Home /News /national-international /Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઈવે પર દાણુંમાં કન્ટેનરમાં થયો ભડકો, ટ્રાફિકને કરાયો ડાઈવર્ટ

Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઈવે પર દાણુંમાં કન્ટેનરમાં થયો ભડકો, ટ્રાફિકને કરાયો ડાઈવર્ટ

મુંબઈ અમદાવાદ હાઈવે પર કન્ટેનરમાં આગ લાગતા ગુજરાત આવતા ટ્રાફિકને અસર પડી

Mumbai Ahmedabad Highway Truck Fire: મુંબઈ અમદાવાદ હાઈવે પર કન્ટેનરમાં આગ લાગતા ગુજરાત આવતા ટ્રાફિકને અસર પડી છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દાણુંમાં હાઈવે પર કન્ટેનરમાં આગ લાગવાનો બનાવ બન્યો છે.

    મુંબઈ અમદાવાદ હાઈવે પર એક કન્ટેનરમાં આગ લાગવાની ઘટના બની છે. આ બનાવ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં દાણું પાસે આ દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં જે કન્ટેનરમાં આગ લાગી છે તેના કારણે ગુજરાત તરફ આવતા ટ્રાફિક પર અસર પડી છે. સ્થાનિક પોલીસને આ અંગે જાણ થતા ઘટના સ્થળ પર પહોંચીને ટ્રાફિકને ડાયવર્ટ કર્યો છે. કન્ટેનરમાં આગ લાગવાનું કારણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.



    આ ટ્રકમાં શું સામાન લઈ જવામાં આવી રહ્યો હતો અને કોની બે દરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે તે અંગે તપાસ કરાઈ રહી છે. આગને પણ કાબૂમાં લેવા માટે ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે.
    Published by:Tejas Jingar
    First published:

    Tags: Accident News, Highway, Maharashta, Truck fire

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन