ભારે વરસાદથી મુંબઈમાં 17 લોકોનાં મોત, BMCએ રજા જાહેર કરી

News18 Gujarati
Updated: July 2, 2019, 8:38 AM IST
ભારે વરસાદથી મુંબઈમાં 17 લોકોનાં મોત, BMCએ રજા જાહેર કરી
મલાડ પૂર્વમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

કાટકાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : મુંબઈમાં ભારે વરસાદના કારણે એક દીવાલ ધરાશાયી થતાં 13 લોકોનાં મોત થયા છે, જ્યારે 14 લોકો ઘાયલ થયા છે. આ ઘટના મલાડ ઈસ્ટના પિંપરીપાડા વિસ્તારની છે. કાટકાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. દીવાલ પડવાની અન્ય એક દુર્ઘટનામાં 3 લોકોનાં મોત થયા છે. કલ્યાણમાં નેશનલ ઉર્દૂ હાઈસ્કૂલની કમ્પાઉન્ડ દીવાલ પડતાં તેના નીચે દટાતાં 3 લોકોનાં મોત થયા છે.

વરસાદના પ્રભાવને જોતાં બીએમસીએ 2 જુલાઈએ તમામ સ્કૂલ અને કોલેજ ઉપરાંત સરકારી અને ખાનગી ઓફિસોમાં રજાની રાખવાનો નિર્ણય લીધો છે.

ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થયા બાદ ઘટનાસ્થળે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમ પહોંચી ગઈ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

ઘાયલોને જોગેશ્વરીના ટ્રોમા સેન્ટરમાં અને કાંદવલીની શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમોને પહોંચતાં પહેલા સ્થાનિક લોકોએ કેટલાક લોકોને બચાવ્યા.

કલ્યાણમાં દીવાલ પડતાં 3 લોકોનાં મોત, 4 ઘાયલ

ભારે વરસાદથી દીવાલ પડવાની બીજી ઘટના રાત્રે 12.30 વાગ્યે કલ્યાણમાં થઈ છે. અહીં નેશનલ ઉર્દૂ હાઈસ્કૂલની કમ્પાઉન્ડ દીવાલ પડવાથી 3 લોકોનાં મોત થયા છે. આ દીવાલની પાસે કેટલાક લોકો રહેતા હતા. આ દીવાલના કાટકાળની ઝપેટમાં આ લોકો આવી ગયા હતા. આ દુર્ઘટનામાં 4 લોકો ઘાયલ થયા છે. પોલીસ, ફાયરબ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રેસ્ક્યૂ ટીમે કાટમાળમાંથી 4 લોકોને બહાર કાઢ્યા છે, તેમાંથી 3નાં મોત થઈ ગયા હતા. મૃતકોમાં 3 વર્ષની એક બાળકી પણ સામેલ છે. દુર્ઘટનામાં ઘાયલ લોકોને સારવાર માટે કલ્યાણની રુક્મણી બાઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મલાડ દીવાલ પડવાના કારણે ભોગ બનેલા લોકો અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી છે. રાજ્ય સરકારે ઘટનામાં ભોગ બનેલાઓના પરિવારોને 5-5 લાખ સહાય આપવાની જાહેરાત કરી છે.

નોંધનીય છે કે, સોમવાર મોડી રાત્રે મહારાષ્ટ્રના પુણેમાં એક દીવાલ પડવાના કારણે 6 લોકોનાં મોત થયા, જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ અમ્બેગાંવમાં સ્થિત સિંહગડ કોલેજની દીવાલ પડવાથી અનેક લોકો ઝપેટમાં આવી ગયા. રાત્રે લગભગ 1.15 વાગ્યે આ દુર્ઘટના થઈ હતી.

આ પણ વાંચો, પુણેમાં દીવાલ પડવાથી 6 લોકોનાં મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
First published: July 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading