Home /News /national-international /નહેરુને કહેજો, આવી રીતે મારુ દિલ ન તોડે: આ મેસેજ મોકલી જિન્નાએ ભારત પાસે માગી હતી મદદ

નહેરુને કહેજો, આવી રીતે મારુ દિલ ન તોડે: આ મેસેજ મોકલી જિન્નાએ ભારત પાસે માગી હતી મદદ

જવાહર લાલ નહેરુ અને મોહમ્મદ અલી જિન્ના

આ ઘર સાથે જિન્નાને ખૂબ જ લગાવ હતો. આ ઘરને તેઓ વેચવા નહોતા માગતા, કદાચ એટલા માટે જ તત્કાલિન પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરુને એક મેસેજ મોકલ્યો હતો.

  મુંબઈના માલાબાર હિલમાં આવેલો એક બંગલો હવે અત્યંત ખરાબ હાલતમાં પડ્યો છે. એક સમયે આ ઘરના માલિક હતા મોહમ્મદ અલી જિન્ના. આ એ જ ઘર છે, જેના માટે બે દેશો વ્ચચે ન જાણે કેટલીય વખત મેસેજની આપલે થઈ હશે.

  કાયદે આઝમના નામથી પ્રખ્યાત જિન્ના પોતાના લોકોને પાકિસ્તાન અપાવ્યું. જ્યારે તેઓ પાકિસ્તાન ગયા તો, પાછળ એક કિંમતી વસ્તુ છોડીને ગયા. આ કિંમતી વસ્તુ હતી મુંબઈનો આલીશાન બંગલો. જિલ્લાએ આ ઘર માટે ભારતના તત્કાલિન પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરુની સામે મદદ માટે આજીજી કરી હતી. આખરે જિન્નાએ દિલની કેમ આટલું નજીક છે આ ઘર? પોતાના અંતિમ શ્વાસ સુધી તેમણે આ ઘર વેચવાની ના પાડી હતી.

  જિન્નાનું મુંબઈવાળુ મકાન

  આ ઘરને વેચતા નહીં, હું જલ્દી પાછો આવીશ- જિન્ના


  આ ઘર સાથે જિન્નાને ખૂબ જ લગાવ હતો. આ ઘરને તેઓ વેચવા નહોતા માગતા, કદાચ એટલા માટે જ તત્કાલિન પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરુને એક મેસેજ મોકલ્યો હતો. આ મેસેજમાં જિન્નાએ નહેરુને આજીજી કરતા કહ્યું હતું કે, આ ઘરને વેચતા નહીં, હું જલ્દી પાછો આવીશ. તેનો ઉલ્લેખ રોના સ્પેશિય સચિવ રહેલા તિલક દેવેશરની પુસ્તક 'પાકિસ્તાન એટ દ હેલ્મ'માં કર્યો છે. તિલક દેવેશરની આ બુકમાં પાકિસ્તાની શાસાકોના જીવનના રસપ્રદ પાસાઓનો ઉલ્લેખ કર્યો છે.

  બીજા લગ્ન બાદ જિન્નાનું ઠેકાણુ હતું આ ઘર


  વર્ષ 1918માં જિન્નાએ બીજા લગ્ન કર્યા અને મુંબઈની સૌથી સુંદર કન્યામાંથી એક એવી રતિ સાથે થયા. તે સમયે જિન્નાની ઉંમર 40 વર્ષની હતી. જિન્નાએ પોતાનાથી 24 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા.

  લગ્ન બાદ જિન્ના પોતાનો અડધાથી વધારે સમય મુંબઈના માલાબાર હિલમાં આવેલા બંગલામાં વિતાવતા હતા. સમયની સાથે સાથે જિન્ના પોતાના કામમાં વ્યસ્ત રહેવા લાગ્યા, જેના કારણે તેઓ રતિને વધારે સમય આપી શક્યા નહીં. જિન્ના વ્યસ્ત જીવનથી રતિ ખૂબ પરેશાન રહેવા લાગી. જેનું પરિણામ 1929માં જોવા મળ્યું. રતિએ તે જ વર્ષે જિન્ના અને આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

  નવો બંગલો બનાવાનું જોઈ રહ્યા હતા સપનું


  પત્નીના મોત બાદ જિન્ના આ બંગલાને નવા ઘરમાં બદલવાનું વિચારી રહ્યા હતા. 1936માં ઘર તોડ્યું અને એક નવા ઘરનો પાયો નાખ્યો. આ ઘરની ડિઝાઈનની જવાબદારી ક્લોડ બૈટલીને આપી. તે દરમિયાન મુંબઈના સૌથી ખ્યાતાનામ આર્કિટેક્ટ હતા. આ બંગલાને જિન્નાની દેખરેખ હેઠળ તૈયાર કરાયું.

  વર્ષ 1939માં જિન્નાએ આ ઘરમાં પ્રવેશ કર્યો, તેના ઠીક 4 મહિના બાદ પાકિસ્તાન દેશ બનાવાની માગે જોર પકડ્યું. આ દરમિયાન જિન્નાની રાજકારણમા અસર દેખાવા લાગી અને તે મુંબઈથી વધારે દિલ્હીમાં રહેવા લાગ્યા. આ જ કારણ છે કે, જિન્નાનું બીજૂ ઘર દિલ્હીમાં આવેલું છે.

  1944માં મુંબઈવાળા ઘરને વેચવાનો વિચાર કર્યો


  વર્ષ 1944માં જિન્નાએ નિર્ણય કર્યો કે, તે પોતાનું મુંબઈવાળા ઘર વેચી દેશે. હૈદરાબાજના નિઝામે આ ઘરની કિંમત સા઼ડા આઠ લાખ રૂપિયા લગાવી હતી, પણ જિન્ના તૈયાર થયા નહીં અને તેમણે નિઝામને એક પત્ર લખ્યો. આ પત્રમાં તેમણે જણાવ્યું કે, અહીં જમીનની કિંમત ખાલી 15 લાખ છે. એટલા માટે તેઓ આ ઘર ઓછી કિંમતે વેચશે નહીં. 1947માં જ્યારે પાકિસ્તાન અલગ દેશ બન્યો તો, જિન્નાએ દિલ્હીવાળો પોતાનો બંગલો મિત્ર રામકૃષ્ણ ડાલમિયાને 3 લાખમાં વેચી દીધો.

  મુંબઈવાળું ઘરે વેચાયુ નહીં


  જિન્ના મુંબઈનું ઘર વેચવા માગતા હતા અને વર્ષ 1947માં આ ઘર વેચવા માટે 18 લાખની કિંમત લગાવી. પણ જિન્ના 20થી નીચે આપવા માગતા નહોતા. પરિણામ એ આવ્યું કે, તેઓ ઈસ્લામાબાદ પહોંચી ગયા અને મુંબઈવાળુ ઘર જેમનું તેમ રહી ગયું.

  આઝાદી બાદ ભારત સરકાર આ ઘરના અધિગ્રહણની રજૂઆત કરી. જ્યારે જિન્નાને આ વાતની ખબર પડી તો, કે ભારત સરકારે મુંબઈવાળા ઘર પર કબ્જો કરવા જઈ રહી છે, આ સાઁભળીને તેઓ ભારતીય રાજનેતા શ્રી પ્રકાશનો સંપર્ક કર્યો. આપને જણાવી દઈએ કે, શ્રી પ્રકાશ ભારત તરફથી પાકિસ્તાનમાં પ્રથમ રાજદ્વારી હતા.

  જિન્ના આજીજી કરવા લાગ્યા, નહોતા વેચવા માગતા ઘર


  જિન્નાને જ્યારે આ વાતની જાણ થઈ કે, તેમનું મુંબઈવાળુ ઘર ભારત સરકારના કબ્જામાં જઈ રહ્યું છે, તો તેમણે તુરંત શ્રી પ્રકાશની મુલાકાત લઈ અને આજીજી કરી કે નહેરુ ને કહેજો આવી રીતે મારુ દિલ ન તોડે. તમે જાણો છો ને હું મુંબઈને કેટલો પ્રેમ કરુ છું. હું મારી જિંદગીના અંતિમ દિવસો ત્યાં વિતાવા માગુ છું. પણ એવું થઈ શક્યું નહીં.

  જિન્ના જ્યાં સુધી સત્તામાં રહ્યા ત્યાં સુધી પાકિસ્તાનમાં જ રહ્યા. તેઓ ઈચ્છતા હતા કે મુંબઈવાળુ ઘર કોઈ યૂરોપિયન પરિવારને ભાડે આપવામાં આવે. તેના માટે નહેરુ પણ તૈયાર હતા અને તેમણે જિન્નાને 3 હજાર રુપિયા ભાડૂ આપવાની વાત પણ માની.

  જિન્નાનું મોત અને મુંબઈનું ઘર


  નહેરુએ જિન્નાને મુંબઈના ઘરને ળઈને કેટલાય મેસેજ મોકલ્યા. મુંબઈના ઘરને ભાડે આપવાની ડીલ થાય તે પહેલા જિન્ના આ દુનિયાને અલવિદા કહી દીધું. સપ્ટેમ્બર 1948માં જિન્નાનું મોત થયું અને પાછળ છોડી ગયા પોતાની કેટલીય વિરાસત, જેમા તેમનું મુંબઈવાળુ ઘર પણ સામેલ હતું.

  જિન્નાએ પોતાની વસિયતમાં મુંબઈવાળુ ઘર પોતાની બહેન ફાતિમાના નામ પર કરી દીધું હતું. એક તરફ પાકિસ્તાનમાં જિન્નાના મોતનો માતમ હતો, તો વળી બીજી તરફ ભારત સરકારે 1950માં એક કાયદો પસાર કર્યો જેનું નામ હતું ઈવેક્કી પ્રોપર્ટી એક્ટ.

  વિભાજનના સમયે જે લોકો પાકિસ્તાનમાં વસી ગયા, તેમની સંપત્તિ ભારતમાં છુટી ગઈ. તે સંપત્તિઓને માટે ભારત સરકારે ઈવેક્કી પ્રોપર્ટી એક્ટ રજૂ કર્યો. આ એક્ટ અંતર્ગત જિન્નાનું ઘર પણ ભારત સરકારની કસ્ટડીમાં આવ્યું અને 1955માં તેને બ્રિટિશ હાઈ કમિશિનને ભાડા પર આપી દેવામાં આવ્યું હતું.

  આપને જણાવી દઈએ કે, આ ઘરને લઈને વર્ષો સુધી લડાઈ ચાલતી રહી. 1962માં ફાતિમા જિન્નાએ બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને સંપત્તિ પર પોતાનો હક જતાવ્યો હતો. પણ તેનું કોઈ સમાધાન નીકળ્યું નહીં. બાદમાં 2007માં જિન્નાની મોટી દીકરી ડીના વાડિયાએ તેના પર માલિકીનો હક જતાવ્યો. આ કેસ કોર્ટમાં ચાલતો રહ્યો.

  આપને જણાવી દઈએ કે, જિન્નાના ઘર પર પાકિસ્તાને સતત હક જમાવ્યો. પાકિસ્તાન સરકારે પણ ભારતીય સરકાર પાસે માગ કરી હતી કે, જિન્નાનું ઘર વાણિજ્ય દૂતાવાસ બનાવવા માટે તેમને સોંપવામાં આવે. જિન્નાના બે જ સપના હતા. પહેલું પાકિસ્તાન અને બીજૂ માલાબાર હિલ્સનો બંગલો. તેમાંથી એક જર્જર હાલતમાં છે, તો બીજાની હાલત આપ જાણો જ છો.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Jawaharlal Nehru, Muhammad Ali Jinnah, Pakistan government

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन