કોલંબોમાં આઠમો બ્લાસ્ટ, મૃતકોની સંખ્યા 187 થઈ

News18 Gujarati
Updated: April 21, 2019, 3:02 PM IST
કોલંબોમાં આઠમો બ્લાસ્ટ, મૃતકોની સંખ્યા 187 થઈ
શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત દેશના અનેક હિસ્સાઓમાં સિરિયલ બ્લાસ્ટસ થયાના અહેવાલ

શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત દેશના અનેક હિસ્સાઓમાં સિરિયલ બ્લાસ્ટસ થયાના અહેવાલ

  • Share this:
શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત દેશના અનેક હિસ્સાઓમાં ખ્રિસ્તીઓના પવિત્ર પર્વ ઈસ્ટરના દિવસે બે ચર્ચ અને બે હોટલને નિશાન બનાવતાં 6 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. ત્યારબાદ બપોરે વધુ બે બ્લાસ્ટ થયા હોવાના અહેવાલ છે. આમ, કુલ 8 બ્લાસ્ટમાં 187 લોકોનાં મોત થયા છે.

રિપોર્ટ મુજબ, કોલંબોમાં 40 લોકો માર્યા ગયા, જ્યારે 295 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, કટુઆપિટિયામાં 93 લોકોનાં મોત થયા છે, જ્યારે બાટ્ટિકાલોઆમાં 27 લોકોનાં મોત થયા છે જ્યારે 73 લોકો ઘાયલ થયા છે. જોકે, શ્રીલંકન અધિકારીઓના હવાલાથી આ બ્લાસ્ટમાં 52 લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, એક બ્લાસ્ટ કોલંબો પોર્ટના કોચીકડે ચર્ચમાં થયા, બીજી તરફ બીજો હુમલો પુત્તલમની પાસે સેન્ટ સબેસ્ટિયલ ચર્ચની અંદર થયો. તેની સાથે જ કોલંબો સ્થિત શાંગરી-લા હોટલ અને કિંગ્સબરી હોટલમાં પણ બોમ્બ બ્લાસ્ટના અહેવાલ છે. પોલીસે વધુમાં જણાવ્યું કે સ્થાનિક સમય મુજબ પહેલો બ્લાસ્ટ સવારે 8.45 વાગ્યે થયો. તે સમયે ઈસ્ટરની પ્રાર્થના માટે લોકો ચર્ચમાં એકત્રિત થયા હતા.

વિદેશ મંત્રાલયે ભારતીયો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે- +94777903082 +94112422788 +94112422789 +94777902082 +94772234176

ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ કરીને કહ્યું છે કે, હું કોલંબોના ભારતીય હાઇ કમિશ્નરના સતત સંપર્કમાં છું. અમે આ સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છીએ.લોકોએ આ દરમિયાન ટ્વિટર પર સેન્ટ એન્થની ચર્ચની તસવીરો મૂકી છે, જેમાં જમીન પર ચારે તરફ કાટમાળ વિખેરાયેલો છે અને લોકો ઘાયલોની મદદ કરતાં જોવા મળી રહ્યા છે.
First published: April 21, 2019, 10:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading