Mukhtar Abbas Naqvi resigned : મુખ્તાર અબ્બાસ નકવીનો રાજ્યસભામાં કાર્યકાળ 7 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. પાર્ટી હવે તેમને નવી ભૂમિકા સોંપી શકે છે. જોકે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નકવીનું નામ પણ ચર્ચામાં છે.
Mukhtar Abbas Naqvi resigned : કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi) એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની કેબિનેટમાં મુખ્તાર અબ્બાસ નકવી લઘુમતી મંત્રાલયનો હવાલો સંભાળી રહ્યા હતા. તેઓ અગાઉની સરકારમાં કેન્દ્રીય મંત્રી હતા. તેમનો રાજ્યસભાનો કાર્યકાળ આ મહિને પૂરો થઈ રહ્યો છે. બીજેપીએ તેમને રાજ્યસભાની ટિકિટ આપી ન હતી, જેના પછી નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેમણે કેબિનેટમાંથી રાજીનામું આપવું પડશે.
બીજી તરફ કેન્દ્રીય કેબિનેટના અન્ય મંત્રી આરસીપી સિંહનો કાર્યકાળ પણ લંબાયો નથી, તેથી તેઓ પણ આજે રાજીનામું આપી શકે છે.
પીએમ મોદીએ વખાણ કર્યા
રાજીનામું આપતા પહેલા નકવીએ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ અને લોકોની સેવામાં નકવીના યોગદાનની પ્રશંસા કરી છે. નકવી કેન્દ્ર સરકારમાં લઘુમતી બાબતોના પ્રધાન હતા અને રાજ્યસભામાં ભાજપના ઉપનેતા પણ હતા. રાજ્યસભામાં તેમનો કાર્યકાળ 7 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. પાર્ટી હવે તેમને નવી ભૂમિકા સોંપી શકે છે. જોકે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નકવીનું નામ પણ ચર્ચામાં છે.
મુખ્તાર અબ્બાસ નકવી હંમેશા ભાજપમાં કેન્દ્રીય મંચ પર રહ્યા છે. તેમણે લાંબા સમય સુધી ભાજપના પ્રવક્તા તરીકે કામ કર્યું છે. આ સાથે તેઓ બાજપેયી અને અડવાણીના પણ નજીક રહ્યા છે. નકવી 1998માં પહેલીવાર લોકસભા ચૂંટણી જીત્યા અને બાજપાઈ કેબિનેટમાં માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા. તે પછી તેઓ 26 મે 2014ના રોજ મોદી સરકારમાં લઘુમતી બાબતોના રાજ્ય મંત્રી બન્યા. તે સમયે નજમા હેપતુલ્લા આ મંત્રાલયમાં કેન્દ્રીય મંત્રી હતા. પરંતુ 12 જુલાઈ 2016 ના રોજ નજમા હેપતુલ્લા રાજ્યપાલ બન્યા પછી, નકવીને આ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો. બીજી વખત, નકવી 30 મે 2019 ના રોજ કેન્દ્રીય મંત્રી તરીકે કેબિનેટમાં જોડાયા. 2010 થી 2016 સુધી તેઓ ઝારખંડથી રાજ્યસભાના સાંસદ હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર