SP-BSP ગઠબંધન: મુલાયમે કહ્યું, 'પોતાના લોકો જ પાર્ટીને ખલાસ કરી રહ્યાં છે'

News18 Gujarati
Updated: February 21, 2019, 5:22 PM IST
SP-BSP ગઠબંધન: મુલાયમે કહ્યું, 'પોતાના લોકો જ પાર્ટીને ખલાસ કરી રહ્યાં છે'
ફાઇલ ફોટો

સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવે પાર્ટી અધ્યક્ષ અને પુત્ર અિલેશ યાદવ દ્વારા કરવામાં આવેલા ગઠબંધન પર સવાલ ઊભા કર્યા છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને મુલાયમસિંહ યાદવે પોતાના પુત્ર અને પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ વિરુદ્ધ સવાલો સર્જ્યા છે. મુલાયમ સિંહે જણાવ્યું હતું કે હાલમાતો લોકસભા ચૂંટણીમાં ભાજપ આગળ ચાલી રહ્યો છે. સમાજવાદી પાર્ટી પાછળ છે. મુલાયમે જણાવ્યું કે જ્યારે તે રક્ષા મંત્રી હતા ત્યારે સમાજવાદી પાર્ટીએ 42 સીટ જીતી હતી.

કાર્યકર્તાઓ સાથેની વાતચીતમાં મુલાયમનું દુઃખ છલકાઈ ગયું, તેમણે કહ્યું, “ લોકો ટિકિટ વહેંચવામાં વાર લગાડી રહ્યાં છે. મને સંરક્ષકનું નામ અપાયું છે, જોકે, મારે શું કામ કરવું એ તો સ્પષ્ટ નથી. જે લોકો લડવા માંગે છે તે મને જણાવો, હું તુરંત જ ટિકિટ અપાવીશ”

તેમણે સપા-બસપા ગઠબંધનને આડે હાથે લીધું હતું. તેમણે કહ્યું,“ તમારી લડાઈ ભાજપ સામે છે. તમે અંદરોઅંદર ગઠબંધન કરી લીધું. 80માંથી 40 બેઠકો પર લડશો. છોકરો વાત ગઠબંધનની કરે છે પરંતુ પાર્ટીને ખતમ કોણ કરી રહ્યું છે, તે જાણવું પણ જરૂરી છે. મેં ત્રણ વાર ચૂંટણી જીતી અને બહુમતીથી સરકાર બનાવી હતી. હું રક્ષા મંત્રી પણ રહ્યો હતો. હવે તમે તમામ કામ છોડી અને નક્કી કરો કે સમાજવાદી પાર્ટીને બહુમતી કેમ અપાવવી”

આ પણ વાંચો: 2014 પછી કાશ્મીરની સ્થિતિ બદતર, દર બે આતંકીએ આપણે એક જવાન ગુમાવ્યો

મુલાયમે મીડિયાના રોલની પ્રસંશા કરી હતી તેમણે કહ્યું હતું કે જ્યારે હું રક્ષા મત્રી હતો ત્યારે મીડિયાએ ખૂબ જ સહકાર આપ્યો હતો. મીડિયોનો રોલ ખૂબ જ મહત્ત્તવપૂર્ણ છે, આજે આપણી પાર્ટીમાં મીડિયાની ઉપેક્ષા કોણ કરી રહ્યું છે? મીડિયા સાથે હોય તો પ્રચાર સારો થશે. હવે ચૂંટણીને વાર નથી. શિવપાલે તો નવી પાર્ટી બનાવી લીધી છે. હવે તમે મને કમાન સોંપો હું રામગોપાલ સાથે મળી અને નામ નક્કી કરીશ કે કોણ લડશે અને કોણ જીતશે, પરંતુ તમે મને નામ પણ નથી આપી રહ્યાં

આ પણ વાંચો: UPમાં ગઠબંધનના સીટોની જાહેરાત, આ સીટો પર સપા-બસપા મળીને લડશે ચૂંટણીમુલાયમે જણાવ્યું કે જે લોકોએ મને તેમના નામ નથી આપ્યા તો ટિકિટ પણ એવી રીતે જ વહેચાશે. ટિકિટ ભલે અખિલેશ વહેંચે પણ નક્કી તો હું જ કરીશ કે કોને આપવી.

આ પણ વાંચો:  સરકારે વચન પૂરા ન કરતા હજારો ખેડૂતોની મુંબઇ તરફ કૂચ
First published: February 21, 2019, 5:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading