મુંબઈમાં 2-3 દિવસમાં થશે ભારે વરસાદ, મોસમ વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

મુંબઈમાં 2-3 દિવસમાં થશે ભારે વરસાદ, મોસમ વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
મુંબઈમાં 2-3 દિવસમાં થશે ભારે વરસાદ, મોસમ વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

મોસમ વિભાગે જુલાઈ મહિનામાં મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં જોરદાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે

 • Share this:
  મુંબઈ : મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં (Maharashtra)કોરોના વાયરસનો (Coronavirus)કહેર યથાવત્ છે. મહારાષ્ટ્રમાં 1 લાખ 80 હજારથી વધારે કેસ સામે આવી ચૂક્યા છે. આ દરમિયાન મોસમે પણ મહારાષ્ટ્રના લોકોની ચિંતા વધારી દીધી છે. મોસમ વિભાગે (Meteorological Department) આગામી 48 કલાકમાં મુંબઈ સહિત કોંકણમાં (Konkan) ભારે વરસાદની આશંકા જોતા ઓરેન્જ એલર્ટ (Orange Alert)જાહેર કરવામાં આવ્યું છે. મોસમ વિભાગે આ ક્ષેત્રમાં 3 અને 4 જુલાઈએ ભારે વરસાદ થવાની આશંકા વ્યક્ત કરી છે. વિભાગે જુલાઈ મહિનામાં મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં જોરદાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

  આ પહેલા બુધવારે ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે કહ્યું હતું કે જૂન મહિનામાં સારો વરસાદ થયો છે અને જુલાઈમાં પણ સારા વરસાદનો અંદાજ છે. મોસમ વિભાગના આંકડાના મતે જૂન મહિનામાં દીર્ધકાલિન એવરેજની 118 ટકા વરસાદ થયો છે. જેને અત્યાધિક વરસાદ માનવામાં આવે છે. વિભાગે કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં આ વર્ષે જૂનમાં સૌથી વધારે વરસાદ થયો. મોનસૂન સિઝનમાં 1961-2010 વચ્ચે દેશમાં દિર્ધકાલિન અવધિક એવરેજ વરસાદ 88 સેન્ટીમીટર રહ્યો છે. 90-96 ટકા વચ્ચે વરસાદ સામાન્યથી ઓછા માનવામાં આવે છે. 96-104 ટકા વરસાદ સામાન્ય માનવામાં આવે છે. 104-110 ટકા વરસાદ સામાન્યથી વધારે અને 110 ટકાથી વધારે વરસાદને અત્યાધિક માનવામાં આવે છે.  આ પણ વાંચો - ચીનને જડબાતોડ જવાબ આપવા ભારત મક્કમ, રશિયા પાસેથી 33 ફાઈટર જેટ ખરીદશે

  મોસમ વિભાગના મધ્ય ભારતમાં જૂનમાં થયેલ વરસાદ 131 ટકા રહ્યો છે. આ ક્ષેત્રમાં ગોવા, કોંકણ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ આવે છે. પૂર્વી અને પૂર્વોતરમાં વરસાદ 116 ટકા રહ્યો છે. આસમમાં પૂર આવ્યું છે અને બિહારમાં પણ વધારે વરસાદ થયો છે. મોસમ વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહામાત્રએ કહ્યું કે આ વિસ્તારમાં આગામી પાંચ-દસ દિવસમાં વરસાદમાં ઘટાડો થશે.
  First published:July 02, 2020, 18:40 pm

  टॉप स्टोरीज