મુકેશ અંબાણીના પરિવાર સાથે લંડનમાં સ્થાયી થવાના સમાચાર માત્ર અફવા: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
મુકેશ અંબાણીના પરિવાર સાથે લંડનમાં સ્થાયી થવાના સમાચાર માત્ર અફવા: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
અંબાણી પરિવારના લંડન સ્થાયી થવાના સમાચાર માત્ર અફવા. તસવીર-Reuters
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે કહ્યું છે કે, તાજેતરના કેટલાક અહેવાલોમાં એવી અફવા ફેલાવામાં આવી છે કે, અંબાણી પરિવાર લંડનના સ્ટોક પાર્કમાં સ્થાયી થવાની તૈયારી કરી રહ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ સ્પષ્ટ કર્યું છે કે, કંપનીના ચેરમેન અને તેમના પરિવારની લંડન અથવા વિશ્વના અન્ય કોઈ સ્થળે સ્થળાંતર કે રહેવાની કોઈ યોજના નથી.
નવી દિલ્હી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમના પરિવારના લંડનમાં સ્થાયી થયાના સમાચાર મીડિયામાં પ્રકાશિત થઈ રહ્યા છે. હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અંબાણી પરિવારના લંડનમાં સ્થાયી થવાના સમાચારને માત્ર અફવા ગણાવી છે. જારી કરાયેલા એક નિવેદનમાં, કંપનીએ જણાવ્યું હતું કે, "તાજેતરમાં અખબારોમાં પાયાવિહોણા અહેવાલોએ અફવા ફેલાવી છે કે અંબાણી પરિવાર લંડનના સ્ટોક પાર્કમાં સ્થાયી થવાની તૈયારી કરી રહ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સ્પષ્ટતા કરે છે કે કંપનીના ચેરમેન અને તેમના પરિવારની લંડન અથવા વિશ્વના અન્ય કોઈ સ્થળે સ્થળાંતર કરવાની કે રહેવાની કોઈ યોજના નથી.
રિલાયન્સ ગ્રુપની કંપની RIIHL એ તાજેતરમાં હેરિટેજ પ્રોપર્ટી 'સ્ટોક પાર્ક એસ્ટેટ' હસ્તગત કરી છે. તેનો હેતુ સ્થાનિક નિયમો હેઠળ તેને 'પ્રીમિયર ગોલ્ફિંગ' અને 'સ્પોર્ટિંગ રિસોર્ટ' બનાવવાનો છે. આ એક્વિઝિશન ગ્રુપના ઝડપથી વિકસતા કન્ઝ્યુમર બિઝનેસમાં ઉમેરો કરશે. આ સાથે તે ભારતના હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીને પણ વર્લ્ડ લેવલ પર લઈ જશે.
(નોંધ: નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ઈન્ડિપેન્ડન્ટ મીડિયા ટ્રસ્ટ દ્વારા નિયંત્રિત ચેનલ વેબસાઈટનું સંચાલન કરે છે, જેમાંથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એકમાત્ર લાભાર્થી છે.)
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર