Home /News /national-international /Mulayam Singh Yadav Health Updates: લાઈફ સેવિંગ ડ્રગ પર મુલાયમ સિંહ, હાલત હજુ પણ ગંભીર
Mulayam Singh Yadav Health Updates: લાઈફ સેવિંગ ડ્રગ પર મુલાયમ સિંહ, હાલત હજુ પણ ગંભીર
લાઈફ સેવિંગ ડ્રગ પર મુલાયમ સિંહ
સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા મુલાયમ સિંહની હાલત ગંભીર છે. શુક્રવાર બપોરે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલે મેડિકલ બુલેટિન જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મુલાયમજીની હાલત હજી પણ ક્રિટિકલ છે અને તેઓ લાઈફ સેવિંગ ડ્રગ પર છે.
સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા મુલાયમ સિંહની હાલત ગંભીર છે. શુક્રવાર બપોરે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલે મેડિકલ બુલેટિન જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મુલાયમજીની હાલત હજી પણ ક્રિટિકલ છે અને તેઓ લાઈફ સેવિંગ ડ્રગ પર છે. મેદાંતાના સ્પેશિયલ ડૉક્ટરની ટીમ તેમની સારવાર કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગત રવિવારથી મુલાયમ સિંહને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે, પરંતુ ડૉક્ટરોના સતત પ્રયાસ પછી પણ તેમના સ્વસાથ્યમાં સુધારો નથી થઈ રહ્યો. બીજી તરફ સપા સંરક્ષક તેમની હાલત જાણવા માટે શુભેચ્છકોનો ધસારો જોવા મળી રહ્યો છે. શુક્રવારની સવારે ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠક ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ પ્રોફેસર રામગોપાલ યાદવ સાથે મુલાકાત કરી નેતાજીની તબિયત પૂછી અને યુપી સરકારની તરફથી દરેક શક્ય તમામ મદદ આપવાનું આશ્વાસન આપ્યું હતું.
બ્રિજેશ પાઠકને મળવા પર રામ ગોપાલ યાદવે તેમનો આભાર માન્યો અને કહ્યું કે આનાથી રાજકારણમાં સારો સંદેશો જાય છે. તમને જણાવી દઈએ કે યુપીના ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠક આજ સવારે 8 વાગે મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા અને અહીં પહોંચીને તેમને પ્રોફેસર રામગોપાલ યાદવ સાથે મુલાકાત કરી નેતાજીની તબિયત વિશે પૂછ્યું હતું.
તમને જણાવી દઈએ કે સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ છેલ્લા ઘણા મહિનાથી બીમાર હતા, પરંતુ હવે અચાનક તેમની તબિયત વધારે ખરાબ થઈ જતા તેમને મેદાંતા હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા. જેના પછી તેમની તબિયત ગંભીર છે. એક તરફ યાદવ પરિવાર ચિંતિતિ છે તો બીજી તરફ સપાના કાર્યકર્તા પણ મુલાયમ સિંહ યાદવ માટે અલગ અલગ પ્રાર્થના અને હવન કરી રહ્યા છે. કાનપુરમાં પણ પદયાત્રા કરી સપા સંસ્થાપકની સલામતીની પ્રાર્થના કરવામાં આવી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર