Home /News /national-international /

એન્ટિલિયા કાંડ પછી ફરી એકવાર મુકેશ અંબાણીને ધમકીભર્યા 8 ફોન કોલ આવ્યા, કહ્યું 'નહીં છોડીએ'

એન્ટિલિયા કાંડ પછી ફરી એકવાર મુકેશ અંબાણીને ધમકીભર્યા 8 ફોન કોલ આવ્યા, કહ્યું 'નહીં છોડીએ'

દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને ફરી એકવાર ધમકી મળી છે. ગત વર્ષે 25 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં તેમના ઘર એન્ટિલિયની બહાર મળેલ વિસ્ફોટકો ભરેલી કાર અને પત્ર બાદ આ વખતે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ કોલ કરીને ધમકી આપી છે. મહત્વનું છે કે 2013માં ઈન્ડિયન મુજાહિદ્દીન દ્વારા ધમકી મળયા બાદ મુકેશ અંબાણીને Z+ સુરક્ષા આપવામાં આવે છે.

દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને ફરી એકવાર ધમકી મળી છે. ગત વર્ષે 25 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં તેમના ઘર એન્ટિલિયની બહાર મળેલ વિસ્ફોટકો ભરેલી કાર અને પત્ર બાદ આ વખતે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ કોલ કરીને ધમકી આપી છે. મહત્વનું છે કે 2013માં ઈન્ડિયન મુજાહિદ્દીન દ્વારા ધમકી મળયા બાદ મુકેશ અંબાણીને Z+ સુરક્ષા આપવામાં આવે છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ ભારતના ટોચના ઉદ્યોગપતી મુંકેશ અંબાણીને (Businessman Mukesh Ambani) ફરી એકવાર ધમકીભર્યા કોલ મળ્યા છે. આ વખતે ધમકી આપનારે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં અજાણ્યા નંબર પરથી કોલ કરીને મુકેશ અંબાણી અને તેમના પરિવારને (Ambani family) ઉલ્લેખીને ધમકી આપી હતી. અમારા સહયોગી સીએનએન ન્યુઝ 18ને મળેલી માહિતી મુજબ આવા ધમકીભર્યા 8 જેટલા કોલ આવ્યા હતા. જેથી હોસ્પિટલ ઓથોરિટીઝે મુંબઈના ડી.બી. માર્ગ પોલિસ સ્ટેશનમાં (Mumbai Police) આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ તરફ અંબાણીને ધમકીભર્યો ફોન આવ્યા બાદ મુંબઈ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. પોલીસે રિલાયન્સ હોસ્પિટલમાં જઈને પૂછપરછ કરી છે. ફોન રીસિવ કરનાર વ્યક્તિ પાસેથી વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. મુંબઈ પોલીસના ટોચના અધિકારીએ કહ્યું કે ધમકીભર્યા કોલ અંગે જાણ થયા બાદ પોલીસે એન્ટિલિયાની બહાર પોલીસ સુરક્ષા વધારી દીધી છે. આ ઉપરાંત પ્રાઈવેટ સિક્યુરિટી વ્યવસ્થા પણ વધુ ચુસ્ત બનાવી દેવામાં આવી છે. આ સાથે પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે આ ફોન કોલ કરનાર વ્યક્તિ કોઈ અપરાધી છે કે પછી હોક્સ કોલ છે. જોકે આ મામલે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

    મહત્વનું છે કે આ પહેલા પણ મુકેશ અંબાણીના ઘર બહાર વિસ્ફોટકો મળ્યા હતા. જેમાં ગત વર્ષે 25 ફેબ્રુઆરીના દિવસે એન્ટિલિયા બહાર એક સ્કોર્પિયો કાર મળી આવી હતી જેમાં 20 જેટલી જિલેટિન સ્ટિક સાથે વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ વિસ્ફોટકો સાથે કારમાંથી એક પત્ર પણ મળ્યો હતો અને તેમાં અંબાણી પરિવારને ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. સ્કોર્પિયો કારમાં વિસ્ફોટકો ભરેલી બેગ પર મુંબઈ ઈન્ડિયન્સ લખ્યું હતું. અને પત્રમાં ધમકી આપવામાં આવી હતી કે આ તો ફક્ત ટ્રેલર છે. તેઓ સમગ્ર પરિવારને ઉડાવી દેવા માટે પાછા ફરશે. જે બાદ મુકેશ અંબાણી અને તેમના પરિવારની સુરક્ષા વધારવામાં આવી હતી અને સમગ્ર કેસ કેટલાય મહિના સુધી દેશના તમામ સમાચારો અને ન્યુઝ ચેનલોમાં ચમક્યો હતો.

    જો કે આ કિસ્સામાં વિસ્ફોટકો પ્લાન્ટ કરનાર કોઈ અરાજક તત્વો નહીં પણ ખુદ મુંબઈ પોલીસના જ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વાઝે નામના એક ઉચ્ચ અધિકારી હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને આ ઘટનામાં બીજા પણ અનેક પાસાઓ સામે આવ્યા હતા. જેમાં મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખે પોતાની ખુરશી ખોવાનો વારો આવ્યો હતો. આ કેસના તમામ પાસાઓની તપાસ હજુ પણ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA કરી રહી છે. ત્યારે ફરી એકવાર ધમકીભર્યા ફોનથી તપાસ એજન્સીઓ સતર્ક બની ગઈ છે.

    મહત્વનું છે કે દેશના ટોચના ઉદ્યોગપતિ તરીકે મુકેશ અંબાણીને આ પહેલા પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વર્ષ 2013માં અંબાણીને હિજબુલ મુજુહિદ્દીન તરફથી ધમકી મળ્યા પછી તે સમયની મનમોહન સરકારે તેમને ઝેડ પ્લસ સિક્યુરિટી આપી હતી. ત્યાર બાદ 2016માં તેમને પત્ની નીતા અંબાણીને પણ કેન્દ્ર સરકારે વાય પ્લસ સિક્યુરિટી આપી હતી. આ ઉપરાંત તેમના સંતાનોને પણ મહારાષ્ટ્ર સરકાર તરફથી ગ્રેડેડ સુરક્ષા આપવામાં આવે છે.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Ambani Family, મુકેશ અંબાણી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन