Home /News /national-international /

દીકરીની સગાઇમાં જુઓ મોમ નીતા અંબાણીનો ઠાઠ, દેખાઇ સમર લૂકમાં

દીકરીની સગાઇમાં જુઓ મોમ નીતા અંબાણીનો ઠાઠ, દેખાઇ સમર લૂકમાં

ડ્રેસ કોડથી લઈને ડિનર ટેબલ સુધીની દરેક બાબતમાં અંબાણી પરિવારનો વૈભવ જોવા મળે છે. સગાઈનું સેલિબ્રેશન ત્રણ દિવસ સુધી ચાલશે.

ડ્રેસ કોડથી લઈને ડિનર ટેબલ સુધીની દરેક બાબતમાં અંબાણી પરિવારનો વૈભવ જોવા મળે છે. સગાઈનું સેલિબ્રેશન ત્રણ દિવસ સુધી ચાલશે.

    અંબાણી પરિવારે ઈશા અંબાણીની સગાઈમાં કોઈ કસર છોડી નથી. દીકરીની ડેસ્ટિનેશન સગાઈ સેરેમનીની દરેક બાબત રોયલ જોવા મળી છે. ડ્રેસ કોડથી લઈને ડિનર ટેબલ સુધીની દરેક બાબતમાં અંબાણી પરિવારનો વૈભવ જોવા મળે છે. સગાઈનું સેલિબ્રેશન ત્રણ દિવસ સુધી ચાલવાનું છે. બીજા દિવસે એટલે કે 22 સપ્ટેમ્બરના રોજ લેક કોમોના વીલા ઓલ્મોમાં ઈશા તથા આનંદની સગાઈ થઈ હતી.

    સગાઈ પહેલાંના લંચમાં નીતા અંબાણી 'કોમો ચીક' આઉટફિટમાં જોવા મળ્યો હતો. લંચની થીમ આ જ પ્રકારની હતી. નીતા અંબાણીએ ફ્લોર સમર ડ્રેસ પહેર્યો હતો. સાથે જ વાળ ખુલ્લા રાખ્યાં હતાં. મિનિમમ મેક-અપ, મેચિંગ સેન્ડલ તથા ચશ્મામાં જોવા મળ્યાં હતાં. તેમણે ડાયમંડ ઈયરરિંગ્સ, હેટથી લૂક કમ્પ્લિટ કર્યો હતો.

    સગાઈ બાદ ઈશા પોતાની મોમ તરફ જોઈને સ્માઈલ આપે છે. રિંગ પહેરાવ્યા બાદ ઈશા-આનંદ પર ફૂલોનો વરસાદ થાય છે અને ઈશા શરમાઈ જાય છે. ત્યારબાદ નીતા અંબાણી સગાઈની ઓફિશિયલ જાહેરાત કરે છે.

    ઈટાલિય સાઈટ Giornale di Comoના જણાવ્યા પ્રમાણે, ઈશા અંબાણી તથા આનંદ પીરામલની સગાઈમાં 600 થી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી લેક કોમોના અલગ-અલગ વિલામાં ઈવેન્ટ્સ યોજાવાની છે. 22 સપ્ટેમ્બરના રોજ સગાઈ વીલા ગેસ્ટેલમાં યોજાઈ હતી. જ્યારે સાંજે વીલા ઓલ્મોમાં ભવ્ય ડિનર તથા ડાન્સિંગ પાર્ટી યોજાઈ ગઈ હતી.. વીલા ઓલ્મોને ઈન્ડિયન વેડિંગ થીમ મુજબ સજાવવામાં આવ્યો હતો. વીલા ઓલ્મોના ગ્રીન એરિયાનું ભાડુ 2.38(280 હજાર યુરો, વેટ સાથે) કરોડ રૂપિયા જેટલું હોવાનું કહેવામાં આવે છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Italy, Neeta Ambani, મુકેશ અંબાણી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन