ભરૂચ જિલ્લામાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ભરૂચના અંકલેશ્વર વિસ્તારમાંથી પોલીસે આશરે 513 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1,026 કરોડ રૂપિયા છે. આ કેસમાં પોલીસે એક મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ પણ કરી છે જેમાંથી 5 લોકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે અને બે આરોપી એન્ટી નાર્કોટિક્સ સેલની કસ્ટડીમાં છે.

આ પણ વાંચો- સફેદ દૂધનો કાળો કારોબાર: રાજકોટમાં હજારો લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાયો

અગાઉ મુંબઈ પોલીસે શિવાજી નગરમાંથી જે ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ પકડ્યું હતું, ત્યારથી પોલીસ તેના સ્ત્રોત શોધવામાં વ્યસ્ત હતી. આ કન્સાઈનમેન્ટને પકડવા માટે મુંબઈ પોલીસને પાંચ મહિના સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. એન્ટી નાર્કોટિક્સ સેલ કામ કરી રહ્યું હતું. તેના પર સતત ગત 13મીએ ટીમને મોટી સફળતા મળી જ્યારે ગુજરાતના અંકલેશ્વરમાંથી પણ એક કન્સાઈનમેન્ટ ઝડપાયું.

પોલીસને લાગે છે કે આ એક મોટી આંતરરાજ્ય ડ્રગ ગેંગ છે, જે ઘણા રાજ્યોમાં ફેલાયેલી છે. આ ગેંગ ખાસ કરીને યુવાનોને નિશાન બનાવે છે. તમને જણાવી દઈએ કે આ ડ્રગ્સ હાઈપ્રોફાઈલ સર્કલમાં સપ્લાઈ કરવામાં આવે છે.
First published:

Tags: Drugs Case, Drugs racket, Drugs Seized, Gujarati news, Mumbai Drugs Case

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો