કરુણ ઘટના! નાના પુત્રના અવાજથી પરેશાન હતા પડોશીઓ, ફરિયાદથી કંટાળી પત્ર સાથે મહિલા 12માં માળેથી કૂદી ગઈ

પ્રતિકાત્મક તસવીર :shutterstock

Mumbai news: તાજેતરમાં રેશમા ટ્રેચિંલના પતિનું કોવિડ-19ના પગલે નિધન થયું હતું. તે પોતાના સાત વર્ષના પુત્ર સાથે ચાંદીવાલીમાં બિલ્ડિંગમાં પોતાના ફ્લેટમાં રહેતી હતી. તેઓ એપ્રિલ મહિનામાં જ આ ફ્લેટમાં રહેવા માટે આવ્યા હતા.

 • Share this:
  મુંબઈઃ મુંબઈમાં (Mumbai) એક મહિલાએ પોતાના નાના પુત્ર સાથે એપાર્ટમેન્ટના 12માં માળેથી મોતની છલાંગ woman jump from 12th floor લગાવી હતી. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર 33 વર્ષીય રેશમા ટ્રેચિંલના ઘરમાંથી એક સુસાઈડ નોટ (suicide note) મળી હતી. જેમાં પડોશીઓ ઉપર પોતાના પુત્રની બુમો પાડવાની ફરિયાદથી પરેશાન કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસ પ્રમાણે (police) આ મામલે ફરિયાદ દાખલ કરીને એક 33 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે આ વ્યક્તિ મહિલાનો પડોશી છે.

  કોવિડ-19ના કારણે પતિનું થયું હતું મોત
  તાજેતરમાં રેશમા ટ્રેચિંલના પતિનું કોવિડ-19ના પગલે નિધન થયું હતું. તે પોતાના સાત વર્ષના પુત્ર સાથે ચાંદીવાલીમાં બિલ્ડિંગમાં પોતાના ફ્લેટમાં રહેતી હતી. તેઓ એપ્રિલ મહિનામાં જ આ ફ્લેટમાં રહેવા માટે આવ્યા હતા.

  મહિલાના પુત્રના અવાજથી પડોશીઓ હતા પરેશાન
  કથિત રીતે મહિલાના નાના બાળકના અવાજના કારણે પડોશીઓએ તેને ફરિયાદ કરી હતી. પડોશીઓની ઓળખ 67 વર્ષીય અયુબ ખાન, તેમની 60 વર્ષીય પત્ની અને તેમનો પુત્ર શાદાબ તરીકે થઈ છે.

  આ પણ વાંચોઃ-Honor Killing: નીચી જ્ઞાતિના યુવકના પ્રેમમાં પડી યુવતી, પિતાએ હુડાડીના ઘા મારી પુત્રીની કરી હત્યા

  આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! બીજા લગ્ન બાદ પણ પહેલા પતિને ન ભુલાવી શકી પત્ની, બે વર્ષની પુત્રી સાથે કરી આત્મહત્યા

  કોરોનાગ્રસ્ત માતા-પિતાની સારવાર કરવા માટે ઉત્તર પ્રદેશ ગયો હતો પતિ
  રિપોર્ટ પ્રમાણે 23 મેના રોજ પતિ શરત મુલુકુટલાનું નિધન થયું હતું. ત્યારબાદ તે ઉદાસ રહેવા લાગી હતી. તે પોતાના માતા-પિતાની દેખભાળ કરવા માટે ઉત્તર પ્રદેશ સ્થિત વારાણસી ગયા હતા. તે બંને પણ કોરોનાગ્રસ્ત હતા. માતા-પિતાનું સંક્રમણના કારણે નિધન થયા બાદ મુંબઈ પરત ફર્યો હતો. જોકે તેનું પણ કોવિડના કારણે મોત નીપજ્યું હતું. ટ્રેંચિલે પોતાના પતિના નિધન બાદ ખુબ જ ઇમોશનલ પોસ્ટ લખી હતી.

  આ પણ વાંચોઃ-દાહોદનો પ્રેમ કહાનીનો વિચિત્ર કિસ્સો! પુત્રી પ્રેમી સાથે ભાગી ગઈ, પિતાએ ફરિયાદ કરતા પોતે જ ભરાયા

  આ પણ વાંચોઃ-વિચિત્ર કિસ્સોઃ પતિને આસિસ્ટન્ટ પ્રોફેસર પત્ની ઉપર હતો શક, નજર રાખવા માટે બની ગયો યુવતી પછી..

  અમદાવાદમાં પણ વિદેશી વિદ્યાર્થીએ 11માં માળેથી કૂદી આત્મહત્યા કરી હતી
  અમદાવાદના ચાંદખેડામાં એક વિદ્યાર્થીએ અગિયારમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી છે. જી.ટી.યુંના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ડેનિસ નામના વિદેશી વિદ્યાર્થીએ આજે સાંજના સમયે 11મા માળેથી કૂદી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ડેનિસ ચાંદખેડામાં આવેલ ગોદરેજ ગાર્ડન સિટીમાં ત્રણ વિદેશી મિત્રો સાથે પી.જી.માં રહેતો હતો.  પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક પુછપરછમાં વિદ્યાર્થી બીજા વર્ષમાં નાપાસ થતાં સતત ડિપ્રેશનમાં રહેતો હતો. છેલ્લા એક વર્ષથી તેની ડિપ્રેશનને લઈ દવા પણ ચાલી રહી હોવાનું તેના મિત્રોનું કહેવું છે. આજે અગમ્ય કારણોસર તેણે આત્મહત્યા કરી લેતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી, લાશને પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધી છે.
  Published by:ankit patel
  First published: