Home /News /national-international /UP Election: મુલાયમ સિંહ યાદવની વહુ અપર્ણા યાદવે મતદાન ન કર્યું, જાણો શું છે કારણ?

UP Election: મુલાયમ સિંહ યાદવની વહુ અપર્ણા યાદવે મતદાન ન કર્યું, જાણો શું છે કારણ?

અપર્ણા યાદવે પોતાનો વોટ ન આપવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

આ પહેલીવાર છે જ્યારે તેમણે પોતાનો મત આપ્યો નથી. એટલું જ નહીં અપર્ણાની સાથે તેના પતિ પ્રતીક યાદવ (Prateek Yadav) અને સાસુ સાધના ગુપ્તા (Sadhna Gupta)એ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો નથી.

  યુપી વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Elections)ના ત્રીજા તબક્કામાં સૈફઈના લોકો મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh Yadav)ની પુત્રવધૂ અપર્ણા યાદવ (Aparna Yadav)ની રાહ જોતા રહ્યા, પરંતુ તેઓ પોતાનો મત આપવા આવ્યા ન હતા. આ પહેલીવાર છે જ્યારે તેમણે પોતાનો મત આપ્યો નથી. એટલું જ નહીં અપર્ણાની સાથે તેના પતિ પ્રતીક યાદવ (Prateek Yadav) અને સાસુ સાધના ગુપ્તા (Sadhna Gupta)એ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો નથી. ત્યારે આ ત્રણેય લોકોનું મતદાન કરવા ન આવવું એ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યું છે.

  જણાવી દઈએ કે સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવની પત્ની સાધના ગુપ્તા, પુત્ર પ્રતીક યાદવ અને પુત્રવધૂ અપર્ણા યાદવનું નામ સૈફઈની મતદાર યાદીમાં છે. આ ત્રણેય લોકો સૈફઈની અભિનવ સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના હતા, પરંતુ મોડી સાંજ સુધી કોઈ મતદાન કરવા આવ્યું ન હતું. જો કે સવારથી જ લોકો મતદાન કરવા સૈફઈ આવે તેની રાહ જોઈ રહ્યા હતા.

  આ પણ વાંચો- up election 2022 : યૂપીમાં વોટિંગ વચ્ચે હાથરસમાં BJP નેતાનું ગોળી વાગવાથી મોત, વિસ્તારમાં હડકંપ

  પ્રથમ વખત મતદાનની પ્રક્રિયા તૂટી

  અગાઉ મુલાયમ સિંહ યાદવની પત્ની સાધના ગુપ્તા, પુત્ર પ્રતીક યાદવ અને પુત્રવધૂ અપર્ણા યાદવ સંસદીય ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા સૈફઈમાં આવતા રહ્યા છે. જ્યારે અપર્ણા યાદવની ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા બાદ આજે સૈફઈમાં આવવાની દરેક આશા હતી. જો કે આનાથી સૈફઈના રાજકારણનો પારો ચોક્કસ વધી જશે. જો કે ત્રણેય લોકોએ વોટ ન આપવાનું કારણ એસપી દ્વારા તેમની વિરુદ્ધ પ્રચાર માનવામાં આવી રહ્યું છે. જોકે વોટ ન આપવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

  આ પણ વાંચો- કબૂતરાબાજીમાં કરોડોનો ખેલ: મહેસાણાના કબૂતરબાજોએ આટલા પરિવારોને અમેરિકા મોકલ્યા

  5 વાગ્યા સુધીમાં યુપીમાં 57.44% તો પંજાબમાં 63% મતદાન

  ઉત્તર પ્રદેશમાં સાંજનાં 5 વાગ્યા સુધીમાં 57.44% લોકોએ તેમનાં મતાધિકારનો ઉપયોગ થયો છે. આજે ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાનું (UP Elections Third Phase Voting)માટે મતદાન થયુ છે. આ માટે 16 જિલ્લાની 59 સીટ પર વોટિંગ થયુ છે. ત્રીજા તબ્બકામાં ઉત્તર પ્રદેશનાં ત્રણેય ક્ષેત્ર, પશ્ચિમી યૂપી, અવધ અને બુંદેલખંડમાં મતદાન થયુ. આજે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav)ની કિસ્મતનો નિર્ણય ઇવીએમમાં બંધ થયો છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: 2022 Assembly elections, UP Elections 2022, Uttar Pardesh News

  विज्ञापन
  विज्ञापन