અંબાણી પરિવારે કર્યા બદરીનાથ-કેદારનાથના દર્શન, આપ્યું રૂ. 51-51 લાખનું દાન

News18 Gujarati
Updated: May 25, 2018, 11:53 AM IST
અંબાણી પરિવારે કર્યા બદરીનાથ-કેદારનાથના દર્શન, આપ્યું રૂ. 51-51 લાખનું દાન

  • Share this:
દેહરાદૂન- દેશના જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે બદ્રીનાથ અને કેદારનાથની યાત્રા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પુત્ર આકાશ અને તેમની પુત્રવધુ શ્લોકા સાથે મન્નત માંગી હતી. અહીં પૂજા- અર્ચના બાદ જ્યાં તેમણે બદરી-કેદાર મંદિર સમિતિને રુપિયા 51-51 લાખનું દાન પણ આપ્યું હતું.

આ દરમિયાન મુકેશએ સહપરિવાર બંને મંદિરોમાં પૂજા કરી હતી અને કેદારનાથમાં દર્શન બાદ મુકેશ અંબાણીએ અહીં ચાલી રહેલા વિકાસ કાર્યો વિશે અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. આ બાદ મુકેશ અંબાણી પરિવાર સાથે પાછા મુંબઈ માટે રવાના થયા હતા.



ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણી ગુરુવારે સવારે 8:30 કલાકે બદરીનાથ ધામ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ બદરીનાથ મંદિરે ગયા હતા. બદરીનાથ મંદિરમાં 20 મિનિટ પૂજા-અર્ચના કર્યા બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ જવા રવાના થયા હતા. કેદારનાથ મંદિરમાં પણ મુકેશ અંબાણીએ ઘણો સમય વિતાવ્યો હતો. અહીં તેમની સાથે પુત્ર આકાશ અને તેમની ભાવિ પત્ની શ્લોકા પણ આવ્યા હતા.



બદરીનાથ અને કેદારનાથ ધામમાં મુકેશ અંબાણી ખુબ શ્રદ્ધા ધરાવે છે. અને દર વર્ષે અહીં દર્શન કરવા પણ આવે છે. આ યાત્રાધામમાં યાત્રીઓની સુવિધા વધારવા માટે મુકેશ અંબાણીએ નેક સેવા કાર્યો પણ કરાવ્યા છે.
First published: May 25, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading