તાલિબાનના સુપ્રીમ લીડર અખુંદજાદાનું મોત, ઉપ પ્રધાનમંત્રી બરાદરને બનાવી લીધો છે બંધક : રિપોર્ટ

સત્તા માટે આ સંઘર્ષ તાલિબાનના બે જૂથો વચ્ચે થયો હતો (AP)

afghanistan crisis - બ્રિટનના એક મેગેઝીનના રિપોર્ટથી તાલિબાનમાં નંબર 1 અને 2 નેતાઓને લઇને અટકળોનું બજાર ફરીથી ગરમ છે

 • Share this:
  કાબુલ : શું અફઘાનિસ્તાનના (Afghanistan)ઉપ પ્રધાનમંત્રી મુલ્લા બરાદરને (Mullah Baradar)કંધારમાં (Kandahar) બંધક બનાવવામાં આવ્યો છે? શું તાલિબાન (Taliban) નેતા હૈબતુલ્લાહ અખુંદજાદાનું (Haibatullah Akhunzada) મોત થયું છે? તાલિબાનના આ બે નેતાઓને લઇને ચારેય તરફ ગોપનીયતાનો માહોલ છે. હવે બ્રિટનના એક મેગેઝીનના રિપોર્ટથી તાલિબાનમાં નંબર 1 અને 2 નેતાઓને લઇને અટકળોનું બજાર ફરીથી ગરમ છે. જોકે તાલિબાને આ ખબરને ફગાવી દીધી છે. તેમના મતે તાલિબાનના બધા મોટા નેતા જીવિત છે અને ફિટ છે.

  બ્રિટનના મેગેઝીન ધ સ્પેક્ટેટરે દાવો કર્યો છે કે ખુરશીની આ લડાઇમાં તાલિબાનના સર્વેસર્વા હૈબતુલ્લાહ અખુંદજાદાનું મોત થયું છે. ઉપ પ્રધાનમંત્રી મુલ્લા બરાદરને બંધક બનાવીને રાખવામાં આવ્યો છે. સત્તા માટે આ સંઘર્ષ તાલિબાનના બે જૂથો વચ્ચે થયો હતો. મેગેઝીને એ પણ જણાવ્યું કે હક્કાની જૂથ સાથે થયેલા ઝઘડામાં સૌથી વધારે નુકસાન મુલ્લા બરાદરને પહોંચ્યું છે.

  મેગેઝીને પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે સપ્ટેમ્બરમાં તાલિબાનના બે જૂથ વચ્ચે બેઠક થઇ હતી. આ દરમિયાન એવો સમય આવ્યો કે હક્કાની નેતા ખલીલ ઉલ રહમાન હક્કાની પોતાની ખુરશી પરથી ઉઠ્યો અને તેણે બરાદરને મુક્કા મારવા લાગ્યો હતો. બરાદર સતત તાલિબાન સરકારની કેબિનેટમાં ગૈર તાલિબાનીઓ અને અલ્પસંખ્યકોને પણ સ્થાન આપવા માટે દબાણ બનાવી રહ્યો હતો. જેથી દુનિયાના અન્ય દેશ તાલિબાન સરકારને માન્યતા આપે.

  આ પણ વાંચો - રશિયાની પર્મ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરિંગ, 8 વિદ્યાર્થીઓના મોત, ઘણાએ બારીમાંથી કૂદી બચાવ્યો જીવ

  જોકે હાલમાં મુલ્લા બરાદર એક વીડિયો સંદેશો આપતા જોવા મળ્યો હતો. આ કારણે તેના ઇજાગ્રસ્ત હોવાના રિપોર્ટ પર થોડાક સમય માટે વિરામ લાગ્યો હતો. જોકે પર્યવેક્ષકોએ બ્રિટન સ્થિત પત્રિકા ધ સ્પેક્ટેટરને જણાવ્યું કે વીડિયો સંદેશ બંધક બનાવ્યા પછીનો લાગે છે.

  અખુંદજાદાને લઇને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે તે ક્યાં છે. તે ઘણા સમયથી જોવા મળ્યો નથી અને કોઇ સંદેશો જાહેર પણ કર્યો નથી. આવામાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે અખુંદજાદાનું મોત થયું છે. તાલિબાનમાં આ પહેલા સત્તાને લઇને આવો સંઘર્ષ જોવા મળ્યો ન હતો. તાલિબાન અને હક્કાની નેટવર્ક 2016માં એક થઇ ગયા હતા.
  Published by:Ashish Goyal
  First published: