Home /News /national-international /લઠ્ઠાકાંડના કારણે થઈ રહેલા મૃત્યુની વચ્ચે છપરામાં લોહિયાળ ખેલ, ધોળાદિવસે સરપંચના ઉમેદવારને ગોળી મારી હત્યા
લઠ્ઠાકાંડના કારણે થઈ રહેલા મૃત્યુની વચ્ચે છપરામાં લોહિયાળ ખેલ, ધોળાદિવસે સરપંચના ઉમેદવારને ગોળી મારી હત્યા
ધોળાદિવસે હત્યા
છપરામાં ઝેરી દારૂના કારણે થયેલા મૃત્યુની વચ્ચે, જિલ્લાના રિવિલગંજમાં ગુનેગારોએ સરપંચના ઉમેદવાર અને પ્રોપર્ટી ડીલરની ગોળી મારીને હત્યા કરી નાખી. તેના માથામાં ગોળી વાગી હતી, ત્યારબાદ પરિવાર તેને તાકીદે છાપરા સદર હોસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલમાં હાજર સ્ટાફની સાથે દર્દીઓના સંબંધીઓ અને નર્સોને પણ માર મારવામાં આવ્યો હતો. મૃતક જિલ્લાના રિવિલગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના દેવરિયા ગામના રહેવાસી સ્વર્ગસ્થ જમાદાર મહતોના 45 વર્ષીય પુત્ર ગોરખ મહતો તરીકે હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સારન. છપરામાં ઝેરી દારૂના કારણે થયેલા મૃત્યુની વચ્ચે, જિલ્લાના રિવિલગંજમાં ગુનેગારોએ સરપંચના ઉમેદવાર અને પ્રોપર્ટી ડીલરની ગોળી મારીને હત્યા કરી નાખી. તેના માથામાં ગોળી વાગી હતી, ત્યારબાદ પરિવાર તેને તાકીદે છાપરા સદર હોસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલમાં હાજર સ્ટાફની સાથે દર્દીઓના સંબંધીઓ અને નર્સોને પણ માર મારવામાં આવ્યો હતો. મૃતક જિલ્લાના રિવિલગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના દેવરિયા ગામના રહેવાસી સ્વર્ગસ્થ જમાદાર મહતોના 45 વર્ષીય પુત્ર ગોરખ મહતો તરીકે હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઘટના અંગે એવું કહેવાય છે કે આજે ગોરખ મહતો દેવરિયા ગામમાં પોતાના ઘર પાસે અખબાર વાંચી રહ્યા હતા. ત્યારે જ બાઈક સવાર ગુનેગારો તેમની નજીક પહોંચ્યા અને તેમને માથામાં ગોળી મારી દીધી. લોકો સમજી શકે ત્યાં સુધીમાં ગુનેગારો ભાગી ગયા હતા. જે બાદ પરિવારના સભ્યો તેમને ઉપાડી સદર હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં ફરજ પરના ડોક્ટર અરવિંદ કુમારે તેમને મૃત જાહેર કર્યા. તબીબે તેમને મૃત જાહેર કરતા જ પરિવારજનોમાં હોબાળો મચી ગયો હતો.
તે જ સમયે, પરિવારજનોનો ગુસ્સો હોસ્પિટલના કર્મચારીઓ પર ફાટી નીકળ્યો હતો. જે બાદ તબીબો ઈમરજન્સી વોર્ડમાંથી ભાગી ગયા હતા અને રોષે ભરાયેલા સંબંધીઓએ સદર હોસ્પિટલના સ્ટાફને માર મારવાનું શરૂ કર્યું હતું. નર્સોને પણ માર મારવામાં આવ્યો હતો. જે બાદ હોસ્પિટલ પ્રશાસનની સૂચના પર ભગવાન બજાર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી, ત્યારબાદ જ મામલો થાળે પડ્યો. ડીએસપી એમપી સિંહે કહ્યું કે પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને ગુનેગારોની ઓળખ કરીને ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર