Home /News /national-international /

Mukesh Ambani Threat: મુકેશ અંબાણી પરિવારને મળી ધમકી, તપાસમાં લાગી પોલીસ

Mukesh Ambani Threat: મુકેશ અંબાણી પરિવારને મળી ધમકી, તપાસમાં લાગી પોલીસ

મુકેશ અંબાણી પરિવારને મળી ધમકી

Mukesh Ambani Threat: આ વખતે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યો ફોન આવ્યો છે. ફોન કરનાર પોતાને નંબર વન આતંકવાદી ગણાવતો હતો. તે RILના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપી રહ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલના લોકોએ ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી હતી.

વધુ જુઓ ...
    Mukesh Ambani Threat: મુકેશ અંબાણી પરિવારને મળી ધમકી, તપાસમાં લાગી પોલીસઆ વખતે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યો ફોન આવ્યો છે. ફોન કરનારે મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપી હતી, ત્યારબાદ હોસ્પિટલના લોકોએ ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી હતી.

    સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ફોન કરનાર વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપી રહ્યો હતો. હોસ્પિટલ પ્રશાસને આ અંગે ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ઔપચારિક રિપોર્ટ નોંધાવ્યો છે. અમારા સહયોગી સીએનએન ન્યૂઝ18ના અહેવાલ મુજબ, હોસ્પિટલમાં કુલ આઠ કોલ કરવામાં આવ્યા હતા. ડીબી માર્ગ સ્ટેશનની પોલીસે આ કોલ્સની ચકાસણી શરૂ કરી દીધી છે.

    આ પણ વાંચો

    આ પહેલા પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનની સુરક્ષામાં ભંગની વાત સામે આવી છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, મુકેશ અંબાણી અને તેમના પરિવારના ઘર 'એન્ટીલિયા'ની બહાર વિસ્ફોટકોથી ભરેલી એક SUV કાર મળી આવી હતી. NIA આ કેસની તપાસ કરી રહી છે.

    આ વર્ષે જુલાઈમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર વતી મુકેશ અંબાણી અને તેમના પરિવારને આપવામાં આવેલી સુરક્ષા જાળવવાનો આદેશ આપ્યો હતો. આ સંબંધમાં ત્રિપુરા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી પર રોક લગાવતા સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો હતો.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Mukesh aambani

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन