Home /News /national-international /

અફઘાનિસ્તાન: કાબુલ પર છોડવામાં આવ્યા 23 રૉકેટ, 8 લોકોનાં મોત, સરકારે તાલિબાન પર લગાવ્યો આરોપ

અફઘાનિસ્તાન: કાબુલ પર છોડવામાં આવ્યા 23 રૉકેટ, 8 લોકોનાં મોત, સરકારે તાલિબાન પર લગાવ્યો આરોપ

અફધાનિસ્તાન

Afghanistan Blast : અફધાનિસ્તાનમાં ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં એક પછી એક થયા બૉમ્બ બ્લાસ્ટ. અનેક લોકોની મોતની આશંકા.

  અફધાનિસ્તારની રાજધાની કાબુલ (Kabul)માં શનિવારે એક પછી એક બૉમ્બ બ્લાસ્ટ થયા છે. જેણે આખા શહેરને હચમચાવી મૂક્યું છે. આ બ્લાસ્ટ શહેરની વચ્ચો વચ આવેલા ગીચ વિસ્તારમાં થયા છે. કાબુલના ઉત્તરી વિસ્તારમાં થયેલા આ બૉમ્બ બ્લાસ્ટમાં અનેક લોકોની મોત થવાની સંભાવના છે. પ્રાપ્ત માહિતી મુજબ અફઘાનિસ્તાનના કાબુલમાં 23 જેટલા રોકેટ લૉન્ચ છોડવામાં આવ્યા છે. જેના કારણે 8 લોકોનાં મોત થયા છે અને 31થી વધારે લોકો ઘાયલ થયા.  આ એક પછી એક થયેલા બ્લાસ્ટ અહીંની સરકારે તાલિબાન પર આ મામલે આરોપ લગાવ્યો છે.

  ચહલ સુતુન અને અરઝાન કીમત વિસ્તારમાં બે વિસ્ફોટના થોડા જ સમયમાં કાબુલમાં અનેક વિસ્તારોમાં રોકેટ પડ્યા. ટોલો ન્યૂઝ મુજબ મંત્રાલયે જણાવ્યું કે કાબુલના વઝીર અકબર ખાન અને શહર એ નવાબ ઇકાલેની સિવાય ચહર કાલા, પીડી4માં ગુલ એ સુખ, સદારત ગોલ રોડ, શહેરની વચ્ચો વચ આવેલ સ્પિંઝર રોડ, નેશનલ આર્કાઇવ રોડની પાસે પીડી 2 અને કાબુલના ઉત્તર વિસ્તારમાં લીસી મરિયર બજાર અને પંજસાદ વિસ્તારમાં રોકેટ લૉન્ચ કરી આતંક ફેલવવામાં આવ્યો છે.

  જો કે આ મામલે હાલ કોઇની પ્રતિક્રિયા પણ સામે નથી આવી. આંતરિક મંત્રાલયનું કહેવું છે કે શનિવારે બે નાના સ્ટિકી બૉમ્બના ધમાકા થયા હતા. જેમાંથી એકમાં પોલીસની કારને નિશાનો બનાવવામાં આવી હતી. અને તેમાં એક પોલીસકર્મીની મોત થઇ હતી. અને ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા.

  આ બ્લાસ્ટને લઇને કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે રોકેટ મકાનોમાં કાણાં કર્યા હોય. આ તસવીરની સત્યતા નથી થઇ શકી. બીજી તરફ આ બ્લાસ્ટથી અમેરિકી વિદેશ મંત્રી માઇક પૉમ્પિયો અને તાલિબાન અને કતાર ખાડી રાજ્યની અફધાન સરકારની બેઠક પહેલા થયા છે. શનિવારે થયેલા આ બ્લાસ્ટ મામલે હજી સુધી કોઇ સંગઠને જવાબદારી નથી લીધી.

  વધુ વાંચો : સુરેન્દ્રનગર: ડમ્પરે અડફેટે લેતા ઈકો કાર સળગી, ચોટીલા દર્શન કરીને આવતા એક જ પરિવારના 6 લોકો જીવતા ભૂંજાયા

  તાલિબને શપથ લીધા છે કે તેઓ યુ.એસ. વીથડ્રોવલ ડીલ હેઠળ કોઈપણ શહેરી વિસ્તારો પર હુમલો કરશે નહીં, પરંતુ કાબુલ વહીવટીતંત્રે તેમના બળવાખોરો અથવા તેમના સમર્થકો પર કાબુલમાં તાજેતરના હુમલાઓનો આરોપ લગાવ્યો છે. ખાસ વાત એ છે કે તાલિબાન અને અફઘાન સરકાર દ્વારા વાટાઘાટોની પ્રક્રિયા સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી, પરંતુ આ કામકાજ ખૂબ જ ગોકળગતિએ ચાલી રહ્યું છે.  ગૃહ મંત્રાલયના પ્રવક્તા તારિક આરિયાને આ અઠવાડિયે કહ્યું હતું કે તાલિબાન દ્વારા છેલ્લા 6 મહિનામાં 53 આત્મઘાતી બોમ્બ અને 1250 વિસ્ફોટ કરવામાં આવ્યા છે. આ હુમલાઓમાં કુલ 1210 નાગરિકો માર્યા ગયા છે અને 2500 ઘાયલ થયા છે.
  Published by:Chaitali Shukla
  First published:

  Tags: World, અફઘાનિસ્તાન, આતંકી, કાબુલ, તાલિબાન, વિસ્ફોટ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन