ગાંધીનગર : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries)ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ (Mukesh Ambani)શનિવારે પંડિત દીનદયાળ પેટ્રોલિયમ વિશ્વવિદ્યાલયના (PDPU)આઠમાં દિક્ષાંત સમારોહને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાહસિક સુધારાની પ્રશંસા કરી હતી. મુકેશ અંબાણીએ કહ્યું કે પીએમ મોદીના (PM Narendra Modi)નેતૃત્વમાં શરૂ કરાયેલા સાહસિક સુધાર કાર્ય આવનાર સમયમાં ભારતની ઝડપી આર્થિક પ્રગતિનો માર્ગ પ્રશસ્ત કરશે. તેમના જોશીલા અને ગતિશીલ નેતૃત્વમાં દુનિયાએ નવા ભારતને ઉભરતા જોયું છે. તેમના આત્મવિશ્વાસ અને દ્રઢ વિશ્વાસે આખા રાષ્ટ્રને પ્રેરિત કર્યા છે.
પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, મુકેશ અંબાણીએ તે દિવસોને યાદ કરતા કહ્યું હતું કે જેમ કે આપણે બધા જાણીએ છીએ કે પીડીપીયૂ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર દ્રષ્ટિકોણનો ભાગ છે. આ એક એ દ્રષ્ટિ છે જ્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા તેમણે ત્યારે તેને પોષિત કર્યા હતા. મુકેશ અંબાણીએ કહ્યું કે પીડીપીયૂ ફક્ત 14 વર્ષ જૂની છે છતા પણ તે ઇનોવેશન પર અટલ રેન્કિંગ ઓફ ઇંસ્ટીટ્યૂશનમાં ટોપ-25માં સામેલ છે. મુકેશ અંબાણીએ કહ્યું કે દેશને ઉર્જાની જરૂર છે. ઉર્જાનું ભવિષ્ય અભૂતપૂર્વ ફેરફાર સાથે પોતાનો આકાર બદલી રહ્યું છે અને આ પરિવર્તન માનવતાના ભવિષ્યને પ્રભાવિત કરી રહ્યા છે. વાસ્તવમાં ઉર્જા આપણા ગ્રહનું ભવિષ્ય છે.
આ પણ વાંચો - PDPUનો દિક્ષાંત સમારોહ : મુકેશ અંબાણીએ કહ્યુ,'કોવિડમાંથી પણ ભારત શક્તિશાળી બની બહાર નીકળશે'
દેશના સૌથી અમીર વેપારીએ કહ્યું કે હાલ દુનિયા સામે એ વાતનો પડકાર છે કે શું આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર પોતાની અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે ઉર્જાનું ઉત્પાદન કરી શકીએ છીએ. હાલ દુનિયાને જેટલી ઉર્જાની જરૂર પડી રહી છે, આ સદીના મધ્યમાં દુનિયા આનાથી ડબલ ઉર્જાનો ઉપયોગ કરશે. ભારતની પ્રતિ વ્યક્તિ ઉર્જાની જરૂર આગામી બે દાયકામાં ડબલ થઈ જશે.
મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતને આર્થિક મહાશક્તિ બનાવવાની સાથે સ્વચ્છ અને હરિત ઉર્જાની મહાશક્તિ બનાવવાના ડબલ લક્ષ્યને એકસાથે પ્રાપ્ત કરવાની જરૂર છે.
Published by:Ashish Goyal
First published:November 21, 2020, 18:48 pm