Home /News /national-international /મુલાયમ સિંહે લોકસભામાં PM મોદીના કર્યા વખાણ, કહ્યું - તમે ફરી બનો PM

મુલાયમ સિંહે લોકસભામાં PM મોદીના કર્યા વખાણ, કહ્યું - તમે ફરી બનો PM

મુલાયમ સિંહ યાદવે લોકસભામાં પોતાના ભાષણ દરમ્યાન કહ્યું કે, તે ઈચ્છે છે કે, નરેન્દ્ર મોદી ફરી પ્રધાનમંત્રી બને. તેમણે કહ્યું કે, જેટલા સભ્ય આ વખતે જીતીને આવ્યા છે, ફરી તે જીતીને આવે.

મુલાયમ સિંહ યાદવે લોકસભામાં પોતાના ભાષણ દરમ્યાન કહ્યું કે, તે ઈચ્છે છે કે, નરેન્દ્ર મોદી ફરી પ્રધાનમંત્રી બને. તેમણે કહ્યું કે, જેટલા સભ્ય આ વખતે જીતીને આવ્યા છે, ફરી તે જીતીને આવે.

  લોકસભા ચૂંટણી પહેલા જ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે મોટુ નિવેદન આપ્યું છે. મુલાયમ સિંહ યાદવે લોકસભામાં પોતાના ભાષણ દરમ્યાન કહ્યું કે, તે ઈચ્છે છે કે, નરેન્દ્ર મોદી ફરી પ્રધાનમંત્રી બને. તેમણે કહ્યું કે, જેટલા સભ્ય આ વખતે જીતીને આવ્યા છે, ફરી તે જીતીને આવે.

  તમને જણાવી દઈએ કે, લોકસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. આ દરમ્યાન તમામ સાંસદ પોતાનું છેલ્લુ ભાષણ આપી રહ્યા હતા, ત્યારે સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે મોટુ નિવેદન આપ્યું છે.

  પોતાના સંબોધનમાં મુલાયમ સિંહ યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના કાર્યકાળ મુદ્દે શુભકામના પાઠવી અને કહ્યું કે, તમે ફરી પ્રધાનમંત્રી બનો. મુલાયમ સિંહ યાદવે પોતાના ભાષણમાં કહ્યું કે, તે પ્રાર્થના કરે છે કે, જે સભ્ય આ સમયે સદનમાં બેઠા છે, તે ફરી ચૂંટાઈને આવે. તેમણે કહ્યું કે, અમે લોકો વિપક્ષ હાલમાં સંખ્યામાં ઘણા ઓછા છીએ, હું કામના કરૂ છું કે, તમે (નરેન્દ્ર મોદી તરફ ઈશારો કરતા કહ્યું) ફરી પ્રધાનમંત્રી બનો.

  મુલાયમ સિંહના આ નિવેદન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાથ જોડી તેમનું અભિવાદન કર્યું. મુલાયમ સિંહ યાદવ દ્વારા આટલું કહેતા જ સદનમાં પાટલીઓ થપથપાવા લાગી અને તાલીઓના ગડગડાટથી સદન ગુંજી ઉંઠ્યું. તમને જણાવી દઈએ કે, જે સમયે મુલાયમ સિંહ યાદવ પોતાનું નિવેદન આપી રહ્યા હતા, ત્યારે ઠીક તેમની બાજુમાં યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી બેઠા હતા.

  મુલાયમ સિંહ યાદવે પાતાના ભાષણની શરૂઆતમાં કહ્યું કે, અમારી કામના છે કે, જેટલા સભ્ય હાલ છે, તે તમામ સભ્ય ફરી જીતીને આવે. મુલાયમે આટલું કહીને લોકસભામાં જય શ્રી રામનો નારો લગાવ્યો. મુલાયમ સિંહે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળમાં તમામ લોકોને સાથે લઈ ચાલવાનો પ્રયાસ કર્યો અને તે આ પ્રયાસમાં સફળ પણ રહ્યા છે.

  સપા સંરક્ષકએ કહ્યું કે, પ્રધાનમંત્રી સળંગ વિપક્ષના લોકોને સાથે લઈ ચાલ્યા છે. આ દરમ્યાન તેમણે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનને પણ સારી રીતે સદન ચલાવવા માટે શુભકામના પાઠવી.

  ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી યોજાવામાં હવે લગભગ 100 દિવસથી પણ ઓછો સમય બચ્યો છે. ચૂંટણી માટે સૌથી મોટી જંગ ઉત્તર પ્રદેશમાં લડવામાં આવશે. પ્રદેશની 80 લોકસભા બેઠક પર તાલ ઠોકવા માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. સપા-બસપા ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે એક સાથે આવ્યા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને આ ગઠબંધનમાંથી બહાર રાખવામાં આવ્યું.

  કોંગ્રેસે પણ ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી પૂરી તૈયારી સાથે લડવાનો નિર્ણય લીધો છે. આજ કારણ છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાને પાર્ટીના મહાસચિવ બનાવી પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોપવામાં આવી છે. પ્રિયંકાને ઉત્તર પ્રદેશની 41 સીટોની જવાબદારી આપવામાં આવી છે, જ્યારે પશ્ચિમી ઉત્તર પ્રદેશની કમાન સંભાળી રહેલા જ્યોતિરાદિત્ય સિંઘિંયાને 39 લોકસભા સીટોની જવાબદારી સોંપવામાં આવી છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Again, Said, નરેન્દ્ર મોદી, પીએમ, મુલાયમસિંહ યાદવ

  विज्ञापन
  विज्ञापन